બાળકનું ભવિષ્ય ક્ષમતા નહિ પણ ઉછેર નક્કી કરે છે: શૈલેષ સગપરિયા

‘વાહન કરતા એનો ડ્રાઈવર કેટલો એક્સપર્ટ છે એ મહત્વનું છે. કોઈ સામાન્ય ડ્રાઈવરના હાથમાં તમે મર્સિડીઝ આપી દોે તો એ એમાં ઘોબા પાડી દેશે. વાલી તરીકે તમારુ સંતાન કેવું છે? તમને ભગવાને કેવી ક્ષમતાવાળું બાળક આપ્યું છે, એના કરતા વાલી તરીકે તમે કેટલા હોશિયાર છો એ ઘણું અગત્યનું છે.’

આશાદીપ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સપનાના વાવેતર વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં આ વાત શૈલેષ સગપરિયાએ કરી હતી. એમણે બાળ ઉછેરની પ્રક્રિયા ગાડી નું ઉદાહરણ આપી સમજાવ્યાં હતાં.

મોબાઇલ કેરિયરને બર્બાદ કરી દેશે

વિદ્યાર્થીઓએ બ્રેક મારવાની જરૂર છે. તમારે જો સારું પરિણામ લાવવું હોય તો મોબાઈલમાં બ્રેક મારો. મોબાઈલની સ્થિતિ ઉંદરડા જેવી છે એ તમને કરડે તો પણ ખબર ન પડે,પછી સવારે ખબર પડશે કે તમારી અડધી આંગળી ખવાઈ ગઈ છે. મોબાઈલ પણ ઉંદરડા જેવો છે, તમારુ કરિયર ખવાય જાય પછી તમને ખબર પડશે કે મોબાઈલ તમારી કારકિર્દી ખાઈ ગયો..

ક્ષમતાનો પૂરેપૂરે ઉપયોગ કરવો સૌથી મહત્ત્વનું

બળતણ – વિચારો પર આપણા આખા જીવનની દિશા અને દશા નક્કી થાય છે. હંમેશા હકારાત્મક રહો. જો નેગેટેવિટી આવશે તો એની અસર તમારા પરીણામ પર પડશે. લીવર એ તમારું એક્સેલેરેટર છે. જેમ રોલ્સ રોયને 50ની સ્પીડમાં ચલાવવો એ ગાડીનું અપમાન હોય એમ લાગે છે એ જ રીતે આપણી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ ન કરવો એ આપણી કાબેલિયતનું અપમાન છે..

બાળકોને ટીકા નહીં ટેકાની જરૂર

ગીયર – એક જ ગીયરમાં ગાડી નહીં ચાલે પરિસ્થિતિ મુજબ બદલવું પડે છે. હવે પરીક્ષામાં થોડાક જ દિવસ બાકી રહ્યા છે ત્યારે તમારે ફુલ ગીયરમાં તૈયારી કરવી પડશે. બાળકો આત્મહત્યા કરે છે તો એના માટે વાલીઓ પણ ઘણા મોટા અંશે જવાબદાર છે. વાલીઓનું પ્રેશર બાળકને આપઘાત કરવા પ્રેેરે છે. સંતાનોને ટીકાની નહીં પણ ટેકાની જરૂર છે..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો