Browsing category

સમાચાર

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસ

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેના માટે રાજ્ય સરકારે digitalgujarat.gov.in પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે. જેમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કર્યાં બાદ નામ, મોબાઈલ નંબર, આઈડી પ્રૂફ અને ટ્રાન્સપોર્ટેશન અંગેની વિગતો ભરવી પડશે. આપાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા અંગે ગુજરાત પોલીસે ટ્વિટ પણ કર્યું […]

ભાવનગર કલેક્ટર ઓફિસમાં 30 વર્ષ સુધી નોકરી કરતા પ્યુન નિવૃત્ત થતા કલેક્ટરે પોતાની ખુરશી પર બેસાડી આપી વિદાય

ભાવનગર કલેકટર કચેરીના વર્ગ-4ના કર્મચારી હિંમતભાઇ બારૈયા કે જે છેલ્લા ૩૦ વર્ષથી કલેકટર ઓફિસમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલે 30 એપ્રિલના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા તેને વિદાય આપવામાં આવી હતી. નિષ્ઠાપૂર્વકની પોતાની ફરજના અંતિમ દિવસે હિંમતભાઇને કલેક્ટરની ચેમ્બરમાં કલેક્ટરની ખુરશી પર બેસાડી વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પળ તેમના જીવન માટે યાદગાર […]

કોરોનાના દર્દીઓ પર ઈબોલા વાયરસની દવા કરી રહી છે અસર, શિકાગોમાં 125માંથી 123 દર્દીઓ સાજા થઈ ગયા

કોરોના વાયરસ સામે લડી રહેલી દુનિયા માટે એક સારી ખબર છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ઈબોલાના ખાત્મા માટે તૈયાર કરાયેલી દવા રેમડેસિવિર (Remdesivir) કોરોના વાયરસના દર્દીઓ પર જાદુઈ અસર કરી રહી છે. અમેરિકન વૈજ્ઞાનિકોની આ જાહેરાત બાદ હવે આ મહામારી સામેની જંગમાં દુનિયાભરમાં આશાનું નવું કિરણ જાગી ગયું છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 326 નવા કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236, કુલ દર્દી 4,721

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. […]

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

કોરોના સંકટને લઇ PM મોદી અને મંત્રીઓ વચ્ચેની બેઠક યોજાઇ હતી. જેમાં 3 મે બાદ લોકડાઉનને લઇને રણનીતિ પર ચર્ચા થઇ હતી. બીજા તબક્કાના લોકડાઉનને લઇને ચર્ચા કરાઇ હતી. ત્યારે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બે અઠવાડિયા સુધી વધુ લોકડાઉન વધારાયું છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા […]

રાજકોટમાં આજથી ફાકી, તમાકુ અને સિગારેટ પીનાર સામે આ કલમ હેઠળ ગુનો નોંધી કેસ થશે- પોલીસ કમિશનરનો આદેશ

ગુજરાતમાં લોકડાઉનના કારણે સૌથી વધારે ખરાબ હાલત ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા વ્યસનીઓની થઈ છે. સૌરાષ્ટ્રમાં ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા તમાકુની વસ્તુઓના બંધાણીઓ મોટી સંખ્યામાં છે. આ બંધાણીઓ ગુટખા, પાન-મસાલા અને ફાકી લેવા માટે જાત જાતના ઉધામા કરે છે ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નરે તેમના પર તવાઈ લાવીનેમોટા નિર્ણય લીધો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ […]

દેશમાં લોકડાઉન લંબાશે તો કોરોના વાયરસથી નહીં ભૂખમરાથી લોકો મરશે: નારાયણ મૂર્તિ

ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ લાંબા લોકોડાઉનના ખતરા અંગે પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે જો ભારતમાં લોકડાઉન લાંબુ ચાલ્યું તો કોરોના કરતા તેમાં વધારે લોકોનો જીવ જઈ શકે છે. લાંબા લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં લોકો ભૂખથી મરી શકે છે. મૂર્તિએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસને ન્યૂ નોર્મલ (નવી સ્થિતિ જેને સામાન્ય […]

સુરત સિવિલની ઘોર બેદરકારી: બે દિવસ પહેલા હૉસ્પિટલમાંથી ભાગેલ કોરોના પોઝિટિવ દર્દીની લાશ સિવિલમાંથી જ મળી!

બેદરકારી બાબતે જાણે સુરત સિવિલ હૉસ્પિટલ (Surat Covid 19 Hospital)પ્રથમ નંબર મેળવશે તેવો ઘાટ ઘડાયો છે. મંગળવારે સિવિલ હૉસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ એક દર્દી (Corona Positive Patient) ભાગી ગયાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદમાં પોલીસે તેને શોધવા માટે દોડાદોડી કરી હતી. હવે એવા સમાચાર મળ્યા છે કે આ દર્દીની લાશ (Dead Body) સિવિલ હૉસ્પિટલમાંથી જ […]

‘રામ રાખે તેને કોણ ચાખે’ અમદાવાદમાં 4 મહિનાનાં બાળકે માત્ર 7 દિવસમાં કોરોનાને હરાવ્યો

અમદાવાદ શહેરના નરોડા રોડની વિજય મિલની આસપાસના શ્રમજીવી વિસ્તારમાં આવેલી અંબાપુરાંની ચાલીમાં ૪ મહિનાના મહાવીર નામના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગત તા.૧૮મી એપ્રિલના રોજ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સાત દિવસની સારવારમાં બાળકે કોરોનાને હરાવી સ્વસ્થ થઈ ગયો હતો. એસવીપીમાંથી બાળકને ૨૪મી એપ્રિલના રોજ રજા આપી દેવાઈ […]

રાત્રે ચાલવા નીકળતા લોકો સામે પણ કાર્યવાહી થશે, પોલીસ સાઈકલ પર આવીને પકડશે : DGP

કોરોનાના સંક્રમણથી બચવા માટે અમલી કરવામાં આવેલા લોકડાઉનનો હજુ પણ ઘણા વિસ્તારોમાં અમલ થઈ ન રહ્યો હોવાની ફરિયાદો પોલીસને મળે છે. ખાસ કરીને રાત્રિના સમયમાં નાગરિકો ઘરની બહાર વધુ નીકળતા હોવાની મળતી ફરિયાદને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકડાઉનનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. રાત્રે બહાર નીકળતા […]