સમગ્ર વિશ્વ હાલ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યો છે રોજગાર ની પ્રવુતિઓ બંધ થતા શ્રમજીવીઓ માટે સ્થિતી કફોડી થઇ ગઈ છે ખાસ કરીને પર પ્રાંતીઓ ને ગુજરાન ચલાવવાનું પણ કઠિન થઇ ગયું છે ત્યારે આ કોરોના સંકંટ માં ઉત્તર પ્રદેશ ના એક શ્રમજીવી ની કરુણ ઘટના સામે આવી છે
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હાલ સરકારે સરકારી નોંધાણીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વતન પરત ફરી શકશે તેવી સરકારે હૈયાધારણા બાદ હાલ કાર્યવાહી સાથે વતન મોકલવા માટે રેલ સેવા શરૂ કરવામાં આવી છે. જોકે કેટલીક હદે તેનો લાભ ન મળતા અનેક મજબૂરો વતન પહોંચવા માટે સાયકલ પર નિકળ્યા પડ્યા હતા. જેમાનો એક રાજુ સહાની સાયકલ લઇને વતન તો ના પહોંચી શક્યો પરંતુ રૂપિયાની અછત હોવાથી તેનો મૃતદેહ પણ ઘરે ના પહોંચતા આખરે અંતિમક્રિયા કરજણમાં જ કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે રહેતા અંદાજીત 40 વર્ષીય રાજુ સહાની છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ સ્થિત કુશવા કંપનીમાં ફરજ બજાવતા હતા. લોકડાઉનમાં કંપની બંધ થતાં અન્ય પરપ્રાંતિઓની જેમ રાજુ પણ સાયકલ પર નિકળી પડ્યો હતો. ભૂખ્યાં તરસ્યા ભર ઉનાળામાં સાયકલ ચલાવી કરજણ સ્થિત ઝીંદાલ રેલ પાસે પહોંચ્યો હતો.
જ્યાં અચાનક તેની તબીયત લથડી પડતા રસ્તાની બાજૂની કાંટાની ઝાડીઓમાં બેભાન થઇ પડી ગયો હતો. સ્થલ પર પહોંચેલી 108 એમ્બ્યૂલેન્સે તપાસ કરતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવની જાણ કરજાણ પોલીસને થતાં મૃતક રાજુ સહાનીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
આ બનાવની તપાસ કરી રહેલા કરજણ પોલીસના કોન્સટેબલ રાજેન્દ્રભાઇ વાઘેલા સાથે આ અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, રાજુ સહાનીનુ મોત ગરમીના કારણે થયું હોવાનુ પ્રાથમિક કારણ જણાવા મળ્યું છે. મૃતકના પરિવારને બનાવની જાણ ટેલિફોન મારફતે કરવામાં આવી હતી. જેથી તેના લાગતા વળગતા સગાઓ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યાં હતા. જ્યાં પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા તેઓને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક રાજુ પરણીત છે અને હાલ તેનો પરિવાર ઉત્તર પ્રદેશમાં છે. રાજુના મોતના સમાચાર મળતા આખુ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતુ. જોકે રૂપિયાની તંગી હોવાથી મૃતદેહ ઉત્તર પ્રદેશ લઇ જવો શક્ય ન હતો. અને લોકડાઉનમાં મૃતકનો પરિવાર અંતિમક્રિયા માટે ઉત્તર પ્રદેશથી કરજણ આવી શકે તે પણ શક્ય ન હતુ જેથી રાજુના કેટલાક સગા અને તેના સાથી કર્મીઓ દ્વારા આજે બપોરે તેની અંતિમક્રિયા કરજણ ખાતે સ્મશાનમાં કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..