Browsing category

સમાચાર

સુરતમાં વેવાઈ-વેવાણ બાદ 32 વર્ષનો જમાઈ અને 45 વર્ષનાં કાકીસાસુ ભાગી ગયા

સુરત શહેરનાં કતારગામનાં વેવાઈ અને નવસારીનાં ભાવિ વેવાણ વર્ષો જૂનો પોતાનો પ્રેમ યાદ આવતા ભાગી ગયા હતા. આખા રાજ્યમાં આ અંગેની ચર્ચા ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે. ત્યારે આવી જ એક અન્ય ઘટના સામે આવી છે. કતારગામમાં જ રહેતા 32 વર્ષનો યુવક તેની 45 વર્ષની સગી કાકીસાસુને ભગાડી ગયો હોવાની ચર્ચાઓ ઉઠવા લાગી […]

સુરતમાં ફાયરિંગથી ફફડાટ, 3 દિવસમાં 2 મોટા ગેંગસ્ટરના મર્ડર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, દિન દહાડે ફાયરિંગ અને છુરાબાજી સામાન્ય થતું જાય છે,કાયદાનો કોઈને હાઉ જ ના રહ્યો હોય તેમ લોકો હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં ગેંગવોર જોવો માહોલ સર્જાયો છે. જેમાં બે ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળીઓ મારી હત્યાઓના પગલે લોકોમાં ભયની […]

સુરતના તરસાડીમાં હિન્દુસ્તાન લીવર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ અને વોશિંગ પાઉડરનું ગોડાઉન ઝડપાયું, લાખો રૂપિયાનો મુદ્દામાલ સીલ

સુરત જિલ્લામાં મહુવાના તરસાડી ગામે એક ગોડાઉનમાં હિન્દુસ્તાન લીવર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ તેમજ કપડા ધોવાના પાઉડર બની રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે કંપની તેમજ બોમ્બે હાઈકોર્ટનો સ્ટાફ અને સ્થાનિક પોલીસની ટીમે રેડ પાડી હતી. જેમાં ડુપ્લિકેટ શેમ્પુ તેમજ પાઉડર બનાવવાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. કેટલાક ઈસમો ગોડાઉનમા ડુપ્લિકેટ શેમ્પુ તેમજ પાઉડર બનાવી રહ્યા […]

કોરોના વાયરસથી ભારતીય શિક્ષિકા મરણ પથારીએ, ભાઈએ આર્થિક મદદ માંગતા ભારતીયોએ છૂટા હાથે વહાવ્યો દાનનો ધોધ

ચીનમાં કોરોના વાયરસનું ઈન્ફેક્શન સતત વધી રહ્યું છે. આ દરમિયાન ચીનમાં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયેલા એક ભારતીય નાગરિકના પરિવારે તેની સારવાર માટે પૈસા એકઠા કરવા માટે મદદનો હાથ લંબાવ્યો છે. ચીનમાં ભારતીય શિક્ષિકા પ્રીતિ મહેશ્વરી પણ કોરોના વાયરસના ઈન્ફેક્શનથી પીડિત થઈ છે. તેમને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યાં તેમને વેન્ટિલેટર પર […]

આધાર કાર્ડ સાથે હવે તમારા Voter ID કાર્ડને પણ લિંક કરાવવું પડશે! જાણી લો ચૂંટણી પંચનો આગામી મોટો પ્લાન

પેન કાર્ડ (PAN Card) બાદ હવે તમારે તમારું વોટર આઈ કાર્ડ (Voter ID)ને પણ આધાર સાથે લિંક કરાવવું જરૂરી બની શકે છે. સમાચાર થોડા ચોંકાવનારા છે, પરંતુ મીડિયા રિપોર્ટસના મતે, કાયદા મંત્રાલયે ચૂંટણી પંચ તરફથી આવેલા સૂચનને માની લીધું છે. પરંતુ કાયદા મંત્રાલયે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, એ અંગે ખાતરી કરવી જરૂરી છે કે […]

સુરેન્દ્રનગર/ મૂળીના ટીકરનો યુવાન આર્મીમાં ફરજ દરમિયાન શહીદ, માતાએ પતિ બાદ પુત્રની છત્રછાયા ગુમાવી

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાનાં ટીકર ગામનો યુવાન 18 વર્ષની ઉંમરે ભારતીય આર્મીમાં જોડાયો હતો. અને 8 વર્ષ બાદ પુનામાં ફરજ પર હતા તે દરમિયાન કોઇ કારણસર શહિદ થતા સમગ્ર ક્ષત્રિય સમાજ અને નાના એવા ટીકર ગામમાં શોકની લાગણી ફેલાઇ છે. મૂળી તાલુકાનાં ટીકર (પર) ગામે રહેતા ગંભીરસિંહ ભુપતભાઇ કાસેલાનાં કુટુંબી ભાઇઓ તેમજ ટીકર ગામનાં મોટી સંખ્યામાં […]

ગુજરાતીઓ સાવધાન! રિક્ષા ગેંગ થઈ સક્રિય, રિક્ષામાં મુસાફરોને આ રીતે લૂંટી રહી છે ટોળકીઓ

શટલ ‌રિક્ષામાં બેસવું હવે જોખમી બનતું જાય છે. આવા કિસ્સા હવે શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં વધુ એક લુંટનો બનાવ સામે આવતા લોકોમાં હવે ભયનો માહોલ ઉભો થયો છે. શટલ રીક્ષામાં પેસન્જરને બેસાડી લૂંટ ચલાવતી ટોળકીને દાણીલીમડા પોલીસે પકડી પાડી છે. નારોલના શાસ્ત્રીબ્રીજના છેડે રોડની સાઈડમાં આવેલી ઝાડીમાં પેસેન્જરને લઈ રીક્ષાચાલક ટોળકી ધાક ધમકી […]

આ રહ્યો ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો! મહેસાણામાં 6 વર્ષ પહેલાં જ બનાવેલો બ્રિજ વળી ગયો, તિરાડો પડી ગઈ

વર્ષ 2020 ભાજપ સરકાર માટે મુસીબતો લઈને આવ્યું લાગે છે. પહેલાં વડોદરાના ભાજપના ધારાસભ્યોએ કામ થતાં ન હોવાનો આરોપ લગાવી રાજીનામાની ચીમકી ઉચ્ચારી, તો ભરૂચમાં ભાજપના જ ધારાસભ્યોએ GNFC કૌભાંડને લઈ ભોપાલકાંડ જેવી આશંકા વ્યક્ત કરી. ત્યાં હવે મહેસાણામાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે. જેમાં 6 વર્ષ પહેલાં મહેસાણા બાયપાસ હાઈવે પર […]

સુરતમાં કરોડોની અઢળક સંપત્તિ છોડી આ ડાયમંડ વેપારીનો પરિવાર સંયમના માર્ગે ચાલી લેશે દીક્ષા…

સુરતમાં પરિવાર સાથે રહેતા ડાયમંડના વેપારી પોતાની સંપૂર્ણ સંપત્તિ વેચીને પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલી દીક્ષા લઈ લેશે. 29 જાન્યુઆરીના રોજ સુરતના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં મહેતા પરિવારના ચાર સભ્યો દીક્ષા લઇ સંસારિક માયાથી દૂર થઈ જશે. મૂળ ગુજરાતના બનાસકાંઠાના સુઈ ગામના વતની અને હાલમાં સુરતમાં અડાજણ વિસ્તારમાં […]

જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડશે એમની સામે દસ પેઢી યાદ રાખે એવી કાર્યવાહી કરીશું-યોગી આદિત્યનાથ

નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં દેખાવો ચાલી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગરામાં ભાજપ દ્વારા સીએએની તરફેણમાં આયોજિત રેલીમાં કહ્યું કે, સીએએ વિરુદ્ધ દેખાવોનો ઉત્તર પ્રદેશ સરકારની સ્ટાઈલમાં ઉકેલ આવશે. શાહીન બાગના પુરુષોએ ઘરની મહિલાઓને આગળ કરી દીધી છે અને તે આટલી ઠંડીમાં પણ બાળકો સાથે રસ્તા પર બેઠી છે, જ્યારે તેમના પતિ […]