અમેરિકામાં એક કરોડની નોકરી છોડી જૈન યુવકે મહંત સ્વામીના હસ્તે સ્વામીનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી, બહેન છે આર્મીમાં કેપ્ટન

જૈન પરિવારના બાળકો નાની ઉંમરમાં જ સંયમના માર્ગે જતા હોવાના સમાચાર ઘણી વખત સાંભળવા મળે છે. પણ આજે એક એક જૈન પરિવારના દીકરાએ સ્વામીનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી છે તે બાબતે વાત કરવી છે. જૈન યુવકનું નામ જૈમીન છે અને તેને મહંતસ્વામીના હસ્તે દિશા ગ્રહણ કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના પાંચમાં મહાન આધ્યાત્મિક ગુરુ છે. તેમને વડોદરા નજીક આવેલા ચાણસ્મા ગામમાં જૈનમના દીક્ષા આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જણાવી દઈએ જે મહંત સ્વામીના હસ્તે દીક્ષા ગ્રહણ કરનાર જૈનમ તેના પરિવારના સભ્યો સાથે અમેરિકામાં વસવાટ કરે છે. તેનો પરિવાર મૂળ સિરોહી જિલ્લાના પીંડવાડાનો વતની છે. જૈનમની ઉંમર 27 વર્ષની છે અને તેને પોતાનું પ્રાથમિક શિક્ષણ ન્યુયોર્કની હેરીક્સ હાઈસ્કુલમાંથી મેળવ્યું છે. ત્યારબાદ તેને કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ અને આર્કિટેક્ટની ડીગ્રીઓ પણ ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી મેળવી છે. કોલેજ પૂરી કર્યા બાદ 27 વર્ષનો જૈનમ મેનહેટન કંપનીમાં કામ કરતો હતો અને એક કરોડ રૂપિયાનો પગાર હતો. આટલો તગડો પગાર છોડીને તે ધર્મ થકી સમાજ સેવામાં જોડાયા છે.

ત્યારબાદ તેને અચાનક નોકરી છોડીને ગુજરાત આવવાનો નિર્ણય કર્યો. જૈનમ ગુજરાતમાં ચાર વર્ષ સુધી સાળંગપુરના ગુરુકુળમાં રહ્યો અને તેને ત્યાં ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યો. જૈનમ તબલા વાદક પણ છે અને તેને ડીઝાઈનીંગ અને લેખન ક્ષેત્રે ખૂબ જ રૂચી છે. ગુરુકુળમાં મહંત સ્વામી મહારાજે જૈનમને આત્મકલ્યાણ માટેનું શિક્ષણ આપ્યું હતું. અંતે જૈનમે 27 વર્ષની ઉંમરે ત્યાગનો માર્ગ પસંદ કર્યો અને તેને મહંત સ્વામીના હસ્તે દીક્ષા ગ્રહણ કરી. આ સમારોહમાં દેશ-વિદેશના 100 કરતા વધુ યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી છે.

જૈનમે દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેના પિતા પ્રીતમ જૈન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, દેશ અને સમાજની સેવા કરવાની ભાવના જૈનમમાં પહેલાથી જ હતી. તે લાંબા સમયથી BAPS સંસ્થાની સાથે જોડાયેલો હતો. જૈનમે આ સંસ્થાની સાથે જોડાઈને સમાજની ઘણી સેવા કરી છે તેથી અમે પણ તેને સમર્થન આપ્યું.

જૈનમના પિતાએ જણાવ્યું હતું કે અમે મૂળ પિંડવાડાના વતની છીએ. હું પિંડવાડાથી બિઝનેશ કરવા માટે મુંબઈ ગયો હતો. ત્યારબાદ 1986માં અમે ન્યુયોર્કમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને અમે ઇલેક્ટ્રોનિકસ વસ્તુઓનું જથ્થાબંધનું કામ શરૂ કર્યું. જૈનમ જ્યારે ન્યુયોર્કથી પિંડવાડા આવે છે ત્યારે તે મારકુંડેશ્વરજી જઈને સરસ્વતી માતાના દર્શન કરે છે.

જૈનમની બહેન US આર્મીમાં કેપ્ટન
જૈનમ જૈનનો પરિવાર સક્ષમ અને શિક્ષિત છે. જૈનમની બહેન ડો. શેનિકા જૈન અમેરિકન આર્મીમાં કેપ્ટન તરીકે નિયુક્ત છે. શેનિકાએ ન્યૂયોર્કની હેરિક્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. આ પછી, ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી એમડીની ડીગ્રી લીધા પછી અમેરિકન આર્મીમાં ગયા. શેનિકા હાલમાં અમેરિકન આર્મીની યુનિવર્સિટી હોસ્પિટલમાં કામ કરી રહ્યાં છે. ડૉ. શેનિકા ભારતીય મૂળની પ્રથમ મહિલા છે, જે અમેરિકન આર્મીમાં છે અને સર્જન તરીકે સેવા આપી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો