રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી પત્ર લખીને પરિવાર ગાયબ થયો, ’13 તારીખ સુધી અમારી ભાળ ન મળે તો મરેલા સમજજો’
રાજકોટ શહેરમાં પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપ ફરી એક વખત વિવાદમાં સપડાયો હોવાનું સામે આવ્યું છે. વિજય મકવાણા નામના યુવાન દ્વારા પ્રદ્યુમન બિલ્ડર ગ્રૂપના જે.પી. જાડેજા વિરુદ્ધ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પત્રમાં વિજય મકવાણાએ લખ્યું છે કે, અઢી કરોડ તેણે વ્યાજે લીધા હતા. તેના બદલામાં તેને જે પી જાડેજાના નામે પ્રદ્યુમન વિલામાં […]