Browsing category

સમાચાર

બંધ કારમાં AC કે હીટર ચાલુ રાખી કલાકો સુધી ઊંઘી રહેતા લોકો સાવધાન, આ ઘટના તમને હચમચાવી દેશે

બંધ કારમાં ઊંઘી રહેતા ડ્રાઇવરો માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં સામે આવ્યો છે. સાઉથ બોપલના ઓર્ચિડ સેન્ટર પાસે બંધ કારમાંથી ભાવેશ રબારી નામના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે આ મામલે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે કાર ચાલુ હતી અને કારમાં હિટર પણ ચાલું હતું. […]

સુરતમાં ફરી એક વાર હનીટ્રેપનો કિસ્સો આવ્યો સામે: યુવકનો મહિલા સાથે બીભત્સ વીડિયો ઉતારી 25 લાખ માંગ્યા, બે મહિલાની ધરપકડ

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતાં યુવકે પોતાના મિત્ર પાસે શરીરસુખ માણવા કોઈ યુવતીનો સંપર્ક મંગાયો હતો. તેના મિત્રએ રાંદેરમાં રહેતી મહિલાનો ફોન નંબર આપ્યો હતો. યુવકને મહિલાએ રાંદેર વિસ્તારમાં આવેલાં તેના ઘરે બોલાવ્યો હતો. અને ત્યાર બાદ યુવક યુવતીનાં ઘરે પહોંચી જાય છે. યુવક ઘરમાં આવ્યા બાદ યુવક અને યુવતી કઢંગી હાલતમાં આવી ગયા હતા. જે […]

દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલનારા વ્યાજખોરો જેલમાં જશે: અમદાવાદના પોલીસ કમિશનરનો આદેશ

શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી સ્યુસાઇડ ગુના રોકવા પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ વ્યાજખોરો સામે સખત પગલા લેવા સરક્યુલર કર્યો છે. હવે લાઇસન્સ વગર વ્યાજે નાણા ધીરી શકાશે નહીં, જ્યારે લાઇસન્સ ધારક પણ વાર્ષિક 18 ટકા કરતા વધારે વ્યાજ વસૂલી શકશે નહીં. આ નિયમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદથી માંડી પાસા સુધીના પગલા લેવાશે. જે ગુના હેઠળ વ્યાજખોરને […]

અમેરિકાના અધિકારીઓને મેક્સિકો બોર્ડર પર જમીનની નીચેથી એવું મળ્યું કે આંખો થઇ ગઇ પહોળી

અમેરિકા-મેક્સિકોની બોર્ડર પર અત્યાર સુધીની દુનિયાની સૌથી મોટી ટનલ મળી છે. આ ટનલ 4,309 ફુટ લાંબી છે. અમેરિકાના ઓફિસરો પ્રમાણે, તેમાં લિફ્ટ, રેલવે ટ્રેક, ડ્રેનેજ સિસ્ટમ, એર વેલ્ટીનેશન અને હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રિક કેબલ્સ છે. આ સુરંગ દ્વારા મેક્સિકોના શહેર તિજુઆનાની ઇન્ડસ્ટ્રીય સાઇટ પરથી સેન ડિઓગોને જોડી હતી. આ સુરંગમાં એક મોટી રેલવે સિસ્ટમ, એર વેંટિલેશન, […]

ભારતમાં 66% લોકો માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું: સરવે, લોકોની ફરિયાદ છે કે આવક ઘટી અને ખર્ચ વધ્યો

આર્થિક મંદીનો સામનો કરી રહેલા અર્થતંત્ર પર એક સરવેમાં ચોંકવાનારો ખુલાસો થયો છે. સામાન્ય માણસ મોંઘવારી અને મંદીનો બેવડો માર સહન કરીને ઘર ચલાવી રહ્યાં છે. IANS-સી વૉટર દ્વારા કરાયેલા સર્વેમાં માલુમ પડ્યું છે કે, દેશમાં 66% લોકોને માસિક ઘરખર્ચ કરવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ લોકોનું કહેવું છે કે, અમારી માસિક આવક […]

અમદાવાદમાં રાજપથ ક્લબ નજીક કાર ફંગોળાતા ફૂટપાથ પર બેસેલા શખ્સનો થયો ચમત્કારિક બચાવ, CCTVમાં ઘટનાક્રમ કેદ થયો

ગુરૂવારે બપોર બાદ ઈસ્કોન બ્રિજ તરફથી ગાંધીનગર તરફ જતા રોડ પર પૂરપાટ દોડતી એક કાર ફંગોળાઈ હતી. અચાનક કાર કોઈ કારણસર આગળથી ચોંટી ગઈ હતી અને સરકતી સરકતી ફૂટપાથના ડિવાઈડરને ટકરાઈને 15 ફૂટ ઉછળીને પલટી મારી ગઈ હતી. આ બનાવ બન્યો ત્યારે ત્યાં સાઈન બોર્ડ નજીક ફૂટપાથ પર એક વ્યક્તિ બેઠો હતો. કાર ડિવાઈડરને અથડાઈને […]

મોટું મન રાખીને બધું ભૂલી વેવાણને પતિ ફરી સ્વીકારવા તૈયાર, કહ્યું- એક-બીજાને સમજવું જ દામ્પત્યજીવનની સાચી વ્યાખ્યા

નવસારીનાં વેવાણ અને સુરતના વેવાઇના ભાગી જવાના પ્રકરણમાં હવે વેવાણને બધું ભૂલીને પુન: સ્વીકારી લેવા તૈયાર હોવાનું પતિએ વાતચીતમાં જણાવતાં હવે એક નવો વળાંક આવ્યો છે.  આ માટે ત્રણેક દિવસમાં સમાજની મધ્યસ્થીથી એક સમાધાન બેઠક યોજાશે. સમગ્ર ઘટનાથી હું ખૂબ જ દુ:ખી થયો છું વેવાણના પતિએ વધુમાં જણાવ્યું હતુ કે, સમગ્ર ઘટનાથી હું ખૂબ જ […]

ખોડલધામમાં પ્રથમ વખત કોઈ પરિવાર દ્વારા યોજાયા લગ્ન, વર-કન્યાએ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશો આપ્યો

વસંતપંચમીના દિવસે અનેક યુગલો લગ્નગ્રંથીથી જોડાતા હોય છે. શેરીઓમાં, પાર્ટી પ્લોટમાં, કોમ્યુનિટીહોલમાં ઢોલ અને શરણાઈના સૂર સાંભળવા મળતા હોય છે. ત્યારે લગ્ન પ્રસંગનો આવો જ માહોલ જોવા મળ્યો કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે. લગ્ન પ્રસંગ હતો રાજકોટના નસીત પરિવાર અને ઉપલેટાના વેકરીયા પરિવારનો. ખોડલધામ મંદિરે પ્રથમ વખત કોઈ પરિવાર દ્વારા પોતાના દીકરા-દીકરીના લગ્નનો પ્રસંગ યોજવામાં આવ્યો. […]

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સોઃ સુરતમાં બોર્ડની પરીક્ષા પહેલાં જ ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

અડાજણમાં ધોરણ 10ની વિદ્યાર્થિની હિર મોઢિયાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સંસ્કાર ભારતી સ્કૂલમાં ચાલતી પ્રિલિમરી પરીક્ષામાં ગુજરાતીનું પેપર સારું ન જતા માનસિક તણાવમાં આવી ગયેલી વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. સ્કૂલમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રિલિમરી પરીક્ષા ચાલતી હતી અડાજણમાં આવેલી પારસ સોસાયટીમાં હિર અમિતભાઈ મોઢિયા(ઉ.વ.15) એક […]

સુરતમાં જાહેર રસ્તા પર લુખ્ખા તત્વોની દાદાગીરી તો જુઓ, દારૂના નશામાં હથિયારો સાથે ધમાલ મચાવી

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. કારણ કે છાશવારે સુરતના રસ્તાઓ પર લુખ્ખા તત્વો હથિયારો સાથે ઉતરીને ધમાચકડી મચાવતા હોય તેવા બનાવો ધ્યાનમાં આવતા રહે છે. આવી જ દાદાગીરીનો વીડિયો ફરતો થયો છે. સામાન્ય રીતે દાદાગીરી કરનારા લોકો દારૂના નશામાં પણ હોય છે. હાલ જે વીડિયો વાયરલ થયો છે તે […]