Browsing category

સમાચાર

વડોદરામાં લોકડાઉન વચ્ચે જોવા મળ્યું કોમી એકતાનું પ્રતિક, મુસ્લિમ યુવકોએ હિંદુ વૃદ્ધને આપી કાંધ

દેશભરમાં હાહાકાર મચાવી રહેલી કોરોના વાઈરસની મહામારીમાં વચ્ચે વડોદરામાં મુસ્લિમ યુવાનોએ માનવતાનું કામ કરીને હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ કાયમ કરી છે. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મૃત્યુ પામેલા હિંદુ વૃદ્ધને મુસ્લિમ યુવાનોએ કાંધ આપીને અંતિમ સંસ્કાર કર્યાં હતા. મુસ્લિમ યુવાનોએ કહ્યું કે, આજે માનવતાનું આ કાર્ય કરીને અમને લાગે છે કે, પવિત્ર રમઝાન માસની દુઆ અલ્લાહે કબૂલ […]

ગુજરાતની પ્રથમ ખાનગી હોસ્પિટલ આવી સામે: રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

કોરોનાની મહામારીમાં સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલ ક્રાઇસ્ટ હોસ્પિટલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હોસ્પિટલે કોરોનાના દર્દીઓના હિતમાં નિર્ણય લીધો છે. કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ લેવામાં નહીં આવે. કોરોનાના દર્દીઓને ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આધુનિક સુવિધા સાથે ફ્રિમાં સારવાર મળશે. હાલ રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં 50 બેડની COVID-19 હોસ્પિટલ ઉભી કરવામાં […]

વાપીના 37 વર્ષના મુસ્લિમ યુવકે સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદો માટે સંકટ સમયે ઉદાર ભાવના દાખવી રૂ. 1.10 કરોડની અનાજની કીટ વહેચી

વાપી ડુંગરી ફળિયા સાંઇનાથ કોમ્લેક્ષ ખાતે રહેતાં નસરુભાઇ ..ની ઉમંર માત્ર 37 વર્ષની છે, પરંતુ તેમની ગરીબો પ્રત્યેની ઉદારતાં અજીબ છે. કારણ કે કોરોના વાઇરસની મહામારીમાં સૌથી વધારે હાલત ખરાબ ગરીબ પરિવારોની થઇ છે. આવા સંકટના સમયે નસુરભાઇએ તેમની યુવકોને ટીમને દેગામ,કરાયા, લવાછા, મોટાપોંઢા, કોપરલી, છીરી સહિત અનેક ગામોમાં સ્લમ વિસ્તારમાં રહેતાં ગરીબોને અનાજની કીટ […]

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે નિધન, કેન્સરથી પીડિત હતા

બોલિવૂડના જાણીતા એક્ટર ઋષિ કપૂરની મોડીરાતે અચાનક તબિયત બગડવાના કારણે તેમને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે કે 67 વર્ષની વયે બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂરને કેન્સરની સારવાર માટે મોડીરાતે એચએન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉલ્લેખનીય છે […]

કોરોના વાયરસની રસીનું ક્લિનિકલ ટ્રાયલ સફળ, સપ્ટેમ્બરમાં માર્કેટમાં આવી શકે છે

કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે આખી દુનિયામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઘણાં દેશ કોરોના વાયરસની વેક્સિન બનાવવાનો દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બ્રિટનની ઓક્સફોર્ડ જેનર ઈન્સ્ટિટ્યુટમાં કોરોના સામે લડવાની રસી બનાવવા માટેની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ થઈ ગઈ છે. હવે ઈન્સ્ટિટ્યુટને આશા છે કે વેક્સિનને બજારમાં સપ્ટેમ્બર 2020માં ઉતારવામાં આવી શકે છે. […]

સુરતની કોરોના પોઝિટિવ યુવતીનો વીડિયો વાયરલ, “મને અશક્તિ હોવા છતાં અહીં કોઈ મદદ નથી કરતું, શરીર દુઃખે છે, ધ્રુજારી આવે છે”

કોરોના વાયરસ (Coronavirus)ને પગલે હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે. બીજી તરફ કોરોનાની સારવાર માટે દરેક જિલ્લામાં કોવિડ હૉસ્પિટલ (Surat Covid Hospital) ઊભી કરવામાં આવી છે. સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે નવાગામની એક યુવતી (Corona Positive Girl)ને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. યુવતીના પરિવારને સમરસ હૉસ્ટેલ ખાતે ક્વોરન્ટીન (Surat Samras Hostel) કરવામાં આવ્યો છે. આખા પરિવારને […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ, 16 દર્દીના મોત અને 93 સાજા થયા, કુલ દર્દી 4082

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. […]

લૉકડાઉનમાં પોલીસ જોઈને સોસાયટીમાં સંતાયેલા યુવકોને ઠપકો આપવાની બાબતે અદાવત રાખી માતાના એકના એક દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

સમગ્ર ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાષ્ટ્રીય લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દરમિયાન આ લૉકડાઉનમાં સુરત શહેરમાં ગુનાહિત કૃત્યોનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો ત્યારે આજે શહેરના ડીંડોલી વિસ્તારમાં એક માતાએ લૉકડાઉનમાં થયેલા ઝઘડામાં એકનો એક દીકરો ગુમાવ્યો છે. દરમિયાન પુત્રના મોતની જાણ થતા માતા સહિતના પરિવારજનોએ આક્રંદ કર્યુ હતું. મીડિયાના કેમેરા સામે […]

રાજકોટના જંગલેશ્વરની કોરોના પોઝિટિવ મહિલાની ડિલિવરી કરનાર મહિલા તબીબ મનીશા પરમાર, ગાયનેકોલોજીસ્ટ મહિલા તબીબને સલામ

રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતી ગર્ભવતી મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકને પણ જન્મ આપ્યો. પરંતુ આ મહિલાની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટરની હિંમતને પણ સલામ કરવી ઘટે. સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક અને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર મનિશા પરમારે વાતચીતમાં જણાવ્યું હતું કે ઇન્ફેક્શન લાગવાનો ભય તો રહેતો જ હોય છે. પરંતુ […]

ખંભાળીયા બન્યું રશિયન યુવતીનું પિયર, ગર્ભવતી યુવતીની મા જેમ સંભાળ રાખતું સરકારી વહીવટી તંત્ર

કોવીડ-19ના સંક્રમણને કારણે સમગ્ર વિશ્વ આજે નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અમારા દેશમાં પણ કોરોના વાયરસ ફેલાયેલ છે. કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. અમો બીજી માર્ચથી અહીંયા દ્વારકામાં છીએ. મારી પત્ની ગાલીનાને છ મહિનાની પ્રેગ્નન્સી છે.જેથી મેડીકલને લગતી તમામ સુવિધાઓ ગુજરાત સરકાર, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા […]