ભારતમાં કોવીશીલ્ડ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ લેનાર વ્યક્તિને સાઈડ ઈફેક્ટ થતાં 5 કરોડનું વળતર માંગ્યું
પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવાઈ રહેલી કોવિશીલ્ડ વેક્સિનના એક વોલેન્ટિયર અને ચેન્નઈના 40 વર્ષીય બિઝનેસ કન્સલ્ટન્ટને ટેસ્ટ માટેનો ડોઝ અપાયા પછી ન્યૂરોલોજિકલ સમસ્યા થઈ હોવાની ફરિયાદ કરીને 5 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. બીજી બાજુ, સીરમે આ આરોપને ફગાવી દઈ આ વ્યક્તિ સામે 100 કરોડનો દાવો કરવાની તૈયારી કરી છે. આ આરોપ ખોટા છે અને […]