Browsing category

સમાચાર

સુરતમાં બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, અકસ્માત ના દૃશ્યો સામે આવ્યા

સુરત (surat) નજીક આવેલા કોસંબા પાસે (kosmba) બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (car and bike accident) સર્જાયો હતો ગત તારીખ 11મી માર્ચના રોજ કોસંબા નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઇક સ્લીપ થતાં સામેથી આવતી તો કાર પલટી ગઈ હતી ઇકો કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લોકોને તથા બાઇક પર જતા વ્યક્તિઓને ઈજા […]

માતા દીકરીના ઘરે ડિલિવરી માટે રહેવા ગયા ને વેવાઈ સાથે પ્રેમ થઈ ગયો, જમાઈના મોત બાદ દીકરીને બીજે પરણાવી બંને સાથે રહેવા લાગ્યાં

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વેવાણ અને વેવાઇ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મહિલા દીકરીના ઘરે ડિલિવરી વખતે તેના ઘરે આવતા આંખ મળી ગઈ હતી બાદમાં જમાઈનુ મોત થતા મહિલાએ દીકરીને બીજે પરણાવી પોતે પૂર્વ વેવાઈ સાથે રહેવા લાગી હતી. દીકરીના બીજા લગ્નમા સાસરિયાઓ મારપીટ કરતા પરત આવી હતી. દીકરીને માતા તેના પૂર્વ સસરા સાથે રહે તે […]

કડીમાં 32 દિવસની બાળકીનું ગળું દબાવીને પરિવારે કરી હત્યા? એક વર્ષ પછી આ રીતે ફૂટ્યો ભાંડો

સામાન્ય રીતે આપણે દીકરીને (Baby girl) ઘરની લક્ષ્મી માનતા હોઇએ છીએ પરંતુ હજી પણ એવી માનસિકતાવાળા લોકો છે જે દીકરીને હજી ભાર માને છે. હજી એવા વિચારોવાળા લોકો છે જેને પુત્રનો મોહ છે. ત્યારે મહેસાણાના (Mahesana) કડીમાં (Kadi) એક રૂંવાટા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. મહેસાણાના કડીના કરણનગર રોડ પરના રાજભૂમિ ફ્લેટની આ […]

‘પતિ- પત્ની ઓર વો’નો લોહીયાળ કિસ્સો, ત્રણ સંતાનની માતાને થયો પ્રેમ, પ્રેમિએ કુદરતી હાજતે ગયેલા પતિને રહેંસી નાખ્યો

જિલ્લામાં હત્યા, મારા મારી જેવી ઘટના સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક હત્યાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ વખતે અનૈતિક સંબંધમાં પતિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી પુરા ગામમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેર નજીક આવેલા રતનપુર […]

સેલ્વાસમાં ચાર વર્ષની બાળકીની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા, મૃતદેહ કોથળામાંથી મળ્યો, પાડોશીની અટકાયત

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના (Sangh Pradesh Dadra Nagar Haveli) નરોલી (Naroli) વિસ્તારમાં 4 વર્ષની બાળકીનો (Bby girl) હત્યા (murder) કરાયેલી હાલતમાં કોથળામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સમયે અચાનક ગુમ થઇ ગઇ હતી. થોડા સમય સુધી બાળકી ઘરે […]

હચમચાવી દેતો બનાવ: આર્થિક તંગીમાં પરિવારના પાંચ સભ્યોએ કર્યો આપઘાત, કોલસા વેચીને ચલાવતા હતા ગુજરાન

બિહારના સુપૌલમાં આર્થિક તંગીથી પરેશાન થઈને એક પરિવારના પાંચ લોકોએ આપઘાત કરી લીધો છે. માતા-પિતા અને ત્રણ બાળકોએ સામુહિક આપઘાત કરી લીધો છે. સમાચાર સામે આવતા જ આસપાસના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ કેસ રાધોપુર પોલીસ મથક હેઠળ આવતા ગદ્દી ગામનો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, છેલ્લા શનિવારે આ પરિવારના સભ્યોને જોયા હતા. જે […]

પહેલી એપ્રિલથી આ 8 બેંકોની જૂની ચેકબુક નહીં ચાલે, જાણો કારણ

બેંક ગ્રાહકો (Bank customers) માટે મોટા સમાચાર આવ્યા છે. 1 એપ્રિલથી કુલ 8 બેંકોની જૂની ચેકબુક (cheque book), પાસબુક (Pass Book) અને ઇન્ડિયન ફાઇનાન્શિયલ કોડ (IFSC) નિષ્ક્રિય થઇ જશે. એટલે કે જૂની ચેકબુકથી કોઈપણ પ્રકારનું ટ્રાન્જેક્શન નહીં કરી શકાય. કારણ કે તાજેતરમાં જ આ 8 બેંકોનું અન્ય બેંકોમાં વિલય કરાયો છે. મહત્ત્વનું છે કે, બેન્કોનો […]

દેશ-વિદેશનાં ક્રેડિટ-ડેબીટ કાર્ડનાં ડેટા ચોરી લાખોની શોપિંગ કરી, કરતૂત જાણી પોલીસ પણ આશ્ચર્યમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

આંતરરાષ્ટ્રીય ગુના (International crime) આચરતી ટોળકીના ત્રણ શખ્શોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime Branch) ધરપકડ કરી. ત્રણેય શખ્સો દ્વારા વિદેશી નાગરિકોનાં ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડનાં (Credit card and debit card) ડેટા ચોરીને ઓનલાઇન શોપિંગ કરી અને ચૂનો ચોપડવામાં આવ્યો હતો. આ શખ્સોએ અંદાજીત 50 લાખથી વધુની રકમની અલગ અલગ ખરીદી કરી લીધી હોવાની કેફિયત […]

નવસારીમાં KBCના નામે 25 લાખની લોટરી લાગ્યાનો આવ્યો ફોન, 1.39 લાખ પડાવતા યુવાને કર્યો આપઘાત

નવસારી (Navsari) તાલુકાના ખેરગામમાં રહેતા આદિવાસી યુવાને 10મી માર્ચે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. પરિવારના આક્ષેપ પ્રમાણે, આ યુવકના ફોન પર મહાકેબીસીના (KBC) નામે 25 લાખની લોટરીનું ઇનામ લાગ્યું હોવાનું કહી તમારે ટેક્સના રૂપિયા ભરવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી આ યુવાને ઓનલાઇન 1.36 લાખ રૂપિયા ભર્યા હતા. જે […]

ભરૂચના જાણીતા ડૉક્ટર સાથે બ્લેકમેઇલિંગ, હૉસ્પિટલની નર્સના હોમગાર્ડ પતિએ ધમકી આપી રૂપિયા પડાવ્યા

ભરૂચના જાણીતા ડૉક્ટર (Doctor) અસ્લમ જહાં સાથે બ્લેકમેઇલિંગ (Blackmailing) થતા ચકચાર મચી જવા પામી છે. ક્લિનિકમાં કામ કરતી નર્સ (Nurse)ના પતિએ ખોટા આક્ષેપ કરી પૈસા પડાવ્યા હોવાની માહિતી સામે આવી છે. નર્સના હોમગાર્ડ પતિએ પોલીસનો રોફ જમાવી રૂપિયા પડાવ્યા હોવાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ બહાર આવ્યા છે. ભરૂચ શહેરના એમ.જી રોડ પર આવેલી નામાંકિત […]