Browsing category

સમાચાર

અમદાવાદમાં કૉલેજમાં ભણતી 22 વર્ષની વિદ્યાર્થિનીની ઘરમાંથી જ લાશ મળી આવી, પરિવારે દીકરીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો

શહેરના વાડજ વિસ્તારમાં આવેલા વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતી એક વિધાર્થિનીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. દામિની મિશ્રા નામની એક 22 વર્ષની યુવતી ઘરની પાસે આવેલા પોતાના પિતાના ગોડાઉનમાં ગઈ હતી. ત્યાંથી કલાકો સુધી પાછી ન આવતા તપાસ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં દોડી આવી હતી […]

દેશની પહેલી ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ, 43 સીટર બસ મુંબઈ-પુણે વચ્ચે ચાલશે

દેશની પહેલી ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે. તે મુંબઇ-પુણે વચ્ચે દોડશે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે આ ઇલેક્ટ્રિક બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ 4-5 વર્ષમાં દેશના હાઇવે પર મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક બસો દોડતી જોવા માગે છે. આ લક્ઝરી બસમાં 43 લોકો બેસી શકશે. ઇલેક્ટ્રિક ઇન્ટરસિટી બસ સુરક્ષાની દૃષ્ટિએ […]

‘માસિક ધર્મમાં રહેલી મહિલાના હાથે તમે રોટલા ખાઇ જાશો તો કૂતરા, બળદનો જ અવતાર મળશે’ કૃષ્ણસ્વરુપદાસ સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન

થોડા દિવસ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત કચ્છના ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં 68 દીકરીઓ સાથે થયેલાં ગેરવર્તણૂંકથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. માસિક ધર્મમાં હોવા અંગે તપાસ કરવા સંચાલકોએ વોશરૂમ( બાથરૂમ)માં લઈ જઈ દીકરીઓના કપડાં ઉતરાવી ચેક કરાવ્યા હતા. હવે આ મુદ્દે વિવાદ વકર્યો છે. કચ્છના ભુજમાં સ્વામીનો વિવાદાસ્પદ એક વીડિયો વાયરલ થયો છે. વિવાદાસ્પદ […]

પંજાબમાં જે સ્કૂલ વેનમાં 4 બાળકો સળગીને મરી ગયા તેને રૂ. 25 હજારમાં એક દિવસ પહેલાં જ ભંગારમાંથી ખરીદાઈ હતી; ડ્રાઈવર-પ્રિન્સિપલની કરાઈ ધરપકડ

સિમરન પબ્લિક સ્કૂલની જે વેનમાં શનિવારે 4 બાળકોના સળગીને મોત થયા હતા તેને સ્કૂલ સંચાલકે શુક્રવારે જ રૂ. 25 હજારમાં ભંગારમાંથી ખરીદી હતી. ઘટના પછી પોલીસ વેનના ડ્રાઈવર અને સ્કૂલ પ્રિન્સિપલની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના વિરુદ્ધ કલમ-302 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. સ્કૂલથી 200 મીટર દૂર જ આ ઘટના બની હતી. તેમાં […]

રાજકોટમાં ટાર્ગેટ પૂરો કરવા વાહન ચેકીંગના નામે રસ્તા વચ્ચે જીપ ઉભી રાખી દબંગાઇ કરનાર ASI સામે અપાયા તપાસના આદેશ

રાજકોટમાં ટાર્ગેટ પૂરો કરવા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ASI સુરેશભાઇ મકવાણા સહિતનો મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રવિવારે સાંજે 7.30 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યો હતો. અને ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરનાર વાહનચાલક સામે કેસ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ દ્વારા વાહનો અટકાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી પરંતુ કેટલાક વાહનચાલકો પોલીસને ચકમો આપીને […]

આબૂમાં હનીમૂન માટે ગયેલ પત્નીએ બીયર પીવાની ના પાડતા પતિએ વટાવી તમામ હદો..

આઠ દિવસના લગ્જીવનમાં પોરબંદરની એક યુવતીને વેદના મળી છે. આબુ ખાતે હનીમૂનમાં બીયર પીવાની ના પાડતા પતિએ માર મારતા ચકચાર જાગી છે. યુવતીએ પતિ સામે મહિલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક રહેતી એક યુવતિએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના લગ્ન અમદાવાદના ગોવર્ધન ગેલેકસી એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષિલ દિનેશ પટેલ સાથે થયા હતા. અમદાવાદથી […]

બારડોલીના ઉવા ગામની કેનાલમાં કાર ખાબકતા ભાઈ અને બહેનનું મોત, પિતાની શોધખોળ ચાલુ

બારડોલી : ઉવા ગામની નહેરમાં કાર ખાબકી હતી. કેનાલનાં પાણીમાંથી આ કારને બહાર કઢાતા ભાઇ અને બહેનનાં બે મૃતદેહો મળી આવ્યાં છે. જ્યારે પિતાની શોધખોળ ચાલી રહી છે. મહત્વનું છે કે, ધોરણ 12ની વિદ્યાર્થિની પોતાના ભાઇ અને પિતા સાથે પ્રેક્ટિકલ પરીક્ષા આપવા જઇ રહી હતી. તે સમયે સામેથી આવતા બાઇક ચાલકને બચાવવા જતા કાબૂ ગુમાવતા […]

રાજકોટમાં મૈત્રી કરારથી યુવતીએ આઘેડનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી 28 લાખ પડાવ્યા, અંતે વૃદ્ધે કંટાળી આપઘાત કર્યો

રાજકોટની ભાગોળે બીજા રિંગ રોડ પર ફ્લેટમાં રહેતી ત્યક્તા જીજ્ઞાશાના ઘરે જાઇવાના 65 વર્ષના વૃદ્ધ ધનજીભાઇએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ત્યક્તાએ બે વર્ષ પૂર્વે વૃદ્ધ સાથે મૈત્રી કરાર કરી પોતાની જાળમાં ફસાવ્યા હતા અને ત્યક્તાના બે મળતિયાઓએ ફોટા અને વીડિયો જાહેર કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરી રૂ.28 લાખ પડાવ્યા હતા. વધુ પૈસાની […]

સરીપડા ગામમાં દલિત આર્મીમેન ઘોડે ચડતાં ગામના જ કેટલાક લોકોએ જાન પર પથ્થરમારો કરતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

ગઢ પોલીસ મથક હદમાં આવેલ સરીપડા ગામમાં લગ્નની જાન લઈ જતા દલિત સમાજના જાનૈયાઓ પર ગામના જ કેટલાક લોકોએ બબાલ કરી હતી. આ બબાલનો મુદ્દો ગામમાં દલિત વરરાજાને ઘોડે ચઢવા પર પ્રતિબંધ હોવા છતા વર્ષો આર્મીમેન વરરાજા ઘોડે ચઢયા હતા. જેથી ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો કરતા જૂથ અથડામણ થઈ હતી. જેમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી સ્થિતિ […]

થરાદમાં નવા કપડાં ખરીદી પિતાએ 7 વર્ષના પુત્ર સાથે પત્નીનો હાથ બાંધી કેનાલમાં ફેંકી પોતે પણ આપઘાત કર્યો, સુખીસંપન્ન પરિવારની સામૂહિક આત્મહત્યાને લઈ ખળભળાટ

થરાદની નર્મદા નહેરમાં કાળજુ કંપી જાય તેવી ઘટના ઘટી છે. બજારમાંથી કપડાં ખરીદી પતિએ પત્ની અને 7 વર્ષના પુત્ર સાથે હાથ બાંધી કેનાલમાં ફેંકી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈ ચકચાર મચી ગઈ છે. જોકે સુખી સંપન્ન પરિવારે કયા કારણોસર આ પગલું ભર્યું તેને લઈ અનેક તર્કવિર્તક વહેતા થયા છે. પોતાની સાથે પોતાના […]