સુરતમાં મોટી કરૂણાંતિકા, વધુ એક 14 દિવસની બાળકીનું મોત, પિતાના કરૂણ શબ્દો તમને રોવડાવી મૂકશે, પિતાનું આક્રંદ, ‘જેના કન્યાદાન કરવાનાં સપનાં જોયાં હતાં; તેનું તર્પણ કરવું પડશે!’

વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 14 દિવસની દીકરીનું અંતે મોત થયું. દીકરીને હાથમાં લેવા તરસી રહેલા પિતાની આંખો વરસી પડી, તેમણે કહ્યું, “દીકરીનું નામ યશ્વિનીબા પાડવાની ઇચ્છા હતી, પણ નામ નહોતું પાડ્યું ને તે જતી રહી ! હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સની આંખો પણ ભીની થઈ ગઈ હતી. કોરોનાની બીજી લહેર બાળકો માટે પણ ઘાતક સાબિત થઈ છે. છેલ્લા 30 દિવસમાં 10 વર્ષ સુધીનાં 286 બાળકોને કોરોના થયો છે, જેમાં 14 દિવસની બાળકી સહિત ત્રણ શિશુનાં મોત થઈ ચૂક્યાં છે. ખાનગી હોસ્પિટલોમાં બાળકો વેન્ટિલેટર અને ઓકિસજન પર સારવાર લઈ રહ્યાં છે.

જે દીકરીનું કન્યાદાન કરવાનાં સપનાં જોયાં હતાં તેના તર્પણના વિચારે સૌને ધ્રુજાવી મૂક્યા

તે જન્મી ત્યારે તેને હાથમાં ઊંચકી ન શક્યા. તે ગુજરી ગઈ ત્યારે તેને હાથમાં લઈ પિતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. જે દીકરીનું કન્યાદાન કરવાનાં સપનાં જોયાં હતાં તેનું હવે તર્પણ કરવું પડશે, એ વિચારે સૌને ધ્રુજાવી મૂક્યા.

ટ્વિન્સને ચેપ, 1નું મોત, જ્યારે બીજી વેન્ટિલેટર પર

ટ્વિન્સને જન્મના 21મા દિવસે દાખલ કરાઈ. તેની માતા નેગેટિવ હતી, પણ દાદી પોઝિટિવ હતાં. બંનેના હાર્ટ ફેલ થઈ ગયાં. એકનું મૃત્યુ થઈ ગયું, જ્યારે બીજીને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે.

શ્વાસ ન લેવાતાં 30 દિવસનું શિશુ ઓક્સિજન પર છે

જન્મના પાંચમા દિવસે દાખલ કરવામાં આવ્યું હતું. તેની માતાને કોરોના થયો હતો. તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેના ફેફ્સાંમાંથી હવા લીક થાય છે.

જન્મના 12મા દિવસે માતાનો ચેપ લાગ્યો
જન્મના બારમા દિવસે દાખલ કરી હતી. માતાનો રિપોર્ટ પોઝિટિવ હતો. બાળકીને પણ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી દાખલ કરાઈ; રેમડેસિવિર ઈન્જેક્શન અપાયું હતું. બાળકીની સ્થિતિ સુધારા પર છે.

બીજા વેવમાં 10 વર્ષ સુધીનાં 286 બાળકો કોરોનાગ્રસ્ત

બીજા વેવમાં નવજાતથી 10 વર્ષની ઉંમર સુધીનાં 286 બાળકોને કોરોના થયો છે. ખાનગી નિર્મલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત બાળકોના કેસ વધી જતાં છેલ્લા સાત દિવસથી સ્પેશિયલ આઈસીયુ શરૂ કરાયું હોવાનું હોસ્પિટલના ડાયરેક્ટર ડો. મોહિત સહાનીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સાત દિવસમાં હોસ્પિટલમાં આઠ બાળકો ગંભીર સ્થિતિમાં આવ્યાં હતાં, જેમાંથી બે બાળકોનાં મૃત્યુ થઈ ગયાં છે, જ્યારે બે બાળકો સાજા થઈ ગયાં છે. ચાર બાળક હજુ પણ સારવાર હેઠળ છે, જેમાં બે ઓક્સિજન પર, એક વેન્ટિલેટર પર અને એક રૂમએર પર છે.

ઝોન 0થી10
સેન્ટ્રલ 23
વરાછા-એ 16
વરાછા-બી 27
રાંદેર 46
કતારગામ 30
લિંબાયત 51
ઉધના 31
અઠવા 72
કુલ 286
  • લક્ષણો શું હોય છે – તાવ, વીકનેસ, ઊલટી-ડાયેરિયા અથવા શ્વાસની તકલીફ.
  • બચવા માટે શું કરવું – પીડિયાટ્રિશિયનની સલાહ મુજબ વિટામિન ડી અને વિટામિન સી માટે પણ ટેબ્લેટ અથવા ફળો આપી શકાય.
  • વાલીએ શું કરવું – બાળકોને ભીડભાડવાળી જગ્યાએ બાળકોને ન લઈ જવા જોઈએ.
  • ચેલેન્જ શું છે – બાળકો માટે હજુ સુધી કોઈ વેક્સિન આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો