Browsing category

શૈલેષભાઇ સગપરિયા

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની પૂર્વસંધ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેનો એક અગત્યનો સંદેશ.

ચોમાસાની ઋતુ હતી.સારા વરસાદને કારણે નદી-નાળાઓ પાણીથી છલકાઇ રહ્યા હતા. રવિવારની રજાના દિવસે કેટલાક બાળકો નદીમાં નહાવા માટે ગયા. બધા બાળકો પ્રકૃતિનો ભરપુર આનંદ લઇ રહ્યા હતા. એક બાળક રમતા રમતા ઉંડા પાણીમાં જતો રહ્યો અને ડુબવા લાગ્યો. બીજા કોઇ બાળકોને તરતા આવડતુ ન હતુ. બધા પોતાના મિત્રને ડુબતો જોઇ રહ્યા હતા અને એને બચાવવા […]

માત્ર સાયન્સ દ્વારા જ કારકિર્દી બનાવી શકાય એવી ભ્રમણામાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો

આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ધો.10નું બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે રાજકોટના બે વિદ્યાર્થીઓ આદિત્ય પોપટ અને મિલન રાઠોડ મને મળવા માટે આવેલા. બંને મિત્રો સીબીએસસી બોર્ડના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હતા. ભણવામાં એટલા તેજસ્વી કે બંનેને બોર્ડમાં 10 CGPA હતા.( બીજા શબ્દોમાં કહીએ તો બોર્ડ ફર્સ્ટ ) મેં પૂછ્યું કે તમને શુ ઈચ્છા છે ? મને […]

તમારા એક મતનું શું મૂલ્ય છે ? અચૂક વાંચજો અને દરેક લોકો અચૂક મતદાન કરજો અને કરાવજો

આવતીકાલે લોકશાહીનું મહાપર્વ છે. ભારતના નાગરિક તરીકે વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનું સંચાલન કોના હાથમાં આપવું એનો નિર્ણય કરવાનો અતિ મહત્વનો દિવસ છે. મતદાન કરવું એ માત્ર આપણો અધિકાર જ નહિ, પવિત્ર ફરજ પણ છે. લોકશાહીને જીવંત રાખવા અને મજબુત કરવા માટે તમારા એક મતનું પણ અનેરું મૂલ્ય છે. ‘મારા એક મતથી શું ફેર પડવાનો […]

31 વર્ષથી કેન્સર પીડીતો માટે માનવસેવાનો ભેખ ધારણ કરનાર અનોખા માનવીની કહાની

મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા કે બીચારો પોતાના કોઇ સગાવહાલાની સારવાર કરાવવા માટે આ હોસ્પીટલમાં આવ્યો […]

બાળકનું ભવિષ્ય ક્ષમતા નહિ પણ ઉછેર નક્કી કરે છે: શૈલેષ સગપરિયા

‘વાહન કરતા એનો ડ્રાઈવર કેટલો એક્સપર્ટ છે એ મહત્વનું છે. કોઈ સામાન્ય ડ્રાઈવરના હાથમાં તમે મર્સિડીઝ આપી દોે તો એ એમાં ઘોબા પાડી દેશે. વાલી તરીકે તમારુ સંતાન કેવું છે? તમને ભગવાને કેવી ક્ષમતાવાળું બાળક આપ્યું છે, એના કરતા વાલી તરીકે તમે કેટલા હોશિયાર છો એ ઘણું અગત્યનું છે.’ આશાદીપ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે […]

બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? એક સમજવા જેવો લેખ !!!

રોજે રોજ કેટલાય માં-બાપના ફોન આવે છે કે અમારે અમારા બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? આ બાબતે મારે મારા વિચારો આપ સૌ સાથે પણ શેર કરવા છે. આ વિચારો મારા પોતાના અંગત વિચારો છે બીજા મિત્રો એની સાથે સહમત થાય એ બિલકુલ જરૂરી પણ નથી. ઘણા વાલીઓને આ પ્રશ્ન મૂંઝવે છે માટે થોડા વિચારો […]

દરેક લોકો સમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરજો

“મારે વારસામાં બધુ તૈયાર નથી જોઇતુ મારે મારા બાવળાના બળે વિસ્તરવુ છે.” આ વિચારસરણી આજના બાળકોમાંથી અને યુવાનોમાંથી અદ્રશ્ય થતી જાય છે એટલે આજે આવા વ્યક્તિવ્યની મહામંદી ચાલી રહી છે. મંદી માત્ર વેપાર-ઉદ્યોગમાં જ હોય એવુ નથી આપણી કમનસીબી તો એ છે કે આપણે ત્યાં વિચારોમાં પણ મંદી ચાલી રહી છે. મહેનત કરીને મેળવવાની માનસિકતાને આપણે […]

વૃદ્ધ પાસેથી જે મળે છે એ અનુભવનો નિચોડ હોય છે જે આજની કોઈ શાળા કે કોલેજ ના આપી શકે

આજે ઓફિસકામથી ભાવનગર ગયેલો. પરત ફરતી વખતે સિહોરમાં રહેતા એક કર્મશીલ માજીના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. ઇચ્છાબેન રુગનાથભાઈ પંડ્યાની ઉંમર 102 વર્ષની છે આમ છતાં પોતાનું તમામ કામ જાતે કરે છે. આપને જાણીને આશ્વર્ય થશે કે આ માડી રસોઈ પણ જાતે બનાવે છે. માજીને કોઈ દીકરો નથી, બે દીકરીઓ છે. સાસરે રહેલી દીકરીઓ અને જમાઈ […]

લાખો લોકોની આંખો બચાવીને 36 વર્ષથી ગરીબોના સેવા યજ્ઞની ધૂણી ધખાવનાર ડો. કાતરિયા સાહેબ

ધરાઈ ગામના વતની વિરાભાઈ કાતરિયાએ આંખના સર્જન તરીકેનો અભ્યાસ પૂર્ણ કરીને 1983ના વર્ષમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં એમના સેવા યજ્ઞની શરુઆત કરી હતી. ડો. વી.સી.કાતરિયા છેલ્લા 36 વર્ષથી સેવાની ધૂણી ધખાવીને મોરબીમાં બેઠા છે. કેટલાય સરકારી નોકરી કરતા ડોક્ટરો સરકારી દવાખાને જેટલા હાજર રહે છે એના કરતાં પોતાના અથવા બીજાના ખાનગી દવાખાને વધુ હાજર રહેતા હોય […]

સરદાર પટેલ : કંચન અને કામીનીના ત્યાગી સાચા સાધુ

સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એકદિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા હતા ત્યારે દેશમાં સ્વરાજ આવ્યા બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની ફાળવણીની વાતો સાંભળી રહ્યા હતા. ગાંધીજીએ સરદારને પુછ્યુ, “વલ્લભભાઇ, આ સ્વતંત્ર ભારતની સરકારમાં તમને ક્યુ […]