ઑનલાઇન એજ્યુકેશનની (Surat) બાબતે માતાએ મીઠો ઠપકો આપતા દીકરીને માતાની (Daughter Suicide) જ વાતનું એવું લાગી આવ્યું કે ઉત્તરાયણના દિવસે આપઘાત કરી લીધો હતો. સુરતની આ કરૂણ ઘટનાના પગલે મૂળ મહેસાણાના (Mahesana) પટેલ પરિવાર માથે વજ્રાઘાત પડ્યો છે. પરિવારે એકની એક લાડકવાયી ગુમાવતા આક્રંદ છવાઈ ગયો. મૃતક ખુશી પટેલ ધોરણ 10ની વિદ્યાર્થિની હતી અને તેણે આ પગલું ભરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
બનાવની વિગત એવી છે કે મૂળ મહેસાણાના વતની પ્રકાશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે ડીંડોલીના આલોક રેસિડન્સી વિસ્તારમાં રહે છે. ગઈકાલે તેમનો પરિવાર ધાબા પર પચંગ ચગાવી રહ્યો હતો ત્યારે અચાનક તેમની પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા પરિવારે ખુશીને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરી હતી પરંતુ તેનો પ્રાણ છુટી ગયો હતો.
મૃતક દીકરીના પિતા ઝેરોક્ષના વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્યારે માતા ગૃહિણી છે. બનાવની વિગતો મુજબ માતાએ દીકરીની હાજરીમાં શિક્ષિકાને ફોન કરીને તેણે હોમવર્ક ન કર્યુ હોવાનો ઠપકો આપ્યો હતો. જોકે, આ ઘટના બાદ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતી દીકરીને એટલું માઠું લાગી આવ્યું કે તેણે જિંદગી ટૂંકાવી લેવાનું પગલું ભરી દીધું.
સમગ્ર પરિવારે જ્યારે ધાબા પર પતંગની મજા માણી રહ્યો હતો ત્યારે ખુશીએ ઝેરી દવા ગટગટાવી હતી. આમ પરિવારે પોતાની લાડકવાયી ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાને પગલે માતા શોકમાં ગરકાવ છે જ્યારે ડિંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સંતાનોનો ગુસ્સો માબાપા માટે આફત
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી હકિકત એવી આવી રહી છે કે મૃતક ખુશી પટેલનો સ્વભાવ ગુસ્સાવાળો હતો તેવું પરિવારે જણાવ્યું છે. આવા કિસ્સામાં બાળકોને માતાપિતા ઠપકો પણ ન આપી શકે તો શું કરવું તે વિષય મનોવૈજ્ઞાનિકો માટે પણ તપાસનો છે. સગીર દીકરા-દીકરીઓમાં સહનશીલતાનો એટલો અભાવ વધી રહ્યો છે કે તેઓ નાની નાની વાતમાં આત્મહત્યા કરતા અચકાતા નથી
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..