Browsing category

જ્ઞાતિરત્નો

આ છે સૌરાષ્ટ્રના 9 પટેલ બિઝનેસમેન, સુરતમાં નસીબ ચમકતા બની ગયા કરોડપતિ

ડાયમંડ સિટી સુરતમાં અનેક બિઝનેસમેનોએ સંઘર્ષ કરી સફળતા મેળવી છે. સૌરાષ્ટ્રના લોકોને તો સુરત સાથે નાતો જ કંઈક અલગ છે. વેપાર-રોજગાર માટે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી સુરત આવેલા અનેક લોકોનું નસીબ આ શહેરમાં ચમક્યું છે. સૌરાષ્ટ્રથી સુરતમાં સ્થાયી થયેલા મોટાભાગના લોકો હીરા, ટેક્સટાઈલ કે રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા છે. નાની મૂડીએ બિઝનેસ શરૂ કરી […]

કેશુભાઈ પટેલ, ગામડાના માત્ર નવ ધોરણ ભણેલ માનવીએ આધુનિક ઢબે વિકાસ કરવા ઘણા કામો કરી જાણ્યા

ગુજરાત પહેલેથી સમૃદ્ધ રાજ્ય છે, દેશના મધ્યના ભાગે દરિયાકિનારે સ્થાન જ એવું છે આપણા રાજ્યનું કે વિકાસ ગુજરાતમાં સામેથી દોડતો આવે. ગુજરાતમાં વર્ષોના વર્ષોથી દેશનું સૌથી મોટું બંદર કંડલા છે, દેશની મોટી રિફાયનરી છે, ઉદ્યોગો છે, જૂની સંસ્કૃતિ છે – કલા છે, પ્રવાસન સ્થળો છે, યાત્રાધામો છે. પણ સમયાંતરે ગુજરાતના વિકાસનો ફાળો કોઈ એક વ્યક્તિના […]

આ છે 12 પાવરફુલ પટેલ પરિવાર: ગુજરાતભરમાં વાગે છે આમનો ડંકો

એક સમયે ખેતીને પોતાનો વ્યવસાય માનતા ઘણા પટેલ પરિવારો આજે મોટું બિઝનેસ એમ્પાયર ધરાવે છે. માત્ર ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો ડાયમંડ-જ્વેલરી સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જીનીયરિંગ ક્ષેત્રે પટેલ બિઝનેસમેનનો ડંકો વાગે છે. એટલુ જ નહીં વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ સૌથી વધારે પટેલ સમાજના લોકો હોવાનું કહેવાય છે. સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં રહેતા ઘણા પટેલ […]

એક સમયે માતા સાથે છાણા થાપનારા તોગડિયા છે કેન્સર સર્જન, પિતા હતા ખેડૂત

હાલ વીએચપીના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા તેની સામે ખુલી રહેલા જુના પોલીસ કેસિસને લઈ ચર્ચામાં છે. તોગડિયાના હિન્દુત્વ વાદી વિચારો અને કાર્યોથી તો સૌ કોઈ પરિચિત છે. પરંતુ તે કોણ છે અને તેના મૂળીયા ક્યાંના છે તે અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. આજે અમે સૌરાષ્ટ્રમાં એક સમયે માતા સાથે છાણા થાપનારા બાળકથી લઈ […]

શૂન્ય માંથી સર્જન કરનાર નિરમાના ચેરમેન કરસનભાઈ પટેલની સફળતા ની કહાની

અમદાવાદને ભારતનું ડિટર્જન્ટ કેપિટલ બનાવનારા અને ગુજરાતને ભારતમાં સફેદીમાં ચમકાવનારા નિરમાના સ્થાપક કરસન ભાઈ પટેલ. કરસન ભાઈ પટેલનો જન્મ આમતો અતિ સામાન્ય પરિવારમાં થયો હતો. અને તેઓ ગુજરાત સરકારના ખનીજ વિકાસ નિગમના ભૂતપૂર્વ કર્મચારી પણ રહીં ચુક્યા છે. જુની હિન્દી ફિલ્મોના શોખીન કરસનભાઈ પટેલ સાઇઠના દાયકામાં એક સરકારી કચેરીમાં કર્મચારી હતા. અને બસ એ વખતે […]

બે પુત્રીના પિતા પરેશ ધાનાણી છે સામાન્ય ખેડૂત: અમરેલીમાં ફરે છે એક્ટિવા પર, જાણો વિગત

અમરેલી: પરેશ ધાનાણીએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટમાં તેમણે પોતાના વ્યવસાયમાં ખેતી અને સામાજિક કાર્ય દર્શાવ્યું છે. પરશે ધાનાણીએ 2000માં બી.કોમની ડિગ્રી મેળવી હતી જ્યારે તેમની પાસે કુલ રૂ. 1.15 કરોડથી વધુની સંપત્તિ છે. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીનો સમાવેશ થાય છે. તેમની સામે કુલ ચાર જેટલા કેસ પણ નોંધાયેલા છે. પરેશ ધાનાણીના […]

સૌરાષ્ટ્રથી સુરત: દેશ-વિદેશમાં બિઝનેસ ફેલાવી આ પટેલ કરે છે કરોડોનું ટર્નઓવર

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું છે. ડાયમંડ બિઝનેસ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને સુરતને અજોડ નાતો હોવાનું પૂરવાર કરતા અનેક હીરા ઉદ્યોગપતિઓના ઉદાહરણ છે. મૂળ ભાવનગર જિલ્લાના નાના એવા ગામમાં જન્મેલા લાલજીભાઈ પટેલ પણ આમાના એક છે. ધર્મનંદન ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ચેરમેન અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા લાલજીભાઈ […]

આ માતૃભક્ત પટેલે શક્તિ મુજબ માંની ભક્તિ કરવા ખોડલધામને 11,11,11,111 ₹ નું દાન કર્યું હતું

ખોડલધામ ખાતે ખોડીયાર માતાના નવનર્મિત મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી ઉજવાયો હતો. મંદિરના નિર્માણ માટે એક 9 પાસ માતૃભક્ત પટેલે શક્તિ મુજબ માની ભક્તિ કરવા માટે 9 અંકની રકમ એવા રૂ. 11,11,11,111નું દાન કર્યું હતું. તેઓ ખોડલધામના મુખ્ય દાતા છે તેમજ ત્યાં થયેલા 1008 કુંડી યજ્ઞના મુખ્ય યજમાન પણ હતા. કોણ છે માતૃભક્ત પટેલ 52 […]

વચનનો ભંગ કર્યો !

દેશમાં સ્વાધીનતાની ચળવળનો સૂરજ ઊગી ચુક્યો હતો. ચારેબાજુ લોકજુવાળ ના વહેણ ધસમસવા લાગ્યાં હતા.આ વહેણમાં ઢસા (આજનું ગોપાલગ્રામ, જિ.અમરેલી) અને રાયસાંકળીના તાલુકેદાર દરબાર ગોપાલદાસ અગ્રેસર રહ્યાં હતા.કોઈને ગળે ન ઉતરે એવી વાત હતી. કારણ કે કોઈ રજવાડી મનેખ કે ખુદ રાજા,જેમના હાથમાં રાજસત્તાના તમામ સુત્રો હોય તે આવી ચળવળમાં શા માટે જોડાય!? તે પ્રજાની સ્વતંત્રતા […]

નિલકંઠધામ બનાવનાર અને લેઉવા પટેલ સમાજનું ગૌરવ એવા ધર્મવલ્લભદાસજી સ્વામિ જેણે 14 વર્ષથી નથી લીધું અન્ન

વરસવું એ માત્ર મેઘરાજાનો જ ઈજારો નથી માણસ પણ વરસી શકે અને સમાજ પર એટલો વરસે કે એ સંતની છબી હ્રદય મંદિરમાં અંકિત થઈ જાય. શિક્ષણ, સંસ્કાર અને સેવાની સાથે શ્રધ્ધાના કામ કરતાં પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામિ ગુરૂકુળની પરંપરાને વહન કરી રહ્યાં છે. જે ગુરૂકુળ(રાજકોટ)માં ભણ્યા ત્યાંથી જ દીક્ષાગ્રહણ કરીને ભણવાન સ્વામિનારાયણની પરંપરાના વાહક બન્યા. ગુરૂકુળમાં […]