Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

અમેરિકામાં એક કરોડની નોકરી છોડી જૈન યુવકે મહંત સ્વામીના હસ્તે સ્વામીનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી, બહેન છે આર્મીમાં કેપ્ટન

જૈન પરિવારના બાળકો નાની ઉંમરમાં જ સંયમના માર્ગે જતા હોવાના સમાચાર ઘણી વખત સાંભળવા મળે છે. પણ આજે એક એક જૈન પરિવારના દીકરાએ સ્વામીનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી છે તે બાબતે વાત કરવી છે. જૈન યુવકનું નામ જૈમીન છે અને તેને મહંતસ્વામીના હસ્તે દિશા ગ્રહણ કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના પાંચમાં મહાન આધ્યાત્મિક ગુરુ […]

70 વર્ષીય વૃદ્ધ દંપતી પૌંઆ વેચી ચલાવે છે ગુજરાન, પરિવારમાં નથી કોઈ કમાનારું, ઈમાનદારી અને મહેનત જોઈ લોકો થયા ભાવુક

વ્યક્તિના જીવનમાં ઘડપણ એટલે આરામના વર્ષો. આખું જીવન કામ કર્યા બાદ વ્યક્તિને માત્ર ઘડપણમાં સૌથી વધારે શાંતિ મળતી હોય છે. જો કે, કેટલાક લોકોના નસીબમાં ઘડપણમાં પણ કામ લખેલું હોય છે. તેમના જીવનના શબ્દકોષમાં આરામ નામનો શબ્દ હોતો નથી. સોશિયલ મીડિયા પર આપણે ઘણા એવા વીડિયો જોયા છે, જેમાં વૃદ્ધ કે વૃદ્ધાનો પરિવારે સાથે છોડી […]

દેખાદેખીના યુગમાં સાદાઈથી લગ્ન: રીક્ષા ચાલકના શિક્ષિત પુત્રએ સફેદ કપડાંમાં જ સાદાઈથી પ્રભુતામાં પગલાં માંડ્યા, મંડપ, જાનૈયા, શેરવાની, શૃંગાર વિના જ લગ્ન કરી સમાજને નવી રાહ ચીંધી

આજના આધુનિક યુગમાં એકબીજાના દેખાદેખીમાં લગ્નમાં ધૂમ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. ઘણા લોકો દેખાદેખીના કારણે કે પછી પોતાનો વટ બતાવવા માટે દીકરાના કે દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ત્યારે ગાંધીનગરના માણસામાં એક રીક્ષા ડ્રાઈવરના એમએસસી થયેલાં શિક્ષિત પુત્રએ સાદાઈથી લગ્ન કર્યા હતા. રિક્ષા ચાલકના પુત્રએ મંડપ, જાનૈયા, શેરવાની, શૃંગાર કે જમણવાર […]

સલામ છે રાજકોટની આ મહિલા હેલ્થ ઓફિસરને: 6 માસની દીકરીને છાતીએ વળગાડી રોજ ગામડાંમાં વેક્સિન આપવા જાય છે

રાજકોટના સરધારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધિડા સબ સેન્ટરનાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડિયાની ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઇ સૌકોઇને તેમને સલામ કરવાનું મન થાય, કારણ કે તેઓ 6 માસની દીકરીને છાતીએ વળગાડી રોજ ગામડાંમાં વેક્સિન આપવા પહોંચી જાય છે. તેમણે જણાવ્યું હતું કે હું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે છેલ્લાં બે વર્ષથી ફરજ બજાવું છું. જેમ ઝાંસીની […]

જામનગરમાં આર્મી જવાન નોકરીમાં રજા મૂકીને કોઈપણ ફી લીધા વગર દોઢ મહિનાથી પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને આપે છે ટ્રેનિંગ

રાજ્યમાં લોક રક્ષકદળની 10 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ માટેની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જે 29મી જાન્યુઆરી સુધી ચાલશે. પરીક્ષા માટે ઉમેદવારોએ મહિનાઓ અગાઉથી પુરજોશથી શરૂ કરી દીધી હતી, અને પરીક્ષા આપવાની બાકી છે તેવા ઉમેદવારો હજુ પણ મેદાનમાં આકરો પરસેવો પાડી રહ્યા છે. ત્યારે જામનગરમાં […]

ગુજરાતી પરિવારે કરી અનોખી પહેલ: લગ્નમાં એવી કંકોત્રી છપાવી છે જે પછી ચકલી માટે રહેવાનું ઘર બની જાય, કંકોત્રી સોશ્યલ મીડિયામાં વાયરલ

ગુજરાતમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ચારેય બાજુ લગ્નની શરણાઇઓ ગુંજી રહી છે. સમાજમાં પોતાનો વટ પડે તે બતાવવા માટે પરિવારના લોકો લગ્નમાં ઘણો ખર્ચ કરે છે. જોકે બધાને ખબર જ હોય છે કે કોની પાસે કેટલા પૈસા છે. લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી કિંમતી અને મોંઘી કંકોત્રી પણ છપાવે છે. જોકે આ પછી […]

કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પાલનપુરનું ગઠામણ ગામ: એક ટર્મ હિન્દુ તો બીજી ટર્મમાં મુસ્લિમ બને છે સરપંચ, આજસુધી ક્યારેય ચૂંટણી યોજાઈ નથી

સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકો સરપંચ બનવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું, જ્યાં કોઇપણ કોમવાદ વગર વર્ષોથી સમરસ ગ્રામપંચાયત છે. પાલનપુરના ગઠામણ ગામમાં હિન્દુ-મુસ્લિમની વસતિ એકસરખી હોવા છતાં આઝાદી પછી આજસુધી ક્યારેય આ ગામમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી અને દર વખતે […]

રાજકોટમાં હેરઓઇલ કંપનીની બ્રાન્ડ-એમ્બેસેડર ગોઠણ સુધીના લાંબા વાળ કેન્સર પીડિતોને અર્પણ કરી દીક્ષા લેશે, 19 વર્ષે દીક્ષા લેવા માતા-પિતાની મંજૂરી ન મળી, હવે સંસાર ત્યાગશે

જે વ્યક્તિને સેવા અને ત્યાગનો ભાવ જાગે છે તેઓ સંસારની તમામ સુખ, સંપત્તિ અને વૈભવના મોહતાજ નથી હોતા. એવા જ રાજકોટના દીકરી નિધિબેન શાહ આગામી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ સંસારનો ત્યાગ કરીને દીક્ષાને માર્ગે જવાના છે. નિધિબેન શાહ એક હેર ઓઈલ કંપનીના બ્રાન્ડ-એમ્બેસેડર છે અને તેમના કેશ માથાથી ગોઠણ સુધી લાંબા હોવાને કારણે જ તેઓને […]

મહિને રૂ.4500 કમાનાર આશાવર્કરની કમાલ: મતિલ્દા દુનિયાની સૌથી તાકતવર મહિલાઓમાં સામેલ થયા, ફોર્બ્સ ઇન્ડિયાએ પાવર વુમનનું લિસ્ટ રજૂ કર્યું

ફોર્બ્સ ઇન્ડિયાએ વુમન પાવર લિસ્ટ 2021 રજૂ કરી દીધું છે. આ યાદીમાં અરૂંધતિ ભટ્ટાચાર્ય, અપર્ણા પુરોહિત, સાન્યા મલ્હોત્રા જેવા દિગ્ગજ નામોની વચ્ચે ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લાના આશા વર્કર મતિલ્દા કુલ્લૂ એ જગ્યા બનાવી છે. મતિલ્દાએ આ ઉપલબ્ધિ ગર્ગડબહલ ગામના ગ્રામજનો માટે કરેલા કામ માટે મળી છે. 45 વર્ષના મતિલ્દા છેલ્લાં 15 વર્ષથી સુંદરગઢના બડાગાવ જિલ્લાના ગર્ગડબહલ ગામમાં […]

હળવદમાં કોમી એકતાના થયા દર્શન: હિંદુ યુવાનોએ ગરીબ મુસ્લિમ પરિવારની દીકરીઓને કરિયાવર લઇ આપ્યો

ઘણા લોકો હિંદુ-મુસ્લિમના નામ પર રાજકારણ કરે છે. પરંતુ ભારતમાં તમામ ધર્મના લોકો એક થઈને રહે છે. તેમાં પણ જો ગુજરાતની વાત કરવામાં આવે તો અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા લોકો પણ અહીં જેમ સાકર દૂધમાં ભળી જાય તે રીતે ગુજરાતના લોકો સાથે હળીમળીને રહે છે. એટલે ગુજરાતમાં કોમી એકતાના પણ દર્શન થાય છે. ત્યારે આવી જ […]