લૉકડાઉનમાં પોલીસ જોઈને સોસાયટીમાં સંતાયેલા યુવકોને ઠપકો આપવાની બાબતે અદાવત રાખી માતાના એકના એક દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

સમગ્ર ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાષ્ટ્રીય લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દરમિયાન આ લૉકડાઉનમાં સુરત શહેરમાં ગુનાહિત કૃત્યોનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો ત્યારે આજે શહેરના ડીંડોલી વિસ્તારમાં એક માતાએ લૉકડાઉનમાં થયેલા ઝઘડામાં એકનો એક દીકરો ગુમાવ્યો છે.

દરમિયાન પુત્રના મોતની જાણ થતા માતા સહિતના પરિવારજનોએ આક્રંદ કર્યુ હતું. મીડિયાના કેમેરા સામે ચોધાર આસુએ રડતા રડતા માતા બોલી હતી કે ‘મારા જીગરનો ટૂકડો લઈ લીધો હું શું બોલું’

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

બનાવની વિગત એવી છે કે શહેરના ડીંડોલીમાં આવેલા મહાદેવ નગરમાં બહાર કેટલા યુવાનો આવીને બેસી રહેતા હતા અને પોલીસ પેટ્રોલિંગમાં નીકળે ત્યારે સોસાયટીમાં આવીને સંતાઈ જતા હતા. આ દરમિયાન સોસાયટીના બે યુવકોએ આ લુખ્ખા તત્ત્વને ઠપકો આપ્યો હતો.

દરમિયાન ઠપકો આપનાર યુવક રાહુલ કિશન પાટીલ અને રાજા કિશનને લુખ્ખા તત્ત્વ જક્કી ઉર્ફે અજયે પોતાના ચાર સાગરિતો સાથે મળી અને અદાવત રાખી માર માર્યો હતો. આજે જ્યારે આ યુવકે ટ્રેનના પાટે કુદરતી હાજતે ગયા હતા ત્યારે જક્કી પોતાના સાગરિતો સાથે ત્યાં પહોંચી ગયો હતો.

અજય ઉર્ફે જક્કી નામના શખ્સે રાહુલ કિશન અને રાજા કિશનને ઠપકો આપવાની બાબતે અદાવત રાકી અને હુમલો કર્યો હતો. જક્કીના હુમલામાં લોહીલૂહાણ થયેલા રાહુલ કિશનનું મોત થયું હતું.

જક્કીએ તેના સાગરિતો સાથે કરેલા હુમલામાં રાજા કિશન ઘવાયો હતો અને હાલ તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ મામલે ડીંડોલી પોલીસે તપાસ શરૂ કરી ચે. રાજા કિશનને હાલ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સોસાયટીના રહીશોએ જણાવ્યું કે અજય ઉર્ફે જક્કી માથાભારે તત્વ છે અને તેણે અગાઉ પણ અહીંયા ઝઘડો કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો