વડોદરામાં પતંગ ચગાવવામાં મશગૂલ યુવકનું સાતમાં માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું, ઉત્તરાયણનો ઉત્સાહ શોકમાં પરિણમ્યો

શહેરના ખોડીયાર નગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-706 બંસીધર હાઇટ્સમાં રહેતા રહેતા 16 વર્ષના કરણ રાઠોડનું ટેરેસ ઉપરથી પટકાતા મોત નીપજ્યું હતું. કરણ ટેરેસમાં પતંગ ચગાવવામાં મશગુલ હતો. તે દરમિયાન એકાએક પટકાતા મોતને ભેટ્યો હતો.

આવાસમાં ગમગીની ફેલાઈ

શહેરના ખોડીયાર નગર સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસ આવેલા છે. મુખ્યમંત્રી આવાસના બસંધીર હાઇટ્સમાં બી-706માં રહેતો કરણ પોપીન્સકુમાર રાઠોડ ટાવરના લોકો સાથે પતંગ ચગાવી રહ્યો હતો. દરમિયાન એકાએક નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. કરણ નીચે પટકાતા જ પિતા સહિત ટાવરના લોકો દોડી આવ્યા હતા. અને તુરત જ તેને સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જોકે, તબીબોએ સારવાર આપતા પહેલાં જ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ બનતા બંસીધર હાઇટ્સમાં ગમગીની ફેલાઇ ગઇ હતી અને ઉત્તરાયણનો પર્વ શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો