Browsing category

સમાચાર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષીની વયે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં નિધન.

બોલિવૂડના 98 વર્ષીય ખ્યાતનામ અભિનેતા દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ICUમાં હતા. ઉલ્લેખનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમને 11 […]

પોલીસ જવાને દેખાડી ઈમાનદારી: રેલવે સ્ટેશન પર 1 લાખ રૂપિયા ભરેલી બેગ ભૂલી ગયો મજૂર, કોન્સ્ટેબલે મજૂરને પરત કરી

દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે પોતાની પ્રામાણિકતા અને સમજણ બતાવતાં 53 વર્ષીય મજૂરની મહેનતની કમાણી બરબાદ થવાથી બચાવી હતી. ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં શકુર બસ્તીમાં રહેતા વિજય કુમારે 30 જૂને તેના બેંક ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા. ત્યાર બાદ તેણે 55 કિલો રાશન ખરીદ્યા બાદ ઉત્તર પ્રદેશના ખુર્જામાં તેના વતન જવા માટે શિવાજી બ્રિજ રેલ્વે સ્ટેશન પહોંચ્યો […]

માંગરોળના ઢેલાણા ગામે પરિણીતાના માથે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા, બે સંતાનોએ માતા ગુમાવી, હત્યાનું કારણ અકબંધ

જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ (Mangrol) તાલુકાના ઢેલાણા (Dhelana Village) ગામે ખૂની ખેલ (Murder) ખેલાયો હતો. માંગરોળના ઢેલાણા ગામે 45 વર્ષીય એક પરિણીતાની (Woman) ઘાતકી હત્યા કરાયેલા હાલતમાં લાશ મળી આવી હતી. નાનકડાં એવા ગામમાં ઘરમાં જ મહિલાની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે જઈને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો […]

વલસાડમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી, યુવકની પત્ની પણ ષડયંત્રમાં હતી સામેલ, પોલીસે બંનેની ધરપકડ કરી

વલસાડ જિલ્લામાં ફરી એક વખત એક વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી અને એક યુવતીને ફસાવી લગ્નની લાલચ આપી અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વલસાડ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ધર્માંતરણ અને લવ જેહાદ જેવા મુદ્દાઓ વધારે ચર્ચાસ્પદ બની રહ્યા છે. આથી ફરિયાદને ગંભીરતાથી […]

સુરતીઓ વળ્યા ઇ-કાર તરફ: 10 જ દિવસમાં બેટરીવાળી 100 કાર વેચાઈ, 2 માસનું વેઇટિંગ, સરકારની સબસિડીનો લાભ મળતાં ઇ-વાહનનો ટ્રેન્ડ વધ્યો

સુરતમાં ઇ-કાર, એટલે કે બેટરીવાળી કારનો ક્રેઝ વધ્યો છે. માત્ર 10 જ દિવસમાં 100 જેટલી કારનું બુકિંગ થઈ ગયું છે. 22મી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી જાહેર કરી છે, જેમાં બાઈક પર 20 હજાર, થ્રી-વ્હીલર પર 50 હજાર અને ફોર-વ્હીલર 1.50 લાખ રૂપિયાની સબસિડી જાહેર કરી છે, જ્યારે તેમનું આરટીઓ રજિસ્ટ્રેશન પણ […]

ત્રણ વર્ષના માસૂમે બચાવ્યો પ્રેગ્નેન્ટ માતા અને દૂધ પીતા ભાઈનો જીવ, માતા બેભાન થતાં પોલીસ પાસે દોડી ગયો, બોલી ન શકતા ઈશારાથી વાત જણાવી

માતાની મમતાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ આજે અમે તમને જે વાત જણાવી રહ્યા છીએ તે જરા હટકે છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુરાદાબાદ (Moradabad) રેલવે સ્ટેશન પર બનેલો આ બનાવ ભાવુક કરી દે તેવો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ત્રણ વર્ષના માસૂમ બાળકને હીરો બતાવવામાં આવી રહ્યો છે. આ […]

હવે તો વાલીઓ તરફ જુઓ: કેટલીક સ્કૂલોએ પ્રથમ સત્રની તો કેટલીક સ્કૂલોએ 3 મહિનાની ફી ઊઘરાવી, સંચાલકોને વહાલી થવા સરકાર પરિપત્ર જાહેર કરતી નથી

કોરોના મહામારીને કારણે રાજ્યમાં સવા વર્ષથી સ્કૂલો બંધ છે, જેને પગલે હાલ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોરોનાને કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, જેને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલ ફીમાં 25 ટકા ઘટાડો કરવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રીની જાહેરાત માત્ર જાહેરાત પૂરતી જ રહી છે, હજુ સુધી 25 […]

રાજકોટના ભીચરીમાં ઘરકંકાસમાં સગર્ભાએ એસિડ પી જિંદગી ટૂંકાવી, ગર્ભમાં રહેલાં બે બાળકોનાં પણ મોત, બનેવીએ એસિડ પીવડાવી દીધાનો સાળાનો આક્ષેપ

રાજકોટના ભીચરી અમરગઢ ગામે રહેતી જીવુબેન સોલંકીએ ગઇકાલે એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાતે મહિલાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પતિ વસંતે કહ્યું હતું કે ઘરમાં ક્લેશ થતાં પત્નીએ આ પગલું ભર્યું હતું. બીજી તરફ, જીવુબેનનાં ભાઇ-ભાભીએ આક્ષેપ કર્યો છે કે પતિનો ત્રાસ હતો, એસિડ […]

નડિયાદમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ, લારીવાળાને દંડાથી ફટકારી માર માર્યો

કોરોનાની મહામારી વચ્ચે લોકોને માસ્કના દંડને લઇને પોલીસકર્મીઓ સાથે ઝઘડાઓ કે, પછી ઘર્ષણ થતું હોવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવી છે. કેટલાક કિસ્સાઓમાં પણ પોલીસ પર હુમલાઓ થયા હોવાની ઘટના સામે આવે છે. તો કેટલાક કિસ્સામાં પોલીસે લોકોને માર માર્યો હોવાની ઘટના સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના ગુજરાતમાં સામે આવી છે. પોલીસ લારીવાળા […]

આડાસંબંધની આડમાં માસૂમનો ભોગ: માતા અને કાકાના આડા સંબંધને દીકરો જોઇ જતા ઠંડા કલેજે પતાવી દીધો, લાશને કરી સગેવગે

ગુનેગાર ગમે તેટલું છુપાવે પરંતુ પાપ છાપરે ચડીને પોકારે, એ ઉક્તિ ફરી વાર સાચી પુરવાર થઈ છે. વિરમગામ તાલુકાના જાલમપુર ગામમાં કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મની પટકથા જેવી ઘટનાનો અઢી વર્ષ પછી પર્દાફાશ થયો છે. સપ્ટેમ્બર, 2018માં ગુમ થયેલા 6 વર્ષના માસૂમ બાળકની તેની જ માતાએ દિયર સાથે મળીને ઠંડા કલેજે હત્યા કરી મૃતદેહ સગેવગે કર્યો […]