Browsing category

સમાચાર

ગુજરાતમાં લૉકડાઉન-4 બે તબક્કામાં રહેશે, પ્રથમમાં છૂટ અપાશે, બીજામાં નિયમો બનશે, જાણો નિયમો સાથે કયા વેપાર-ધંધા શરૂ થશે

ગુજરાતમાં લૉકડાઉન-4 નિશ્વિત છે,પણ તે કેવુ રાખવું, કયાં વિસ્તાર,કયાં પ્રકારની દુકાનો, સંસ્થાઓને છૂટ આપવી તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની હાજરીમાં તમામ જિલ્લાના કલેકટરો, મંત્રીઓ સહિતના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા થઇ હતી. આ પછી મળેલી કોર કમિટીની બેઠકમાં એક બાબતે સર્વસહમતિ સધાઇ હતી કે, લૉકડાઉન બે તબક્કામાં રાખવું, પ્રથમ સપ્તાહમાં […]

‘મેરી ઈતની બેઈજ્જતી કભી નહીં હુઈ’, સુરતમાં જામીન પર છૂટ્યા બાદ કરિયાણાના વેપારીને લાગી આવતા આપઘાત કરી લીધો

કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે, તેવામાં સચિન વિસ્તારમાં એક અનાજ કરિયાણાના દુકાનદારને પોલીસે ઝડપી પાડી, તેના ઘર નજીક ઉઠક બેઠક કરાવી હતી અને 4 હજાર રૂપિયા લઇને જામીન ઉપર છોડ્યો હતો. જોકે આ વાતનું માઠું લાગી આવતા જામીન પર છૂટ્યાના બે […]

“આત્મહત્યા કરવાનું મન થાય છે, પણ શું કરીએ, વતનમાં કુટુંબ છે” પરપ્રાંતિય મજૂરોએ જણાવી આપવીતી

લોકડાઉનમાં ગરીબ-મધ્યમ વર્ગની સ્થિતિ દયનિય બની છે. બીજા રાજ્યોમાંથી મજૂરી કામ કરવા આવેલા સરકારી સહાયના અભાવે નર્ક જેવું જીવન વિતાવી રહ્યા છે. અમદાવાદથી ઉત્તરપ્રદેશ જવા 19 લોકો શહેરની ગોલ્ડન ચોકડીએ આવી પહોચ્યા હતા. તેઓને સરકારી સહાય તો ઠીક ત્રણ દિવસથી જમવાનું પણ નહી મળતા હાલત કફોડી બની હતી. આ લોકડાઉન દેશ માટે કપરો સમય લઈને […]

કોરોનાનો ફફડાટ એવો કે આખું ગામ ખાલી થઈ ગયું, સૌરાષ્ટ્રના આ ગામમાં પોઝિટિવ કેસ આવતા લોકો સામાન સાથે ખેતરમાં ચાલ્યા ગયા

કોરોનાનો પેસારો હવે શહેરથી ગામડાઓ (Villages)માં પણ ફેલાયો છે. સરકારે જિલ્લા સ્થળાંતરની મંજૂરી સાથે છૂટ આપતા શહેરના લોકો ગામડાઓમાં પહોંચી રહ્યા છે. જેના પગલે ગામડાઓમાં પણ કોરોના (Coronavirus) ફેલાયો છે. સુરેન્દ્રનગર (Surendranagar)ની વાત કરવામાં આવે તો અહીં ગામમાં બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Report) આવતા આખું ગામ ખાલી થઈ ગયું છે. ચેપ ન ફેલાય […]

અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, 15 મેથી આ નિયમો સાથે શરૂ થશે શાકભાજી-કરિયાણાની દુકાનો, જાણો બીજી શું છુટછાટ મળશે?

હાલ સુપર સ્પ્રેડર્સને કારણે અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉન છે. જેમાં શાકભાજીની લારીઓ અને કરિયાણાની દુકાનો પણ બંધ છે. પણ 15 મેથી અમદાવાદીઓને આ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. આજે ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે દુકાનો ખોલવાની સાથે જરૂરી નિયમો પાળવાના રહેશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 362 કેસ, 24 દર્દીના મોત અને 466 ડિસ્ચાર્જ, કુલ 8904 કેસ

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયે છે, ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 362 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં […]

પત્નીના જીવતેજીવ પતિએ શરૂ કરી તેના અંતિમ સંસ્કારની તૈયારી, આખી કહાની જાણીને તમારી આંખો ભરાઈ જશે

બિહારનો રહેવાસી એક શખસ પોતાની બીમારી પત્ની ગંભીર હાલત જોઈને એ હદે ભાંગી પડ્યો છે કે, તેણે પત્નીનાં જીવતેજીવ જ તેનાં અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ મહિલાની અંતિમ ઈચ્છા ફક્ત એટલી છે કે, તે પોતાના બાળકોને એકવાર જોવા માગે છે, તેમને મળવા ઈચ્છે છે. પણ તેના પતિ પાસે એટલા પૈસા નથી […]

સુરતમાં કોરોના વોરિયર્સની પઝવણી : જીવના જોખમે દર્દીઓની સારવાર કરતી નર્સને સોસાયટીના લોકો પરેશાન કરતા હોવાની નોંધાય ફરિયાદ

કોરોનાની મહામારી (Corona Pandemic) દરમિયાન હેલ્થકેર સ્ટાફ (Healthcare Staff) પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરી રહ્યો છે. તેમને કોરોના વૉરિયર્સ (Corona Warriors) કહેવામાં આવે છે. લોકો તેમનું સન્માન કરે છે અને તેમના પર ફૂલોની વર્ષા કરે છે. જોકે, તેનાથી વિરુદ્ધ સુરતમાં એક ખાનગી હૉસ્પિટલ (Private Hospital)માં કામ કરતી નર્સને સોસાયટીના લોકો પરેશાન કરતા હોવાની […]

ખાખીની અસ્મિતાને ઉજાગર કરતો કિસ્સો: પિતાને સન્માન સાથે દફનાવી દેજો, મારી ઉપર પણ એક મોટી જવાબદારી હોવાથી હું નહીં આવી શકું, જન્નતમાં મુલાકાત કરી લઇશું…

હાલ લોકડાઉનનાં કપરા સમય વખતે ખડે પગે ફરજ બજાવતા પોલીસકર્મીઓ ઉપર કાયદો અને વ્યવસ્થાની સવિશેષ જવાબદારી હોય ત્યારે ચાલુ ફરજે પિતાનાં મોતનાં સમાચાર આવ્યા બાદ ૨૫૦ કિ.મી.થી દુર પિતાની અંતિમયાત્રામાં ૩૦ મિનિટ માટે જોડાઇ પૂનઃ ફરજ ઉપર હાજર થવા માટે નીકળી ખાખીની અસ્મિતાને ઉજાગર કરતો કિસ્સો માંગરોલ તાલુકાનાં હથોડા ખાતે પ્રકાશમાં આવ્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ […]

લૉકડાઉનમાં સુરતમાં રત્નકલાકાર પતિનું કામ બંધ થતા ગર્ભવતી પત્નીનો આપઘાત, બે સંતાનોએ માતાની છાયા ગુમાવી

શહેરમાં લૉકડાઉન થવાના કારણે અનેક લોકો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. લૉકડાઉનમાં અનેક લોકોએ સુરતમાં રોજીરોટી ગુમાવી છે. જોકે, નોકરી ગુમાવી રહેલા કામદારોની સ્થિતિ કેવી વરવી થઈ શકે તેની એક અરેરાટી છોડાવતી ઘટના સુરતમાં ઘટી છે. રત્નકલાકાર પતિએ લૉકડાઉનમાં નોકરી ગુમાવતા તેની ચિંતામાં ગર્ભવતી પત્નીએ આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો છે. સુરતમાં […]