Browsing category

સમાચાર

રાજકોટમાં 8 ચોપડી પાસ ઠગો ભણેલા-ગણેલાઓને છેતરતા, ચાર યુવતીઓ સહિત સાતની ધરપકડ કરાઈ

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનરની કચેરીથી માત્ર 300 મીટર દૂર ફોરેક્સ ટ્રેડિંગના નામે ઠગાઈ કરનારી ચાર યુવતીઓ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીથી 300 મીટર દૂર આવેલા સ્ટાર પ્લાઝામાંથી […]

રાજકોટમાં બેફામ ઈ-મેમો આપતા પોલીસ તંત્ર સામે યુવા લોયર એસો. કાનૂની લડત આપશે, ઇ-મેમોના દંડની રકમનો કેસ જો 6 માસમાં કોર્ટમાં દાખલ કરવામાં ન આવે તો કાયદા મુજબ તે લેણું વસુલ કરી શકાતું નથી

છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં રાજમાર્ગો પર આઇવે પ્રોજેકટ હેઠળ સી.સી.ટી.વી. લગાવાયા છે. પણ આ CCTVનો ઉપયોગ વાહનચાલકો વિરૂદ્ધ કરવામાં આવી રહ્યો છે. CCTV નાખવાનો ઉદેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતિઓ, દબાણો અટકાવવા માટે હતો. પણ 70 કરોડના આઈવે પ્રોજેક્ટ દ્વારા પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 100 કરોડના ઉઘરાણા કરવામાં આવ્યાં છે. […]

માંડવીના દરિયામાં સ્પીડ બોટ ડૂબતાં અમદાવાદની મહિલાનું મોત, સેલ્ફીના ચક્કરમાં સર્જાઈ દુર્ઘટના

માંડવી બીચ પર આડેધડ ચાલતા વોટર સ્પોર્ટ્સ સામે સુરક્ષાના અનેક પ્રશ્નો છે. અવારનવાર ગંભીર ઘટનાઓ બનતી હોવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. એના પરિણામે ઉત્તરાયણના દિવસે વધુ એક કરુણ ઘટના બની હતી. દરિયામાં સ્પીડ બોટ ઊંધી વળતાં અમદાવાદથી આવેલા એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબ્યા હતા, જેમાં ચારનો બચાવ થયો હતો, જ્યારે મહિલાનું મોત […]

પતંગની દોરી વાગી જશે બાઈક ધીરે ચલાવવાનુ કહેતા ઉત્તરાયણના દિવસે જ સંજય ઠાકોરની હત્યા, બે આરોપીની ધરપકડ

અમદાવાદ ગ્રામ્યના (Ahmedabad rural) સાણંદમા ઉત્તરાયણના (Uttarayan) દિવસે ખુની ખેલ ખેલાયો હતો. પંતગની દોરી માટે બાઈક ધીમે ચલાવવાનુ કહેતા બે પક્ષો વચ્ચે થયેલી અઠડામણમા એક યુવકનુ મૃત્યુ થઈ હતી. સાણંદ પોલીસે (Sanand police) હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદના સાણંદ ગામમા સામાન્ય બાબતે થયેલી તકરારે હિસંક સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમા એક […]

ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુભાઈ પંડ્યાનું હાર્ટએટેકથી વડોદરામાં નિધન, બંને દીકરાએ પિતાંબર પહેરી કાંધ આપી, દેહ પંચમહાભૂતમાં વિલિન

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે વડોદરામાં નિધન થયું હતું. સવારે હૃદયરોગનો હુમલો થતાં ક્રિકેટરબંધુના 71 વર્ષીય પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું, જેથી કૃણાલ પંડ્યા હાર્દિક બંને પુત્રો ઘરે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પરિવાર, સંબંધીઓ સહિતના હાજર રહ્યા હતા. જ્યારે બંને […]

ઓનલાઇન ગેમ રમત લોકો સાવધાન: નકલી પીએસઆઇ બની તીનપત્તીની 650 કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરનારને અસલી પોલીસે પકડ્યો

એક યુવકના મિત્રને અજાણી વ્યક્તિએ ફોન કરી પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અને બાદમાં એલસીબી પીએસઆઇ તરીકેની ઓળખ આપી ફેસબુક એકાઉન્ટની માહિતીઓમાં તીનપત્તીની સાડા છસ્સો કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી લેવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી. જે કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે વડોદરામાં રહેતા યુવકની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તે બેકાર છે અને […]

રામ મંદિર માટે ગુજરાતીઓએ દાનનો ધોધ વહાવ્યો, ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડ, જયંતી કબુતરાવાલાએ 5 કરોડ આપ્યા

અયોધ્યા (Ayodhya)માં બની રહેલા રામ મંદિર (Ram Mandir)ના નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનની શરૂઆત થઇ છે. તેના અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind)એ સૌથી પહેલાં પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું. ત્યારબાદ મધ્યપ્રદેશ (Madhyapradesh)ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ એક લાખ રૂપિયાનું દાન આપ્યું. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતી (Gujarati)ઓએ રામ મંદિરના નિર્માણ માટે […]

સુરતની કરૂણ ઘટના! માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા દીકરીનો આપઘાત, ઉત્તરાયણે જ દવા પીને જિંદગી ટૂંકાવી

ઑનલાઇન એજ્યુકેશનની (Surat) બાબતે માતાએ મીઠો ઠપકો આપતા દીકરીને માતાની (Daughter Suicide) જ વાતનું એવું લાગી આવ્યું કે ઉત્તરાયણના દિવસે આપઘાત કરી લીધો હતો. સુરતની આ કરૂણ ઘટનાના પગલે મૂળ મહેસાણાના (Mahesana) પટેલ પરિવાર માથે વજ્રાઘાત પડ્યો છે. પરિવારે એકની એક લાડકવાયી ગુમાવતા આક્રંદ છવાઈ ગયો. મૃતક ખુશી પટેલ ધોરણ 10ની વિદ્યાર્થિની હતી અને તેણે […]

રામ મંદિરના નામે દાન આપતા પહેલા ચેતી જજો, ભગવાનનાં નામે ધૂતારા થયા સક્રિય

અયોધ્યામાં રામ મંદિર (Ayodhya Ram Mandir)નું નિર્માણ થવા જઈ રહ્યું છે જેને લઈને સમગ્ર દેશમાં નિધિસમર્પણનું નામ આપીને લોકો પાસે દાન ઉઘરાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જો કે, હવે રામ મંદિરનાં નામે રોકડી કરતા ઠગો સામે આવી રહ્યા છે. સુરત (Surat)ના નાનાવરાછા ચીકુવાડી પાસે એક યુવક ડુપ્લીકેટ રસીદ બનાવીને લોકો પાસેથી ફંડ (Fund) ઉઘરાવી […]

અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલા પર હાથ ઉપાડ્યો: માસ્કના દંડની રકઝકમાં વચ્ચે પડેલી યુવતીને બે લાફા ઝીંકી દીધા! વિડિયો વાઇરલ

માસ્કના દંડને લઈ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના અનેક બનાવો બની રહ્યા છે. માસ્કના દંડના ટાર્ગેટ પૂરા કરવાને લઈ પોલીસ લોકો પાસે ગમે તે રીતે દંડ વસૂલી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ હવે કેવી ગુંડાગીરી પર ઊતરી આવી છે એનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં એક યુવકને પોલીસ માસ્કના દંડને લઈ ગાડીમાં […]