Browsing category

સમાચાર

મજબૂર શ્રમિકની આ તસવીર તમારી આંખો ભીની કરશે, સાઈકલ પર બોરી, બોરીમાં દિવ્યાંગ દીકરી… મજૂરી હવે મજબૂરીમાં ફેરવાઈ ગઈ

કોરોના વાયરસ સામે જંગ ચાલી રહી છે. ક્યારે ખતમ થશે તેના વિશે કોઈ જાણ નથી. એટલું નિશ્ચિત છે કે આ વાયરસથી થનારા નુકસાનની સૌથી વધારે અસર ગરીબો, દેહાડી શ્રમિકો પર પડી છે. લોકડાઉનને લીધે મજૂરી હવે મજબૂરીમાં ફેરવાઈ ગઈ છે. મજૂરી મળતી બંધ થઈ ગઈ છે. પૈસા ન હોવાને લીધે શ્રમિકોએ તેમના વતન તરફ પ્રયાણ […]

પોલીસનો માનવીય ચહેરો ઉજાગર થયો: વૃદ્ધ મહિલાની અર્થીને કાંધ આપવા માટે કોઈ પાડોશીઓ આગળ ન આવતા પોલીસે આપી કાંધ

પૂરો દેશ કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યો છે. મહાનગર મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને ચેન્નઈ કોરોના વાયરસ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છે અને આ શહેરોમાં મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કાળમાં પરિસ્થિતિ એવી બની ગઈ છે કે લોકો દુઃખની પરિસ્થિતિમાં પણ એકબીજાનો સાથે આપવા આગળ આવી રહ્યા નથી. […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલ બની કોરોનાનું કબ્રસ્તાન, સાજા થવા કરતા તો મરનારની સંખ્યા વધારે છે

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાનું સ્મશાન બની ગઈ છે. કેમ કે અહીં દાખલ કરવામાં આવતા કોવિડ-19ના દર્દીઓના રિકવરી રેટની સામે મૃત્યુ પામનાર ઘણા વધારે છે. આ ફક્ત દાવો નથી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહામારીની શરુઆત થયા બાદ માર્ચથી મે મહિના સુધી દરરોજ સવારે જાહેર કરવામાં આવેલ આંકડાનું પૃથ્થક્કરણ અમારા સહયોગી […]

ટ્રમ્પે WHOને આપી ખુલ્લી ધમકી: 30 દિવસમાં સુધરી જાઓ, નહીં તો હંમેશા માટે…

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે જો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આવતા 30 દિવસની અંદર હકીકતમાં સુધરવાનું વચન આપ્યું નહીં તો અમેરિકા WHOના ફંડિંગમાંથી હંમેશા માટે હટી જશે. WHOના મહાનિર્દેશક ડૉકટર ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયરેસસને લખેલા એક પત્રમાં અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે કોરોના વાયરસને લઇ તમારા સંગઠનની વારંવાર ભૂલની સજા આખી દુનિયા ભોગવી રહ્યું છે. ટ્રમ્પે […]

શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોકને જોરદાર ઝટકો લાગ્યો છે, રેટિંગમાં થયો ધરખમ ઘટાડો

શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોકને જોરદાર ઝટકો લાગ્યો છે. આ મોબાઇલ એપની રેટિંગ ગૂગલ પ્લે સ્ટોર પર 4.7થી ઘટી 2 અંક પર પહોંચી ગઇ છે. આ પહેલા ટિકટોક એપની રેટિંગ 5.8 હતી, જે ઘટીને ત્રણ દિવસમાં 4.7 પર પહોંચી ગઇ છે. ખરેખર ટીકટોકના રેટિંગમાં ઘટાડાનું કારણ ટિકટોક અને યૂટ્યૂબ વચ્ચે ચાલી રહેલ વર્ચુઅલ લડાઇને માનવામાં […]

અમેરિકાથી આવ્યા સારા સમાચાર, અમેરિકાની પ્રથમ વેક્સીન mRNA-1273નું માણસ ઉપર ટ્રાયલ સફળ, રસી બનાવનાર કંપની મોડર્નાના શેર 30% વધ્યા

કોરોના વાઈરસને લીધે ફેલાયેલી મહામારી અટકાવવા માટે ચાલી રહેલા વેક્સીનના પ્રથમ તબક્કાના ટ્રાયલના સારા સમાચાર અમેરિકામાંથી આવ્યા છે. અહીં પહેલા કોરોના વેક્સીન મેળવનાર વ્યક્તિઓ પર ટ્રાયલના ખૂબ જ સારા પરિણામો જોવા મળ્યા છે.આ વેક્સીન તૈયાર કરનારી બોસ્ટન સ્થિત બાયોટેક કંપની મોર્ડનાએ સોમવારે સાંજે જણાવ્યું હતું કે જે લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે તેમના […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું કોરોનાથી મોત, મહામારીની જંગમાં દર્દીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું

અમદાવાદ સિવિલની કોવિડ-19 હોસ્પિટલના હેડ નર્સ કેથરિન ક્રિશ્ચિયનનું કોરોનાથી મોત થયું છે. કોરોના સામેની જંગમાં લડત આપતા આખરે કેથરિનનું મોત થતા રાજ્યના આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં શોકની લાગણી ફેલાઈ છે. ગુજરાતના આરોગ્ય મંત્રી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શોક વ્યક્ત કર્યો છે. નીતિન પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘કોરોના મહામારીની […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાનાં વધુ 395 પોઝિટિવ કેસ નોંધાયા, 25નાં મોત, કુલ આંકડો 12141 થયો

ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર […]

આજથી ગુજરાત લોકડાઉનમુક્ત: આખરે જનજીવન ધબકતુ થયું, દુકાનદારો સાફ સફાઈ કરતા નજરે ચડયા

ગઈકાલે રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ આખરે આજે ગુજરાત લોકડાઉન મુક્ત થયું છે. 60 દિવસ બાદ ગુજરાતનું જનજીવન ધબકતુ જોવા મળ્યું. લોકો કોઈ પણ જાતના ડર વગર રોડ પર નીકળ્યા. કરિયાણા અને દૂધ-દવા સિવાયની દુકાનો ધીરે ધીરે ખૂલવા લાગી. ગુજરાતનો શ્વાસ પાછો આવ્યો હોય તેવુ રસ્તા પર આજે અનુભવાયેલુ જોવા મળ્યું. લોકોએ કોરોનાને ભૂલીને રાબેતા […]

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી આવી સામે, કોરોનાથી મોતને ભેટેલી મહિલાનો મૃતદેહ 4 કલાક સુધી ટોઈલેટમાં પડ્યો રહ્યો

કોરોનાની સારવાર માટે સિવિલમાં બનાવેલી કોવિડ-19 હોસ્પિટલમાંથી અનેક બેદરકારીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સિવિલમાં કોરોનાના દર્દીઓની સારવારમાં કરાતી બેદરકારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં અસારવા સિવિલના કિડની વોર્ડમાં બનાવેલી કોવિડ હોસ્પિટલમાં ટોઈલેટ કમોડ પર કોરોનાગ્રસ્ત મહિલા મૃત હાલતમાં મળી આવી. રવિવારે લોકલ ગ્રુપમાં ફરતા થયેલો આ વિડીયો હોસ્પિટલ સત્તાધિકારીઓની ગંભીર બેદરકારીની […]