Browsing category

સમાચાર

અમદાવાદમાં શિક્ષક બન્યો હવસનો ગુરુ, દાખલા શીખવાના બહાને 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

બાવળામાં કલાસીસનાં શિક્ષકે પોતાના ત્યાં ટયુશનમાં આવતી સગીરાને પોતાના ઘરે દાખલા ગણવા બોલાવીને તેની સાથે દુષ્કર્મ કરતાં આ ઘટનાની જાણ સગીરાનાં માતા-પિતાને થતાં તેઓએ બાવળા પોલીસમાં શિક્ષક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળામાં પંચશીલ સોસાયટીમાં રહેતાં દર્શનભાઇ જયેશભાઇ સોની શ્રીનગર સોસાયટીમાં સહજાનંદ કલાસીસ અને બાવળાની […]

ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસ ફેલાયો તે બજાર અંગે જાણીને તમને ચીતરી ચડશે, અહીં વેચાય છે 112 પ્રકારના જીવતા પ્રાણીઓ

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોનાવાયરસના લીધે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 6052 લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. તેમાંથી 5974 દર્દી તો માત્ર ચીનના જ છે. અંદાજે 132 લોકોના મોત થઇ ચૂકયા છે. આવો જાણીએ તો વુહાનના એ પ્રાણી બજાર અંગે જ્યાં વ્યક્તિઓના ખાવા માટે દરેક પ્રકારના જાનવર મળે છે. વુહાન શહેર જ્યાંથી કોરોનાવાયરસ ફેલાયો ત્યાં જાનવરોનું બજાર છે. […]

ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ જીવલેણ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં મોટી સફળતા મેળવી હોવાનો દાવો કર્યો

ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ જીવલેણ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં મોટી સફળતા મેળવી લીધી હોવાનો દાવો કર્યો છે. ઑસ્ટ્રેલિયાઈ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેમણે ચીનની બહાર એક સેમ્પલ વિકસિત કર્યું છે અને આનાથી જલદી જ કોરોના વાયરસનો ઉકેલ શોધી શકાશે. ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ ફેલાયો છે. શ્વાસથી જોડાયેલી આ બીમારીથી અત્યાર સુધી 132 લોકોનાં મોત થઈ ચુક્યા છે અને […]

અમેરિકામાં વધુ એક ભારતીય મૂળની વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત, કોલેજના કેમ્પસના લેકમાંથી જ મળ્યો મૃતદેહ

અમેરિકાના ઇન્ડિયાના સ્થિત એક ટોચની યુનિર્વિસટી પરિસરમાંથી 21 વર્ષની ભારતીય મૂળની એક વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હતો. સીબીએસ મિનેસોટા તરફથી મળતી માહિતી પ્રમાણે એનરોઝ જેરી નોટ્રેડમ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીનીની હતી. તે એક પરંપરાગત સંગીતકાર પણ હતી. જેરી 21 જાન્યુઆરીથી ગુમ હતી. અધિકારીઓએ એક ચેતવણી રજૂ કરીને એવું જણાવ્યું હતું કે જેરીનો જીવ જોખમમાં છે. વિશ્વવિદ્યાલયના મીડિયા […]

વેવાઈ-વેવાણ RETURN: નવસારીથી દાગીના પરત આપવા આવેલા વેવાણનાં બે સગાને વેવાઈએ માર મારીને ઘરમાં પુરી દીધા

અમરોલી છાપરાભાઠા રોડ પર રહેતા વેવાઈના ઘરે વેવાણના બે સગાએ મંગળવારે આવી સૂટકેસમાંથી ઘરેણાં કાઢીને વેવાઈની તરફ ફેંકયા હતા. વેવાઈએ આવી રીતે ઘરેણાં ન ફેંકવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં વેવાઈએ વેવાણના બંનેે સગાઓને ઘરમાં ગોંધી દીધા હતા. વેવાણના સંબંધીઓએ પોલીસ કંટ્રોલરૂમને કોલ કરતાં અમરોલી પોલીસ દોડી આવીને બંનેને મુક્ત કરાવ્યા હતા. આ ઘટનાને […]

નોકરી માટે વિદેશ જતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, યુગાન્ડામાં નોકરીની લાલચે ગયેલા 4 ગુજરાતીઓને બંધક બનાવીને 45 લાખની ખંડણી માગી

નોકરી માટે યુગાન્ડા ગયેલા અમદાવાદ, પાટણ અને મહેસાણાના ચાર યુવકોને બંધક બનાવીને 45 લાખ રૂપિયાની ખંડણી માગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સ્થાનિક ગુજરાતીની મદદથી યુગાન્ડા પોલીસે ચારેય યુવકોને હેમખેમ છોડાવ્યા હતા, અને એક મૂળ ભારતીય સહિત સ્થાનિક અપહરણકર્તાઓની ધરપકડ કરી છે. અમદાવાદ, પાટણ અને મહેસાણાના ચાર યુવકો નોકરી માટે 14 દિવસ પહેલાં […]

ચેન્નઈના ડોક્ટર થિરુથાનિકસલામે કોરોના વાઈરસની દવા શોધી હોવાનો કર્યો દાવો, આ દવા 24 થી 40 કલાકની અંદર અસર બતાવે છે

ચીનમાં ફાટી નીકળેલા ભેદી કોરોના વાઈરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ભારત, અમેરિકા, જાપાન સહિત અનેક દેશોમાં શંકાસ્પદ લોકોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. ચીનમાં 4 હજારથી વધુ લોકો આ વાઈરસથી ચેપિત બન્યા છે. આ વાઈરસની કોઈ દવા શોધાઈ નથી. તેવામાં ચેન્નઈની રત્ન સિદ્ધ હોસ્પિટલ એન્ડ હર્બલ રિસર્ચ સેન્ટરના ડોક્ટર થિરુથાનિકસલામે તેની દવા શોધી હોવાનો દાવો કર્યો છે. […]

ગુજરાતમાં મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર! થયો હજાર કરોડનો ગોટાળો, સરકારી બાબુઓએ કમાણીનું સાધન બનાવી દીધું

દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી મહત્ત્વકાંક્ષી યોજના એવી સૌની યોજનાને સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોએ કેવી રીતે કમાણીનું સાધન બનાવી દીધી છે આ યોજનાના આંકડા પરથી જ પ્રસ્થાપિત થાય છે. રાજ્ય સરકારે સૌની યોજનાના પેકેજ-૧ના પહેલાં ટેન્ડર રદ કરી પાછળથી તેના અંદાજમાં ૧૦ ટકા વધારો કરી અને સરેરાશ ૧૮ ટકા ટકા ઊંચા ભાવે ટેન્ડર મંજૂર કર્યા […]

પંચમહાલના માતરીયા વેજ ગામમાં મહિલા તલાટી 6000ની લાંચ લેતા ઝડપાયા

પંચમહાલ જિલ્લાના માતરીયા વેજમાં ગ્રામ પંચાયતના તલાટીને ગોધરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા 6000ની લાંચ લેતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મહિલા તલાટી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડેટાબુકમાં સહીઓ કરવા માટે અરજદાર પાસેથી રૂપિયા 2000 લાંચ લેતા હતા. વ્યાપક ફરિયાદો ગોધરા ACBને મળી હતી માતરીયા વેજમાં ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ઉષાબહેન વિરકાભાઇ કટારા […]

કડકડતી ઠંડીમાં ટોરેન્ટોમાં CAAના સમર્થનમાં યોજાઈ રેલી, મોટી સંખ્યામાં ભારતીયો ઉમટી પડ્યા

ભારતીય સંગઠનો દ્વારા કેનેડાના ટોરેન્ટોમાં CAA (નાગરિકતા સંશોધન કાનૂન)ના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કડકડતી ઠંડીમાં પણ ભારતીય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેનેડીયન ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા, હિન્દુ ફોરમ કેનેડા અને ઈન્ડિયન ડાયસ્પોરા ઓફ ટોરેન્ટો સહિતના સંગઠનો દ્વારા CAAના સમર્થનમાં આયોજિત આ કાર્યક્રમમાં ભારતીયો હાથમાં બેનર્સ લઈને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા […]