પંચમહાલમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવકે મચાવ્યો આતંક, ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં એક વીડિયો (Video)એ સોશિયલ મીડિયામાં (Social Media) ઘૂમ મચાવી છે. અહીંયા એક યુવકે હાથમાં ખુલ્લી તલવાર (Sword) લઈને નીકળી પડ્યો હતો અને જાહેર માર્ગ પર ગાળાગાળી કરતો નજરે પડ્યો હતો. યુવકના આ ‘આતંક’નો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ જ પોલીસે કાર્યવાહી કરી હતી. જોકે, ઘટનામાં યુવકને અટકાયત કરવામાં આવી હોવાથી બાદમાં તેનો છુટકારો પણ થઈ ગયો છે પરંતુ સમગ્ર જિલ્લામાં આ ઘટનાએ ચકચાર મચાવી છે.

બનાવની વિગત એવી છે કે પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં એક યુવક અચાનક ખુલ્લી તલવાર સાથે જાહેર માર્ગ પર બજારમાં ધસી આવ્યો હતો. લોકો કઈ સમજે તે પહેલાં આ યુવકે ગાળા ગાળી શરૂ કરી દીધી હતી. હાજર લોકો ડરી ગયા હતા કારણ કે કોઈને ઘટનાની પૂર્વભૂમિકા સમજાઈ રહી નહોતી. દરમિયાનમાં એક યુવકે સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો પોતાના મોબાઇલમાં કંડારી લીધો હતો.

આ યુવક પણ પંચમહાલ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવકે વેજલપુરના એસબીઆઈ સર્કલ પાસે બજાર માથે લેતા એક સમયે સ્થાનિકો ડરી ગયા હતા. યુવકે આ વીડિયોમાં યુવક ગાળાગાળી કરતો પણ નજરે ચઢ્યો હતો. બજારમાંથી પસાર થતી મહિલાઓ એ વખતે ક્ષોભમાં મૂકાઈ ગઈ હતી. અંતે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

આ ઘટના બાદ યુવકની વેજલપુર પોલીસે અટકાયત કરીને બાદમાં ધરપકડ કરી હતી. જોકે, બનાવની તપાસ કરતા યુવક નશામાં છાકટો થઈને ખેલ ખપાટા કરતો હોવાનું સામે આવ્યું હતું અને તેણે કોઈના પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી નહોતી. પોલીસે યુવકને મુક્ત કરી દીધો હતો પરંતુ લાઇવ વીડિયો સમગ્ર પંથકના વોટ્સએપ ગ્રુપમાં યકચાર મચાવી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો