Browsing category

સમાચાર

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જ્યોતિ સીએનસીએ 1500થી 2000માં મળતી પીપીઈ કિટ 480 રૂપિયામાં તૈયાર કરી

રાજકોટમાં 1 લાખની કિંમતે વેન્ટિલેટર બનાવીને હેલ્થ ઈન્ડસ્ટ્રીમાં નવા આયામ ઊભા કર્યા છે. આ સિલસિલો હજુ આગળ વધ્યો છે અને 1500થી 2000માં મળતી પીપીઈ કિટ 480 રૂપિયામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જ્યોતિ સીએનસીએ તૈયાર કરી છે અને માત્ર 7 દિવસમાં 10,000 કિટનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને આ કિટ તૈયાર કરવામાં ઘણી […]

કોરોનાને હરાવવા માટે 108માં ફરજ બજાવતા આ પતિ-પત્ની ખરા અર્થમાં બન્યા રાષ્ટ્રરક્ષક, 8 મહિનાના પુત્રને દાદા-દાદીને સોંપીને કરે છે રાષ્ટ્ર સેવા

કોરોના વાઈરસની મહામારીને પગલે આખો દેશ લોકડાઉન છે, ત્યારે લોકડાઉન દરમિયાન નર્મદા જિલ્લાનું દંપતી સાચા અર્થમાં રાષ્ટ્ર રક્ષક બની રહ્યું છે. આ દંપતી 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવે છે. તેઓ પોતાના 8 મહિનાના બાળકને ઘરે મૂકીને કોરોના સામેની લડાઇમાં ખડેપગે છે. પોતાના દીકરાને ચેપ ના લાગે તે માટે દાદા-દાદી પાસે મોકલી દીધો છે. કોરોનાને હરાવવા માટે […]

સુરતની કંપની STPLએ 6 કલાક પાવર વગર ચાલી શકતું 8 કિલોનું વેન્ટીલેટર તૈયાર કર્યું, કિંમત માત્ર રૂ.50 હજાર

મેડિકલ ક્ષેત્રમાં ખુબ જ મદદરૂપ એવું વજનમાં માત્ર 8 કિલો વાળું વેન્ટીલેટર સુરતની એસટીપીએલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સિવિલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવેલું એસટીપીએલ કંપનીનું વેન્ટીલેટર માત્ર રૂ.50,000ની કિંમતમાં તૈયાર થયેલું છે. વેન્ટીલેટરમાં ઈન્ડિયન બેટરીઓ હોવાથી પાર્ટસની શોર્ટેજ નડશે નહીં આ અંગે કંપનીના સીઈઓ રાહુલ ગાયવાલા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, […]

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આજે સાંજે 7.16 વાગ્યે અમદાવાદમાંથી નરી આંખે જોઇ શકાશે

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને (ISS) 10 એપ્રિલે સાંજે નરી આંખે નિહાળી શકાશે. અવકાશમાં તરતો મૂકાયેલો સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ ISS અમદાવાદના આકાશમાંથી સાંજે 7.16 કલાકે પસાર થશે. આ નજારો 6 મિનિટ 32 સેકન્ડ સુધી નરી આંખે જોઇ શકાશે. ઉનાળામાં આકાશ દર્શનમાં મોટાભાગે કોઇ વિક્ષેપો સર્જાતાનથી. આ સ્થિતિમાં 10મીએ સાંજે વાદળો નહીં હોય તો ISSને જોવામાં સરળતા […]

ગરીબોની મફતમાં સારવાર કરતા આ ડોક્ટરને કોરોના ભરખી ગયો, કોરોનાને કારણે દેશમાં પહેલીવાર ડૉક્ટરનું મોત

દેશમાં કોરોનાના કારણે પહેલીવાર કોઈ ડોક્ટરનું મોત થયું છે. ઈન્દૌરમાં બનેલી આ ઘટનામાં 62 વર્ષના જનરલ ફિઝિશિયન ડૉ. શત્રુઘ્ન પંજવાણી મોતને ભેટ્યા છે. ચાર દિવસ પહેલા જ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સારવાર અરવિંદો મેડિકલ કોલેજમાં ચાલી રહી હતી, જોકે કાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉ. પંજવાણીના મિત્ર ડૉ. ડી. નટવરના જણાવ્યા અનુસાર, […]

કોરોના સામે લડવા આ વ્યક્તિએ આપ્યું દુનિયાનું સૌથી મોટું દાન, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો

જૈક ડોર્સીએ કોરોના વાયરસ સામે લડવા માટે અત્યાર સુધીમાં દુનિયાનું સૌથી મોટું દાન આપ્યું છે. તેઓ Twitterના ફાઉન્ડર અને CEO છે. આ પૈસા તેમના નેટ વર્થના લગભગ 28 ટકા છે. Twitter CEO Jack Dorseyએ કહ્યું છે કે, તે Squaireમાં લગાવવામાં આવેલા 1 બિલિયન ડૉલર એટલે કે લગભગ 7500 કરોડથી પણ વધુ રૂપિયાની ઈક્વિટીને એક ચેરિટેબલ […]

કોરોના સામે લડવા દુનિયાની નજર ભારતની આ દવા તરફ, 30 દિવસમાં કરશે 20 કરોડ ટેબ્લેટનું ઉત્પાદન

કોરોના વાયરસના કારણે આખી દુનિયા આજે એક ભય અને ડરના ઓથાર નીચે જીવી રહી છે. આ વાયરસના કારણે હજારો લોકોનું મૃત્યું થયું છે અને લાખો લોકો આ રોગથી પ્રભાવિત છે. દુનિયાની મહાસત્તા ગણતા અમેરિકા અને બ્રિટન જેવા દેશ પણ આ માહામારી સામે ઘુંટણીયે પડી ગયા છે. ત્યારે લગભગ તમામ દેશ ભારતની એક ગેમ ચેન્જર દવા […]

રામાનંદ સાગરની ‘રામાયણ’માં સુગ્રીવનું પાત્ર ભજવનાર એક્ટર શ્યામ સુંદરનું નિધન

હાલમાં દૂરદર્શન પર ‘રામાયણ’ સિરિયલ ફરીવાર પ્રસારિત થઈ રહી છે. આ સિરિયલમાં સુગ્રીવ તથા બાલીનું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું તાજેતરમાં જ નિધન થયું હતું. સિરિયલમાં રામ બનતા અરૂણ ગોવિલ તથા લક્ષ્મણ બનેલા સુનીલ લહરીએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્સરને કારણે નિધન શ્યામ સુંદર લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતાં. 30 માર્ચના રોજ તેમણે […]

ઓઢવના મિત્રોનું અનોખુ સેવાકાર્યઃ જરૂરિયાતમંદોને ભોજન આપવાનું, પણ તેના ફોટા પાડવાના નહીં, પ્રસિદ્ધિથી દૂર રહીને કામ કરી રહ્યા છે

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. અમદાવાદમાં પણ લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ગરીબો અને રોજનું કમાવીને રોજ ખાતા મજૂરોની પરિસ્થિતિ ઘણી વિકટ બની ગઈ છે. જોકે, અમદાવાદમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ અને લોકો છે જેઓ આ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. પરંતુ તેમાં પણ સેવાવૃત્તિનો જશ ખાટવા અને બધાને […]

સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આદેશ: સરકારી હોય કે પ્રાઇવેટ લેબ કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં કરે

દેશમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે સુપ્રીમ કોર્ટે બુધવારનાં મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે માન્યતા પ્રાપ્ત અથવા પ્રાઇવેટ લેબમાં કોરોના વાયરસની તપાસ મફતમાં થશે. આ માટે અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે માન્યતા પ્રાપ્ત તમામ લેબોને મફતમાં કોરોનાની તપાસનાં આદેશ આપે. કોરોના વાયરસની તપાસ સાથે જોડાયેલી એક અરજી પર આદેશ આપતા […]