Browsing category

સમાચાર

સ્કૂટર પર ફટાકડા લઈને જતા પિતા-પુત્રના વિસ્ફોટમાં મોત, બ્લાસ્ટનું કારણ શોધવા પોલીસ કરી રહી છે તપાસ, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

પુડુચેરીના એક પરિવારમાં દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો છે. હકિકતમાં પુડુચેરીના વિલ્લુપુરમ જિલ્લામાં એક અકસ્માતમાં પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. બંને ફટાકડા લઈને જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જોરદાર અવાજ સાથે વિસ્ફોટ થયો હતો જેમાં બંનેના મોત થયા હતા. બ્લાસ્ટનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો […]

‘ચૂંટણીમાં હાર્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતો 5 રૂપિયા ઘટી છે, જો ભાજપને હરાવીશું, તો જ પેટ્રોલ-ડીઝલના ભાવ 50 રૂપિયાથી નીચે આવશે’: સંજય રાઉત

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂકવાના બીજા દિવસે શિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. શિવસેનાના નેતાએ કહ્યું કે, પેટાચૂંટણીમાં હાર્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતો 5 રૂપિયા ઘટી છે. જો પેટ્રોલ-ડીઝલના ભાવ 50 રૂપિયા પ્રતિ લીટર સુધી લાવવા હોય, તો ભાજપનો પૂરી રીતે સફાયો કરવો પડશે. […]

દિવાળી પર ભારતે ચીનને ભણાવ્યો આકરો પાઠ, વોકલ ફોર લોકલની ધૂમ, ચીનને અંદાજે 50 હજાર કરોડનું નુકસાન

વિશ્વમાં સુપર પાવર બનાવાનું સપનુ જોતા ચીનને ભારતે મોટો ઝટકો આપ્યો છે. ભારતના આ પ્રહારને ડ્રેગન લાંબા સમય સુધી ભૂલી નહીં શકે. આ ઘા એટલો મોટો છે કે વિશ્વની મહાસત્તા બનવાનું સપનુ રોળાઈ શકે છે. ભારતના લોકોએ ચીનને પાઠ ભણાવ્યો કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાના જણાવ્યા પ્રમાણે પૂર્વી લદાખમાં છેલ્લા દોઢ […]

દિવાળીના દિવસે જ માતા-પિતાએ બે જવાન પુત્રો ગુમાવ્યાં: વડતાલથી દર્શન કરી પરત ફરતા અમદાવાદના બે ભાઈઓને કાળ ભરખી ગયો

ખેડા જિલ્લામાં તહેવારોમાં અકસ્માતોની વણથંભી રફતાર અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે દિવાળીના દિવસે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદના પીજ ચોકડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગાભાઈઓને કાળ ભરખી ગયો છે. એક્ટીવા લઈને અમદાવાદથી વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન કોઈ અજાણ્યા વાહને એક્ટીવાને ટક્કર મારતાં એક વ્યક્તિનું […]

અમદાવાદના વાસણા વિસ્તારમાં ઝાડ કાપવાની બાબતમાં ભાઈએ પિતા-પુત્ર પર કોદાળીથી કર્યો હુમલો

આજકાલ નાની નાની બાબતમાં પાડોશીઓ વચ્ચે ઝઘડા થવા એ સમાન્ય બની ગયુ છે. એ તો ઠીક પણ પાડોશમાં રહેતા ભાઈઓ વચ્ચે પણ હવે ઝઘડા થવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદના વાસણામાંથી સામે આવ્યો છે. અહીં બે ભાઈઓ પાડોશમાં રહે છે. ત્યારે ઝાડ કાપવાની નજીવી બાબતે ઉગ્ર રૂપ લીધુ હતુ. આ ઝઘડો એટલો આગળ […]

સુરતમાં તાપીમાં પડી ગયેલા બાળક મામલે નવો ઘટસ્ફોટ: બાળક પડ્યો ન હતો, પિતાએ જ ફેંક્યો હતો; પત્નીના અનૈતિક સંબંધોથી અકળાઈને પુત્રની હત્યા કરી નાંખી

બે દિવસ પહેલા સુરતના મકાઈ પુલ નજીક સેલ્ફી પાડવાં જતાં બાળકનું તાપી નદીમાં પડી ગયા બાદ બાળકની શોધખોળ શરૂ કરી હતી જોકે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતાં આવનારી વિગતો સામે આવી હતી પત્ની સાથેનાં દરરોજનાં ઝઘડામાં પતિ કંટાળી ગયો હતો. તેની પત્નીનાં અન્ય પુરુષ સાથેનાં અનૈતિક સંબંધોને લઈને કંટાળેલા પતિએ પુત્રને […]

વઢવાણના ટીંબા ગામે પતિને ચા લેવા મોકલી વાડી માલિકે ખેતમજૂર પરણીતા પર દુષ્કર્મ આચર્યું, બનાવ બાદ મહિલાએ આપઘાત કરી લીધો

વઢવાણનાં અતરીયાલ વિસ્તારમાં બનેલી એક જધન્ય ઘટનાના પગલે હતપ્રભ થયેલી એક પરિણીતાએ ખેતરમાં જ ઝેરી દવા પી લઈને મોતની સોડ તાણી લેતા ચકચાર મચી ગઈ છે. સુરેન્દ્રનગરના વઢવાણનાં અતરીયાલ વિસ્તારમાં બનેલી એક જધન્ય ઘટનાના પગલે હતપ્રભ થયેલી એક પરિણીતાએ ખેતરમાં જ ઝેરી દવા પી લઈને મોતની સોડ તાણી લેતા ચકચાર મચી ગઈ છે. આ પરિણીતા […]

અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ: એક જ રાતમાં ત્રણ હત્યા, ઘાટલોડિયા બાદ જુહાપુરામાં યુવકને મોતને ઘાટ ઉતાર્યો

દિવાળીમાં લોકોની સુરક્ષા અને કાયદો, વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે બનાવેલ એક્શન પ્લાન માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ એક જ રાતમાં અમદાવાદ રક્તરંજીત થઈ ગયું છે. ઘાટલોડિયામાં સિનિયર સિટીઝન દંપતીની હત્યા બાદ વેજલપુરમાં પણ એક યુવક પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે. ગત મોડી રાત્રે શાહરૂખ નામનો […]

રાજકોટમાં લુખ્ખાઓના આતંકનો વિડિયો વાયરલ, કાર બાદ ચાલુ એક્ટીવાએ સળગતા ફટાકડા રોડ પર ફેંક્યા

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં હાલ દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકોટ શહેરમાં કેટલાક આવારા તત્વો બેફામ બન્યા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. ગત અઠવાડિયે જ એસ્ટ્રોન ચોક વિસ્તારમાં અલ્ટો કારમાં નીકળેલા બે યુવાનોની ધરપકડ એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અલ્ટો કારમાં સવાર યુવકોએ ચાલુ કારમાંથી ફટાકડા સળગાવી રસ્તા […]

વડોદરામાં સ્ટર્લિંગ હોસ્પિટલની લૂંટનો ભોગ બની મા, કોરોનાથી મોત પામેલા દર્દીના 27 લાખથી વધુ વસૂલ્યા, માતાએ પૈસા અને પુત્ર બંને ગુમાવ્યા

વડોદરાના સ્ટર્લીંગ હોસ્પિટલ ફરી વિવાદોમાં આવી છે. જેમા હોસ્પિટલે એક પરિવાર પાસેથી લાખો રૂપિયાની લૂંટ કરી જેના કારણે પરિવાર દેવામાં ગરકાવ થઈ ગયો છે. જેથી પરિવારે તેમના રૂપિયા પરત માગ્યા છે. વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ થોડાક દિવસ પહેલા વિવાદોમાં આવી હતી. ત્યારે વધુંમાં ફરી આ હોસ્પિટલ વિવાદોમાં આવી છે. જેમા હોસ્પિટલની ઉઘાડી લૂંટનો મામલો સામે આવ્યો […]