Browsing category

સમાચાર

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: 2 વર્ષની બાળકીને તાવ આવ્યો તો મા-બાપ ડામ અપાવવા લઈ ગયા, તબિયત વધારે બગડી તો મોડીરાતે હોસ્પિટલે લાવ્યા

ટેક્નોલોજીના સમયમાં પણ અંધશ્રદ્ધા ચાલુ જ છે તેનો અહેસાસ કરાવનારો એક કિસ્સો રાજસ્થાનના ભીલવાડાના કોટા ગામમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક બાળકીને તાવ આવવાના કારણે તેના મા-બાપ તેને ડામ અપાવવા લઈ ગયા હતા. ડામ આપવાના કારણે 2 વર્ષની બાળકીની તબિયત બગડી ગઈ. પછીથી શનિવારે મોડી રાતે બાળકીને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં છે. જ્યાં તે […]

AMCની નવી પોલિસી તૈયાર: જો રાજ્ય સરકાર મંજૂરી આપશે તો અમદાવાદમાં રાત્રે રોડ પર થતાં વાહનોના પાર્કિંગ માટે માસિક 300 થી 1500 સુધીના ચાર્જ વસૂલાય તેવી શક્યતા

AMCએ રાજ્ય સરકારને નવી પાર્કિંગ પોલિસી માટે મોકલેલા એજન્ડામાં રાત્રે પણ સોસાયટીની બહાર પાર્ક થયેલા વાહનોનો પાર્કિંગ ચાર્જ વસૂલવાની જોગવાઇ છે. આ જોગવાઇ અનુસાર વાહનો પાસેથી માસિક રૂ. 300 થી 1500 ચાર્જ વસૂલાય તેવી શક્યતા છે. જો રાજ્ય સરકાર મંજૂરી આપશે તો અમદાવાદની મોટાભાગની સોસાયટી, ફ્લેટોને વાહન પાર્કિંગના માસિક નાણાં ચૂકવવા પડશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સોજીત્રાના દેવાતળપદ ગામના ગરીબ પરિવારને MGVCLએ 80 હજારનું લાઇટબિલ ફટકાર્યું, પરીવારની વાર્ષિક આવક પણ વીજબિલ જેટલી નથી!

સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામે રામકુવા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના ઘરમાં માત્ર 5 જ ઇલેકટ્રોનિક ઉપકરણો છે. તેમ છતાં એમજીવીસીએલે મે-જૂન માસનું 80 હજાર ઉપરાંત વીજબીલ ફટકરાતાં સૌ ચોંકી ઉઠયા હતા. ગરીબ પરિવારને ઝુંપડપટ્ટી વીજકનેકશન યોજના હેઠળ કનેકશન મળ્યું હતું. પરંતુ વીજમીટર કે રીડરની ખામીને કારણે તેની વાર્ષિક આવક કરતાં વધુ વીજબીલ ફટકારવામાં આવતાં ગરીબ […]

ગુજરાતમાં બોગસ ખેડૂત બની સોનાની લગડી જેવી 500 કરોડની જમીન ખરીદીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું

દક્ષિણ ગુજરાત લાંબા સમયથી જમીન ખરીદી મામલે મોટુ માર્કેટ બન્યું છે, સુરતથી લઈને વલસાડ સુધી જમીનને સોનાની લગડી ગાણવામાં આવે છે. સુરતના મોટા માથાઓએ નવસારીમાં મોટા પાયે જમીનો ખરીદી છે. ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના 11 ગામોમાં બોગસ ખેડૂત ખાતેદારનો દાખલો મેળવી આશરે 500 કરોડની કિંમતની જમીનની ખરીદી થઈ હોવાની ફરિયાદ જલાલપોર પોલીસ મથકે નોંધાઈ […]

રાજકોટમાં 65 વર્ષના વૃદ્ધાએ બીમારીથી કંટાળીને 7મા માળેથી ઝંપલાવ્યું, આપઘાતની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

રાજકોટ શહેરમાં વધુ એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હતી. સાથે જ બી ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર […]

ઉત્તરપ્રદેશની યોગી સરકારે વસતિ નિયંત્રણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો: 2થી વધુ બાળકો હશે તો સરકારી નોકરી અને ચૂંટણીની ટિકિટ નહીં મળે; વન ચાઇલ્ડ પોલિસી એક્સેપ્ટ કરનારને ફ્રી એજ્યુકેશન અપાશે

ઉત્તરપ્રદેશની યોગી સરકારે વસતિ નિયંત્રણ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. રાજ્ય કાયદા આયોગના અધ્યક્ષ જસ્ટિસ આદિત્યનાથ મિત્તલે આને તૈયાર કર્યો છે. જો આ ડ્રાફ્ટ કાયદો બની ગયો તો UPમાં ભવિષ્યની અંદર જેનાં 2થી વધુ બાળકો હશે તેમને સરકારી નોકરી નહીં મળે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

મુંબઈમાં કિન્નરની ક્રૂરતા આવી સામે: દીકરીના જન્મ પર ઈનામ ના મળતા માસૂમ બાળકીનું અપહરણ કર્યા બાદ હત્યા કરી

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. વાત એમ છે કે એક દંપતિના ઘરે દીકરીનો જન્મ થયા બાદ ઈનામની રકમ ના મળતા એક કિન્નરે 3 મહિનાની બાળકીનું ઘરેથી અપહરણ કર્યુ. એ પછી આ બાળકીને ખૂબ ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દીધી. જ્યારે […]

નંદુરબારના આદિવાસી યુવકે પેટ્રોલનો ભાવ સળગતાં બનાવી બેટરીવાળી મિનિ કાર, એક વખતે ચાર્જ કરવા પર 40 કિલોમીટર ચાલે છે

પેટ્રોલની કિંમતો દેશના ઘણા મહાનગરોમાં 100 રૂપિયાથી વધારે થઈ ગઈ છે. પેટ્રોલની કિંમતો આસમાને હોવાના કારણે દરેક તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. એવામાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં રહેતા એક આદિવાસી યુવકે વન સીટર અને ત્રણ પૈડાવાળું વાહન બનાવ્યું છે. બેટરીથી ચાલનારી આ મિની કાર એક વખતે ચાર્જ કરવા પર 40 કિલોમીટર દોડે છે. આદિવાસી યુવક અર્જુન […]

મોટો ભાઈ પ્રેમિકાને લઈને ભાગી જતાં છોકરીવાળાએ ‘બદલો’ લેવા તેની બહેન પર તેના મા-બાપની નજર સામે જ કર્યો ગેંગરેપ

સ્કૂલમાં ભણતી 16 વર્ષની એક છોકરી પર કંપારી ઉઠી જાય તે રીતે દિવસો સુધી તેને બંધક બનાવી ગેંગરેપ ગુજારાયો હોવાની એક ઘટના યુપીમાં બની છે. ધૃણાસ્પદ વાત એ છે કે, આઠ બળાત્કારીઓએ છોકરીના માતાપિતા સામે જ તેના પર ગેંગરેપ કર્યો હતો. છોકરીનો વાંક માત્ર એટલો હતો કે તેનો મોટો ભાઈ પોતાની પ્રેમિકાને લઈને ભાગી ગયો […]

વલસાડ જિલ્લાના ફણસામાં પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીને મોતને ઘાટ ઉતારી, મરતા પહેલાનો પત્નીનો કમકમાટી ભર્યો વિડિયો વાયરલ

વલસાડ જિલ્લાના (Valsad news) ઉમરગામ તાલુકાના (Umargam) ફણસા ગામમાં એક પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયારના (husband killed wife) ઘા મારીને હત્યા કર્યાની ચકચાર ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં મૃતક મહિલાનો મરણોન્મુખ વીડિયો (wife video viral) સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ (social media) મીડિયા ઉપર વાયરલ (viral video) થયો હતો. મરતા પહેલા મહિલાએ હુમલાખોરોનું […]