Browsing category

સમાચાર

ગુજરાતમાં કોરોનાના વધુ 92 કેસ સાથે આંકડો 1032 પર પહોંચ્યો, અમદાવાદમાં 45 અને સુરતમાં 14 કેસ વધ્યાઃ જયંતિ રવિ

કોરોનાનો ભરડો દિવસેને દિવસે ગુજરાતમાં વધી રહ્યો છે. એમાં. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગર તો કોરોનાએ માઝા મૂકી છે. આજે આરોગ્ય સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાની આંકડકિય માહિતી આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 92 કેસ નોંધાયા છે.2 લોકોના મોત થઈ ચુક્યા છે. 1032 પોઝિટિવ કેસ, 74 લોકો સાજા થયા છે. હવે […]

ભાવનગરના 92 વર્ષના વૃદ્ધે કોરોનાને હરાવ્યો! કોવિડ-19 સામે જંગ જીતનારા રાજ્યના સૌથી વયસ્ક બન્યા

ભાવનગરમાં કોરોનાગ્રસ્ત 3 દર્દીઓનો સઘન સારવારના અંતે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ હતી જેમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવી ઘટના જોવા મળી હતી. કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફની તાળીઓના ગડગડાટ વચ્ચે યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા એક 92 વર્ષીય વૃદ્ધ ઉપસ્થિત સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા […]

લૉકડાઉનમાં બ્રિજ નીચે કીડી-મંકોડાની જેમ જ્યાં ત્યાં પડેલા મજૂરોને જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સનું દ્રવી ઉઠ્યું હૃદય

આ તસવીરો દિલ્હીની છે, જેને પત્રકાર અરવિંદ ગુનાસેકરે ટ્વિટર પર શૅર કરી હતી. તેમણે લખ્યું કે,’પ્રવાસી અને રોજમદાર કામદારોની હાલત! સેંકડો કારીગરો યમુના કિનારે એક પુલની નીચે રહેવા માટે મજબૂર છે. આશરે એક અઠવાડિયાથી દયનીય હાલતમાં દિવસો પસાર કરી રહ્યા છે. પાસેના ગુરુદ્વારામાંથી એક રોટલી મળી જાય છે.’ તેમણે તસવીરો સાથે સીએમ અરવિંદ કેજરીવાલ અને […]

શું ACમાં રહેવાથી કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધે છે ? ડૉક્ટરે જણાવી હકીકત જાણો અને શેર કરો

દેશમાં સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 12 હજારને પાર થયો છે જ્યારે 377 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ મેળવવા ઘરમાં રહેવા ઉપરાંત પણ લોકો ઘણા ઉપાયો અજમાવી રહ્યા છે. કોરોનાના સંકટ વચ્ચે લોકોના […]

અમેરિકામાં કોરોનાનું તાંડવ: 40 વર્ષથી સ્થાયી થયેલા મૂળ વડોદરાના પિતા-પુત્રનું કોરોના વાયરસથી મોત

વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. યુરોપ અને અમેરિકામાં તો કોરોનાએ તાંડવ મચાવ્યું છે. ઈટાલી બાદ હવે અમેરિકાની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે, દરરોજ 2000થી વધુ લોકો મોતને ભેટી રહ્યાં છે. ત્યારે અમેરિકામાં 40 વર્ષથી સ્થાયી થયેલા વડોદરાના બે NRIના પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ વડોદરાના સાવલીના […]

ગુજરાતના આ પોલીસ જવાને જન્મેલા બાળકનું મોઢું પણ નથી જોયું, છતાં મહિનાથી ખડેપગે બજાવે છે ફરજ, દીલથી સલામ છે!

કોરોના એવી મહામારી છે જે લોકોની ખરી ખરી ટેસ્ટ લઈ રહી છે. એક તરફ લોકો ઘરે રહેવામાં પણ આડોળાઈ કરે છે તો એક તરફ પોલીસના જવાનો ખડેરગે જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ડોક્ટરોને પણ સેકન્ડે સેકન્ડે જીવનો ખતરો છે. ત્યારે એક એવો પોલીસ જવાન કે તેણે તેના પુત્રના જન્મના એક મહિનો થયો છતાં […]

ગણદેવીમાં સામે આવ્યો અજીબોગરીબ કિસ્સોઃ રખડતી ગાયે બે મોઢાંવાળા વાછરડાને આપ્યો જન્મ, પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે પલભરમાં મોત નીપજ્યું

ગણદેવી કેનિંગ ફેક્ટરી સામે મંગળવારે સવારે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. રખડતી ગાયે બે મોઢા, ચાર કાન, ચાર આંખ અને ચાર પગ ધરાવતા દુર્લભ વાછરડાને જન્મ આપ્યો હતો. જો કે ખરાબ સ્વાસ્થ્યને કારણે નવજાત વાછરડાનું પલભરમાં મોત નીપજ્યું હતું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો ગણદેવી ભવાની […]

કોરોનાની રસી શોધવાની દિશામાં ગુજરાતને મોટી સફળતા, આ કામ કરવામાં બન્યું દેશનું એકમાત્ર રાજ્ય

ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે રાજકોટમાં વેન્ટિલેટર બનાવવામાં ગુજરાતીઓ સફળ રહ્યા ત્યાર બાદ PPE સુટ બનાવવામાં પણ સફળ રહ્યા ત્યારે ગુજરાતની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ સિકવન્સ શોધી કાઢવામાં આવી છે જેને કારણે હવે કોરોનીની વેક્સિન અને દવા બનાવવામાં સરળતા રહેશે. CMOના ટ્વીટર પર થઈ ટ્વીટ […]

વડોદરામાં 13 વર્ષની છોકરીને કોરોના ભરખી ગયો, રિપોર્ટ પોઝિટિવ આવ્યાના કલાકોમાં જ થયું મોત

13 વર્ષની એક કોરોના પોઝિટિવ છોકરીનું વડોદરાની હોસ્પિટલમાં મોત થયું છે. ગોત્રીની GMERS હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી આ છોકરી પ્રતાપગઢની હતી, અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના કલાકોમાં જ તેનું મોત થયું હતું. આ ઉપરાંત, શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા 58 વર્ષના મોહમ્મદ હનીફ પઠાણે પણ મંગળવારે દમ તોડ્યો હતો. 8 એપ્રિલે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. […]

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાના નવા 105 કેસ, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ આરોગ્ય વિભાગ

ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આજે રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35 કેસ સુરતમાં નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો છે.રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં […]