રાજકોટમાં રેવન્યુ શાખાના નાયબ મામલતદારે 20 હજારની લાંચ માંગ્યાની યુવકે ટ્વિટ કરીને મુખ્યમંત્રીને ફરિયાદ કરી

રાજકોટ તાલુકાના રામપર(સૂર્યા) ગામના રહીશે લાંચ મંગાતા હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. અરજદારે મુખ્યમંત્રીને ટ્વિટર મારફતે ફરિયાદ કરીને જમીનની નોંધના બદલામાં રૂપિયા ન અપાતા નોંધ નામંજૂર કરી હોવાના આક્ષેપ કરીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

ન્યાય માટે ટ્વિટ

રાજકોટ તાલુકાના રામપર (સૂર્યા) ગામના અરજદાર વી.વી.વસાણીએ ટ્વિટર મારફતે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. રાજકોટ તાલુકાના રેવન્યુ શાખાના નાયબ મામલતદારે રૂપિયા 20 હજારની લાંચ માંગી હોવાની ફરિયાદ કરી છે.નાયબ મામલતદારે પૈસા ન આપતા જમીનની નોંધ નામંજૂર કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ન્યાય માટે અરજદાર નાયબ મામલતદાર કચેરીએ વી.વી.વસાણીની ઓફિસમાં જ આત્મવિલોપનની કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ટ્વિટમાં અરજદારે મહેસુલ ખાતું સૌથી વધુ ભ્રષ્ટ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ટ્વિટરના આધારે ACB કાર્યવાહી કરે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો