Browsing category

સમાચાર

સુરતમાં સાડીમાં જોબવર્ક કરનાર યુવકે વીડિયો બનાવીને આપઘાત કર્યો, ‘હું મારી મરજીથી મોતને ભેટું છે, આ પાછળ કોઈ જવાબદાર નથી’

સુરતના પુણા વિસ્તારમાં રહેતા અને સાડી- ડ્રેસના જોબવર્કનું કામ કરતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. છેલ્લા કેટલાક મહિનાથી કાપડ બજારમાં મંદી આવતા આર્થિક સંકડામણમાં પગલું ભરી લીધું હતું. અંતિમ પગલુ ભરતાં અગાઉ યુવાને વીડિયો બનાવ્યો હતો. જેમાં હું મારી મરજીથી મોતને ભેટું છે. આ પાછળ કોઈ જવાબદાર નથી તેવું જણાવ્યું હતું. મારે દેવું […]

સામાન્ય જનતા બાળક સાથે બાઈક પર ત્રીપલ સવારીમાં નીકળે તો દંડ, અને ખુલ્લી જીપમાં સીઆર પાટીલ 10 નેતા સાથે રેલી કાઢે તો કશું નહીં

ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજકાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિસ્તાર સમા સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન જ્યાં જ્યાં પ્રદેશ પ્રમુખ ગયા ત્યાં ત્યાં કોરોનાની ગાઈડલાઈન્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘દો ગજ કી દૂરી’નું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું છે. શંકરસિંહ વાઘેલા સાથે સંકળાયેલા પાર્થેશ પટેલે એક તસવીર શેર કરી છે, જેમાં સીઆર […]

નકલી પુસ્તક કૌભાંડનો સૌથી મોટો પર્દાફાર્શ, ભાજપના જ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતા હતા નકલી પુસ્તકો

NCERTના નકલી પુસ્તકોનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં 35 કરોડની કિંમતના પુસ્તકો મળ્યા છે. નકલી પુસ્તકોના કૌભાંડમાં ભાજપ નેતાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં NCERTના નકલી પુસ્તકોનું કૌભાંડ પકડાયું છે. ભાજપના નેતાએ નકલી પુસ્તકો છપાવ્યા હોવાનો ખુલાસો થતા રાજકારણ ગરમાયું છે. ભાજપનાં જ પ્રિન્ટિંગ પ્રેસમાં પુસ્તકો છપાતા હતા. […]

મોરબી હાઈવે પર મોટા-મોટા ખાડા પડી જતાં યુવાનોએ તંત્રની આંખ ઉઘાડવા ખાડામાં વૃક્ષ વાવી અનોખી રીતે ધ્યાન ખેંચવાનો કર્યો પ્રયાસ

મોરબીમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ત્રાજપર નજીક આવેલા મોરબી વાંકાનેર હાઈવે પર પણ ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એટલું જ નહીં લખધીરપુર રોડ પણ અતિ બિસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો જોકે આ […]

ત્રણ વર્ષની દીકરી સાથે આપઘાત કરી લેનાર સુરતની કોમલની હચમચાવી દેતી સુસાઇડ નોટ સામે આવી

સુરતમાં પુણા ખાતે એક પરિણીતાએ પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે આપઘાત કરવાના કેસમાં મૃતકના પિતાએ તેના જમાઇ આશિષ, સસરા દેવેન્દ્ર સાસુ રચના, જેઠ અભિષેક, જેઠાણી નિકિતા સામે આપઘાતની દુષ્પ્રેરણા અને દહેજની ફરિયાદ નોંધાવી છે. એવી માહિતી મળી છે કે કોમલ અને આશિષે પ્રેમ લગ્ન કર્યા હતા. એવી પણ વિગત સામે આવી છે કે કોમલના પિતાએ […]

એવરેસ્ટ મસાલાના માલિક વાડીલાલ શાહનું નિધન, પાંચ દિવસમાં પરિવારમાં બીજું નિધન

પાંચ દાયકાથી પણ વધુ જૂની એવરેસ્ટ મસાલા બ્રાન્ડના સ્થાપક અને માલિક વાડીલાલ શાહનું 21 ઓગસ્ટે મુંબઈ ખાતે અવસાન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. મૂળ જામનગર જીલ્લાના વતની વાડીકાકાના હુલામણા નામથી જાણીતા હતા. તેમના પુત્ર રાજીવ અને સંજીવ શાહે આ અંગે જાણકારી આપી હતી. શાહ પરિવારમાં પાંચ દિવસમાં આ બીજું મૃત્યુ થયું છે. 16 ઓગસ્ટના […]

ગુજરાતના વાહન ચાલકો પર વધુ એક બોજ: PUC સર્ટિફિકેટના દરમાં કરાયો તોતિંગ વધારો

રાજ્ય સરકારે વાહનોની PUC(પોલ્યુશન અંડર કન્ટ્રોલ) સર્ટિફિકેટના દરમાં 50થી લઈ 140 ટકાનો તોતિંગ વધારો કર્યો છે. આ નવા વધારા મુજબ, ટુ-વ્હીલરના દરમાં રૂ.10 એટલે કે 50 ટકાનો વધારો કરી રૂ.20ને બદલે રૂ.30 કરવામાં આવ્યા છે. જ્યારે થ્રી વ્હીલર વાહનોના દરમાં રૂ.35નો એટલે કે 140 ટકાનો વધારો ઝીંકીને રૂ.25ના રૂ.60 કરવામાં આવ્યા છે. તેમજ ફોર વ્હીલર(પેટ્રોલ)ના […]

કેરળમાં ગર્ભવતી હાથણીના મોતની ઘટનાના બાદ ગર્ભવતી ભેંસની હત્યાની ઘટના સામે આવી, છ લોકોની ધરપકડ

કેરળમાં ગર્ભવતી હાથણીના (Pregnant elephant) મોતના આશરે બે મહિના બાદ એક ગર્ભવતી જંગલી ભેંસને (Pregnant wild buffalo) મારીને તેના માંસને ખાવાની ઘટના સામે આવી છે. મલપ્પુરમ જિલ્લામાં કેટલાક લોકોએ ગોળી મારીને એક ગર્ભવતી જંગલી ભેંસને મારી નાંખી હતી. રાજ્યના વન અધિકારીઓએ 10 ઓગસ્ટે બનેલી આ ઘટનાના પગલે મલપ્પુરમ જિલ્લાના છ મૂળ નિવાસીઓની ધરપકડ કરી છે. […]

આવા ભંગાર રસ્તાનો શેનો ટોલટેક્સ? ગીર-સોમનાથમાં ટોલનાકે વાહનચાલકોએ કરી બબાલ, જુઓ વીડિયો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ બાદ અનેક હાઈવે ધોવાઈ ગયા છે. જો કે તેમ છતાંય ટોલટેક્સ ઉઘરાવાઈ રહ્યો હોવાથી વાહનચાલકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આવી જ એક ઘટનાનો વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાક વાહનચાલક પહેલા રસ્તા સરખા કરાવો, પછી ટોલ ટેક્સ આપીશ તેમ કહી ટોલ આપવા આનાકાની કરી રહ્યા છે, […]

અભણ પિતાનું દીકરાને ભણાવવાનું ઝનૂન તો જુઓ, પોતાના દીકરાને પરીક્ષા અપાવવા માટે 105 કિલોમીટર દૂર સાયકલ ચલાવીને પહોંચ્યા

કોવિડ-19 જેવી મહામારીને લઇને જ્યાં છેલ્લા કેટલાક દિવસથી બસો બંધ થવાના કારણે સામાન્ય લોકો પરેશાન છે. તો વિદ્યાર્થીઓ પણ કોરોનાના કારણે મુશ્કેલીમાં છે. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક પિતા પોતાના દીકરાને પરીક્ષા અપાવવા માટે 105 કિલોમીટર દૂર સાયકલ પર બેસાડીને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે એવા બાળકો જેઓ 10માં અને 12માં ધોરણમાં પાસ નથી […]