સાવરકુંડલાના બાઢડા ગામ પાસે મોટી દુર્ઘટના, બેકાબૂ ટ્રક ઝૂંપડાંમાં સૂતા લોકો પર ચડી જતાં 8નાં મોત, 4થી વધુ ગંભીર; મૃતકનાં પરિવારજનોને 4 લાખની સહાય
અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રાતે 3 વાગ્યા આસપાસ ગોજારો અકસ્માત સર્જાયો છે. બાઢડા નજીક રોડની સાઇડમાં આવેલા કેટલાક પરિવારો સૂતા હતા ત્યારે અચાનક ટ્રક આવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. […]