Browsing category

અચીવમેન્ટ

ગુજરાતના નાનકડા ગામડામાં રહેતા સામાન્ય ખેડૂતના છોકરાની ગગનચૂંબી ઉડાન, CAT પાસ કરી IIMમાં એડમિશન મેળવ્યું

મહેસાણા જિલ્લાના રાવલપુરા ગામમાં રહેતા એક સામાન્ય ખેડૂતના 24 વર્ષના દીકરા નિસર્ગ ચૌધરીએ કમાલ કરી દેખાડી છે. આટલા અંતરિયાળ વિસ્તારમાંથી અને સામાન્ય પરિવારમાંથી હોવા છતા પોતાની મહેનત અને લગનથી તેણે ખૂબ જ અઘરી ગણાતી કોમન એન્ટ્રસ ટેસ્ટ (CAT) પરીક્ષા પાસ કરી છે અને દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ અભ્યાસની સંસ્થા IIMમાં પ્રવેશ મેળવ્યો છે. IIM રાંચીમાં પ્રવેશ […]

મૂળ માણાવદરના કોઠડી ગામની અને હાલ તેલ અ‌વીવમાં સ્થાયી ગુજરાતી પરિવારની બે બહેનોએ ઇઝરાયલની આર્મીમાં જોડાઈને ગુજરાતીનું ગૌરવ વધાર્યું: એક બહેન યુનિટ હેડ તો બીજી કમાન્ડો ટ્રેનિંગમાં

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાના એવા કોઠડી ગામના મૂળ વતની મહેર પરિવાર હાલ ઈઝરાયેલ સ્થાયી થયેલો છે અને ત્યાં કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરે છે. આ પરિવારની બે દીકરીઓએ વિશ્વની શક્તિશાળી ગણાતી ઇઝરાયલની સેનામાં સ્થાન મેળવી મહેર સમાજ સાથે માણાવદરનું નામ રોશન કર્યું છે. ઇઝરાયલની આર્મીમાં પ્રથમ ગુજરાતી મહિલા કોઠડી ગામના વતની જીવાભાઈ મુળિયાસિયા અને તેમના […]

NASAની કમાન હવે મૂળ ભારતીયના હાથમાં : સ્પેસ સાયન્ટિસ્ટ ભવ્યા લાલ US સ્પેસ એજન્સી NASAના કાર્યકારી પ્રમુખ બન્યાં

ભારતીય મૂળનાં અમેરિકન ભવ્યા લાલને અમેરિકન સ્પેસ એજન્સી NASAનાં એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ એટલે કે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરાયાં છે. રાષ્ટ્રપતિ જો બાઈડન સ્પેસ એજન્સીમાં કેટલાક ફેરફાર અને સમીક્ષા કરવા માગે છે, આથી તેમણે ભવ્યાને આ મહત્ત્વની જવાબદારી આપી છે. ભવ્યા મૂળભૂત રીતે સ્પેસ સાયન્ટિસ્ટ છે. તેઓ બાઈડનની ટ્રાન્ઝિશન ટીમમાં પણ રહી ચૂક્યાં છે. […]

સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓએ ભંગારમાંથી લીધેલી કારમાં બેટરી, કંટ્રોલર ફિટ કરી ઇલેક્ટ્રિક કાર બનાવી, 2 કલાકના ચાર્જિંગથી 30 કિમી ચાલે

સુરેન્દ્રનગર સી.યુ.શાહ યુનિવર્સટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભંગારમાંથી કાર લાવી એમાં બેટરી, કન્ટ્રોલર સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કર્યું છે. અંદાજે 50 હજારનો ખર્ચ અને 6 માસની મહેનત બાદ તૈયાર થયેલી કાર એકવાર બેટરી ચાર્જ કર્યા બાદ 30 કિલોમીટર સુધી ચાલે છે. સુરેન્દ્રનગર સી.યુ.શાહ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા આકાશ […]

રાજકોટની પ્રથમ મહિલા પાયલોટે આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું, કોરોના વેક્સિનનો પહેલો જથ્થો પુનાથી હૈદરાબાદ પહોંચાડયો

રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ તરીકેનું બિરૂદ મેળવનાર કેપ્ટન નિધી બિપીનભાઈ અઢીયાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આજે પુનાથી દેશના અલગ અલગ શહેરોમાં કોરોના વેક્સિન પહોંચાડવામાં આવી હતી. ત્યારે રાજકોટની નિધી અઢીયાએ આજે પુનાથી હૈદરાબાદ સુધી પ્રથમ કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો હતો. નિધી અઢીયાએ રાજકોટનું ગૌરવ તો વધાર્યુ છે સાથોસાથ ગુજરાતનું ગૌરવ પણ વધાર્યુ છે. નિધીના પિતાએ […]

સુરતના ઋષિ પટેલે CATની પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઈલ સાથે ભારતમાં ટોપ 25માં સ્થાન મેળવ્યું, અમદાવાદ IIMમાં અભ્યાસની છે ઈચ્છા

સુરતના 21 વર્ષીય યુવક ઋષિ પટેલે દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ સંસ્થામાં એડમીશન લેવા માટે પ્રાથમિક પરીક્ષા CAT આપી હતી. જેમાં તેને 99.99 પર્સેન્ટાટાઈલ રેન્ક મેળવીને ભારતભરમાં ટોપ 25માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઋષિએ અભ્યાસ સાથે પરીક્ષા આપી એક મોટી સફળતા હાંસલ કરી છે. હવે ઋષિને અમદાવાદ IIMમાં પ્રવેશ માટે સરળતા રહેશે. સુરત શહેરના પિપલોદ વિસ્તારમાં આવેલી […]

અમદાવાદનો યુવાન નૌકાદળમાં અધિકારી તરીકે જોડાતા માતૃભૂમિ ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું

ગુજરાતના હોનહાર યુવાઓને N.C.C. અને N.S.S. જેવી રાષ્ટ્રનિર્માણ અને દેશસેવાની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે તમામ પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ગુજરાતના તટવર્તી અને સીમાવર્તી ક્ષેત્રોમાં NCC યુનિટ પણ વધારવામાં આવી છે.તેવા સમયે અમદાવાદના સેડ્રિક સિરિલે N.C.C.ના માધ્યમથી ભારતીય નૌકાદળમાં અધિકારી તરીકે જોડાઇને માતૃભૂમિ ગુજરાત અને ગુજરાતીઓને અપાર ગૌરવ અપાવ્યું છે. સેડ્રિકની આ સિદ્ધિ […]

કેરળની 21 વર્ષીય આર્યા બની દેશની સૌથી યુવા મેયર, થિરવનંતપુરમના મેયર તરીકે લેશે શપથ

કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિરુવનંતપુરમથી જીતનારી CPI(M)ની આર્યા રાજેન્દ્રનને પાર્ટીએ તિરુવનંતપુરમની મેયર માટે પસંદ કરી છે. 21 વર્ષની આર્યા પદ સંભાળતાંની સાથે જ દેશની સૌથી યુવા મેયર બની જશે. હાલ તેને BSCનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો નથી. તે સેકન્ડ યરમાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આર્યા સૌથી યુવા કેન્ડિડેટ હતી. તેઓએ UDFની શ્રીકલાને 2872 વોટથી હરાવી. […]

વડોદરાના પૂર્વ મેયરના પુત્રવધુ ખ્યાતી જોષી અમેરિકામાં જ્હોનસન એન્ડ જ્હોનસનની કોરોના વેક્સિનના રિસર્ચમાં જોડાયા

વડોદરા શહેરના પૂર્વ મેયર ઉમાકાંત જોષીના પુત્રવધુ ખ્યાતી જોષી જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીમાં ચાલતી કોરોના વેક્સિનના રિસર્ચમાં જોડાયા છે. જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીમાં ચાલતા કોરોનાના ક્લિનિકલ ટ્રાયલ અંગે ખ્યાતિએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર મૂળ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં રહેતો હતો. તેમનો જન્મ વડોદરામાં થયો હતો, પરંતુ, પિતાની નોકરીમાં બદલી થતા પરિવાર અમદાવાદના નારાયણપુરાના ઘરડાઘર […]

ડાયમંડ વર્કરના દીકરા મૌલિક ઠુમ્મરે SVNITમાં પ્રથમ રેન્ક મેળવતા 5 ગોલ્ડ મેડલ એનાયત કરાયા, UGમાં તમામ પ્રોગ્રામમાં ફર્સ્ટ

શુક્રવારે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનો 18મો પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથી તરીકે ડો.રમેશ પોખરિયાલ “નિશંક’ અને સ્પેશિયલ ગેસ્ટ તરીકે એલ એન્ડ ટીના મુખ્ય કાર્યકારી અધિકારી વાય.એસ ત્રિવેદી હાજર રહ્યાં હતા. આ પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના 1180 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત કુલ 27 વિદ્યાર્થીઓેને ગોલ્ડ મેડલ એનાયત […]