Browsing category

સમાચાર

એક્ટર સોનૂ સૂદ ફરી આવ્યો લોકોની વહારે, કહ્યું લોકડાઉન થાય કે ન થાય, તમારા રોજગારની ચિંતા મારા પર છોડી દો, ટ્વિટ વાયરલ

કોરોના વાયરસ (Corona virus) ફરી એક વખત હાહાકાર મચાવી રહ્યો છે. આ લહેર પહેલા કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ રહી છે. આ કારણે ફરી એક વખત કેટલીક જગ્યાઓ પર લોકડાઉન (Lockdown)ની સ્થિતિ ઉભી થઈ છે. જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચમાં જ્યારે દેશભરમાં કોરોનાથી બચવા માટે લોકડાઉન (Lockdown) લગાવવામાં આવ્યુયં હતું. જેના પગલે વધારે […]

1200 બેડની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જંગલરાજ હોય તેવા દ્રશ્યો ખડાં થયાં, પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ડેડબોડીને સીધી સ્મશાનમાં મોકલાઈ

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં રીતસર જંગલરાજ હોય હોય તેવા દ્રશ્યો ખડાં થયાં છે, શુક્રવારે સાંજે સાત વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪ ડેડબોડી સીધી સ્મશાન ગૃહે મોકલવામાં આવી હોવાની માહિતી સપાટી પર આવી છે, અત્યાર સુધીમાં પહેલી વાર મોટી સંખ્યામાં મૃતકોના સગાના ટોળે ટાળાં ડેડબોડી વિભાગ પાસે એકઠા થયા હતા. આસપાસના વિસ્તારમાં વાહનો […]

વડોદરાની પારુલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સાજા કરવા મ્યુઝિક થેરપીનો ઉપયોગ: PPE કિટમાં ડાન્સ કરીને હોસ્પિટલનો સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી ડર દૂર કરવાનો કરે છે પ્રયાસ

કોરોના મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી મૂક્યો છે. કોરોનાની બીજી લહેરે અનેક લોકોના પરિવારો વેરવિખેર કરી દીધા છે, ત્યારે વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટી સ્થિત પારુલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે જાય એ માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગીતો સાથે ડાન્સ કરીને મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના સ્ટાફની સાથોસાથ દર્દીઓ પણ […]

આવી છે ગુજરાતની હાલની સ્થિતિ: અહીં 18 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોંળી ચિતા બનાવી, એક સાથે પાંચ મૃતદેહોને એક ફૂટનું અંતર રાખીને અગ્નિદાહ

સુરતના એક સ્મશાનગૃહમાં બુધવારે રાત્રે એક જ ચિતા પર પાંચ મૃતદેહોને એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલ લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે, જેના કારણે મૃતદેહોની સંખ્યા ઘટાડવા માટે આવું કરવામાં આવ્યું હતું. આવું દ્રશ્ય માત્ર ગુજરાતમાં જ નહીં, આખા ગુજરાતના સ્મશાનગૃહોમાં જોવા મળી રહ્યું છે. સ્મશાનગૃહો 24 કલાક ધમધમી રહ્યા છે, તેમ છતાં […]

સુરતમાં મોટી કરૂણાંતિકા, વધુ એક 14 દિવસની બાળકીનું મોત, પિતાના કરૂણ શબ્દો તમને રોવડાવી મૂકશે, પિતાનું આક્રંદ, ‘જેના કન્યાદાન કરવાનાં સપનાં જોયાં હતાં; તેનું તર્પણ કરવું પડશે!’

વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 14 દિવસની દીકરીનું અંતે મોત થયું. દીકરીને હાથમાં લેવા તરસી રહેલા પિતાની આંખો વરસી પડી, તેમણે કહ્યું, “દીકરીનું નામ યશ્વિનીબા પાડવાની ઇચ્છા હતી, પણ નામ નહોતું પાડ્યું ને તે જતી રહી ! હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સની આંખો પણ ભીની થઈ ગઈ હતી. કોરોનાની બીજી લહેર બાળકો માટે પણ ઘાતક […]

હૃદયદ્રાવક ઘટના વર્ણવતો પૂર્વ જજનો પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ, પત્નીનું ઍમ્બ્યુલન્સની રાહમાં કોરોનાથી નિધન, ચિઠ્ઠીમાં લખ્યું ન બેડ મળ્યો, ન દવા મળી

યુપીના લખનઉની એક હોસ્પિટલમાં બેડના અભાવે નિવૃત જજની પત્નીનું મોત થયાની એક હદયદ્રાવક ઘટના બની છે. યુપીના લખનઉમાં કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો કેટલી હદે ઠસોઠસ ભરાઈ છે તે હકીકત દર્શાવતી એક હદયદ્રાવક ઘટના બની છે. ઘટના એવી છે કે લખનઉના ગોમતી નગરના રહેવાશી જિલ્લા જજ રમેશ ચંદ્રાની પત્નીને કોરોનો થતા તેમને હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી. […]

પુત્રી સાથે થયેલા બળાત્કારનો બદલો લેવા પિતાએ આરોપીના પરિવારના 6 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી એક કાળજુ કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં વ્યક્તિએ એક જ પરિવારના છ સભ્યોની હત્યા કરી નાંખી છે. વિશાખાપટ્ટનમના જટ્ટડા ગામે આ ઘટના બની, હત્યા કર્યા બાદ આરોપીઓ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે બંને પરિવારો વચ્ચે જૂની દુશ્મની હતી અને મૃતક પરિવારના […]

સુરતમાં રિક્ષામાં ઓક્સિજન-સિલિન્ડર સાથે દર્દી ભટકતો રહ્યો, પણ ક્યાંય બેડ ખાલી જ નથી, બે દિવસમાં ઓક્સિજનની અછતથી 10નાં મોત, સુરતીઓના શ્વાસ અટકશે તો જવાબદાર કોણ?

શહેરની ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઇ રહી છે. છેલ્લા બે દિવસથી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. સોમવારે સતત એક કલાક સુધી ઓક્સિજન સપ્લાય અટકી ગયો હતો. જ્યારે મંગળવારે પણ ફર્સ્ટ ફ્લોર પર ઓક્સિજન-ટેન્કમાં બરફ જામી જતાં સપ્લાઈ પૂરતા પ્રેશરથી આવતો બંધ થઇ ગયો હતો. સતત બે દિવસથી સર્જાયેલી આ સમસ્યાને […]

વોર્ડ બોયે કોરોના સંક્રમિત દર્દીનું ઓક્સિજન મશીન કાઢી લેતા ઓક્સિજનના અભાવે દર્દી માથું પછાડતા રહ્યા, પુત્રની સામે જ તડપી-તડપીને થયું મોત

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીનું ઓક્સિજન મશીન વોર્ડ બોયે હટાવી લીધું હતુ, જે કારણે ઓક્સિજનના અભાવે દર્દી તડપી-તડપીને પુત્રના સામે જ બેડ પર મોતને ભેટ્યા હતા. આ પહેલાં દર્દી ઓક્સિજન માસ્કને મોઢા સાથે દબાવતાં ઓક્સિજન લેવાનો પ્રયાસ કરતા રહ્યા હતા, પણ તેમને શું ખબર કે ત્યાં ઓક્સિજન આપનારું મશીન (સિલિન્ડર) જ નથી. જો […]

રાજકોટના પરિવારની કરૂણ ઘટના, આવો દિવસ કોઇને ન દેખાડો: રાજકોટમાં કોરોનાએ માતા-પુત્રનો ભોગ લીધો, સારવારમાં રહેલી 9 વર્ષની દીકરીને ખબર નથી કે પપ્પા અને દાદી આ દુનિયામાં નથી!

કોરોનાની બીજી લહેરે કેટલાય પરિવારના માળા વીંખી નાખ્યા છે. કોરોનાના અજગર ભરડામાં અનેક પરિવાર આવ્યા છે. ત્યારે રાજકોટના રાયચુરા પરિવારમાં કોરોના કાળ બની ત્રાટક્યો અને માતા-પુત્રનો ભોગ લઇ લીધો છે. 9 વર્ષની દીકીરી પણ કોરોનાની સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ આ દીકરીને ખબર નથી કે મારા પપ્પા અને દાદી આ દુનિયામાં નથી. ચાર સભ્યોના […]