Browsing category

અચીવમેન્ટ

રાજકોટના મોટી પાનેલીના ખેડૂતની કોઠાસૂઝ: ખેતી માટે એક એવું મશીન બનાવ્યું કે ગુજરાત સરકારે નોંધ લીધી, સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત કરાયા

ઉપલેટાના મોટી પાનેલીના ખેડૂતની કોઠાસૂઝથી ખેતરમાં દવા છાંટવાની લારી બનાવી છે ત્યારે આ દવા છંટકાવ કરવાના મશીન બનાવવાને લીધે તેમને સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલીના ખેડૂતને સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ ખેડૂત સન્માનનિધિ કાર્યક્રમ અંતર્ગત ધરતી પુત્રની અલગ-અલગ કામયાબી બદલ ખેડૂતોનું સન્માન […]

ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ, જેવેલિન થ્રો એટલે કે ભાલા ફેકમાં નીરજ ચોપરાએ વ્યક્તિગત સ્પર્ધામાં ઈતિહાસ રચ્યો

ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રો એટલે કે ભાલા ફેકમાં નીરજ ચોપરાએ વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે આજે યોજાયેલી સ્પર્ધામાં 87.58 . મીટરના થ્રો સાથે તમામ સ્પર્ધકોમાં સૌથી અગ્રેસર રહ્યો હતો. આ સાથે વ્યક્તિગત સ્પર્ધામાં નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો હતો અને ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

આજના સમયની યુવતીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો: ખેતરમાં કામ કરતી યુવતીએ પ્રથમ પ્રયાસમાં પાસ કરી ક્લાસ વન અધિકારીની પરીક્ષા

પ્રથમ જ પ્રયાસમાં કોઈપણ રાજ્યના પબ્લિસ સર્વિસ કમિશન(PSC)ની પરીક્ષા પાસ કરવી કંઈ સહેલી વાત નથી. ઘણા લોકોને આ પરીક્ષા પાસ કરવા માટે વર્ષોની મહેનત લાગે છે. જો કે, સખત મહેનત કરનારાઓને સારા પરિણામ મળે છે. પરંતુ આ બધા તેવા લોકો માટે સરળ છે જેમનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ તરફ છે. શું તમે કલ્પના પણ કરી શકો […]

ધોરાજીના યુવાનની અનોખી સિદ્ધિ: સતત 27 મિનિટ સુધી 3200 દોરડા કૂદીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતા અને વ્યવસાયે સ્ટેશનરીની દુકાન ધરાવતા જયદેવસિંહ ગોહિલના પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે સતત છ મહિના મહેનત કરીને પોતાના 110 કિલોગ્રામ વજનમાંથી 77 કિલોગ્રામ વજન કરી દીધું છે, એટલે કે 33 કિલો વજન ઘટાડી દીધું છે. આ વજન ઘટાડવાની સાથે-સાથે તેમનું મનોબળ પણ વધ્યું છે, જેના થકી યુવાને સતત 27 મિનિટ સુધી 3200 […]

પોરબંદરના ખેડૂત પુત્રની અનોખી સિદ્ધિ: વાછોડા ગામના યુવાનને સી.એ.નો અભ્યાસ કરી અમેરિકામાં વિશ્વની નંબર વન ઓડિટ કંપનીમાં મળ્યું સ્થાન

પોરબંદર તાલુકાના વાછોડા ગામના વતની અને વાછોડા થી રોજડા જતા રસ્તે ફક્ત છ એકર વાડી ધરાવતા ખેડૂતનો પુત્ર અમેરિકામાં વિશ્વની નંબર વન કંપનીમાં જોબ મેળવ્યો હતો. સી.એ.નો અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયેલ ત્યાં તેમને ખુબ જ સારી ટકાવારી મળતા અમેરિકામાં વિશ્વની ચાર મોટી ઓડિટ ફાર્મ કંપની માં E Y ફાર્મ કંપનીમાં જોબ મળી […]

અમદાવાદના વાલ્મીકિ સમાજનો યુવક બન્યો કોમર્શિયલ પાઈલટ , દાદાએ દેવું કરીને પણ પૌત્રને ભણાવી ગણાવી પાઈલોટ બનાવવાની આપી હતી સલાહ

અમદાવાદ શહેરના કેમ્પ સદર બજારમાં રહેતા વાલ્મીકિ સમાજના પાર્થ ગણેશે પાઈલટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. પાર્થના દાદા સ્વ. રામચન્દ્રભાઈ એરલાઈન્સ કંપનીમાં ડ્રાઈવર હતા. જ્યારે તેમના પિતા સુરેશભાઈ સ્વીપર હતા. દાદાની ઈચ્છા હતી કે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ પાઈલટ બને. તેઓ સતત પરિવારના સભ્યોને કહેતા કે, પાર્થને ભણાવીને, યોગ્ય વાતાવરણ આપીને પાઈલટ બનવા માટે પ્રોત્સાહિત […]

ખેડૂતની પાંચ દીકરીઓએ માતાપિતાનું નામ કર્યું રોશન: એક સાથે 3 દીકરીઓ બની RAS ઓફિસર, 2 પહેલાં જ બની ચૂકી હતી

ભણેલા-ગણેલા માતાપિતા નાનપણથી જ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરે અને તેમનું બાળક મોટું થઈ તેમાં સફળતા મેળવે તે સમજી શકાય તેવી બાબત છે. જોકે, રાજસ્થાનમાં માત્ર આઠમા ધોરણ સુધી ભણેલા પિતા અને અભણ માતાએ પોતાની પાંચ-પાંચ દીકરીઓને ક્લાસ-1 અધિકારી બનાવી આખા ગામમાં વાહવાહી મેળવી છે. મંગળવારે રાજસ્થાનમાં RAS (રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)નું પરિણામ જાહેર થયું […]

તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી અનોખી સોલર સાઇકલ: 50 કિમી સુધી ચલાવવાનો ખર્ચ માત્ર દોઢ રૂપિયો જ, બેટરી પૂર્ણ થયા પછી પણ દોડશે 20 કિમી સુધી

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં અનેક રાજ્યોમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પણ પાર થઈ ગઈ છે. એવામાં મોંઘવારીએ માજા મૂકી છે. વધતા પેટ્રોલના ભાવ સામે લડવા માટે લોકો પણ નવા વિકલ્પ શોધી રહ્યા છે. આ દરમિયાન તામિલનાડુના મદુરાઇમાં રહેતા કોલેજના એક વિદ્યાર્થીએ સૌર ઊર્જા દ્વારા ચાલતી સાઇકલ બનાવી છે. […]

નંદુરબારના આદિવાસી યુવકે પેટ્રોલનો ભાવ સળગતાં બનાવી બેટરીવાળી મિનિ કાર, એક વખતે ચાર્જ કરવા પર 40 કિલોમીટર ચાલે છે

પેટ્રોલની કિંમતો દેશના ઘણા મહાનગરોમાં 100 રૂપિયાથી વધારે થઈ ગઈ છે. પેટ્રોલની કિંમતો આસમાને હોવાના કારણે દરેક તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. એવામાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં રહેતા એક આદિવાસી યુવકે વન સીટર અને ત્રણ પૈડાવાળું વાહન બનાવ્યું છે. બેટરીથી ચાલનારી આ મિની કાર એક વખતે ચાર્જ કરવા પર 40 કિલોમીટર દોડે છે. આદિવાસી યુવક અર્જુન […]

ચીખલીના વાંઝણા ગામની પાટીદાર યુવતી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક થતાં ગુજરાતનું ગૌરવ વધાર્યું, તેના વિશે જાણીને ગર્વ થશે

અમેરિકાના મિસિપિસી શહેરમાં રહેતા ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના પરિવારોની દીકરી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક થતાં વાંઝણા સહિત તાલુકામાં ખુશી ફેલાઈ ગઈ છે. શિકાગોમાં નેવલબેઝ ટ્રેનિંગ કેમ્પસમાં 10 અઠવાડિયાની તાલીમ પુરી કરીને નૈત્રી પટેલે નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવી સમગ્ર તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના […]