મહિલાઓ થઈ જજો સાવધાન, ફ્લેટના પાર્કિંગમાં બેસીને વાતો કરશો તો પોલીસ પકડી જશે, વસ્ત્રાપુર પોલીસે ટાવરના પાર્કિંગમાંથી આઠ મહિલાઓની ધરપકડ કરી

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. બીજી બાજુ પીએમ મોદીએ આખા દેશને લોકડાઉન કર્યા પછી પણ લોકો સમજી રહ્યા નથી. ત્યારે કોરોનાને લઈને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ડીજી શિવાનંદ ઝાએ લોકડાઉનને સફળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. લોકડાઉન હોવા છતાં જે લોકો ઘરની બહાર નીકળે છે અને સોસાયટીઓમાં ટોળા વળીને બેસી રહે છે તેના માટે અમદાવાદ પોલીસ ડ્રોન અને પેટ્રોલિંગથી નજર રાખશે. એટલે અમદાવાદી મહિલાઓ સાવધાન થઈ જજો. ફ્લેટના પાર્કિંગ કે સોસાયટીમાં ભેગા થઈ વાતો કરશો તો પણ પોલીસ ધરપકડ કરી લેશે.

આજની સ્થિતિની વાત કરીએ તો, અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે હવે શકમબા ટાવરમાં આવેલ પાર્કિંગમાં ભેગા મળી વાતો કરતી 8 મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળતા વસ્ત્રાપુર પોલીસ ટાવરમાં પોહચી હતી. પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

આ સિવાય અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના 50થી વધુ ગુના નોંધાયા છે અને 200થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘાટલોડિયા,સાબરમતી, વસ્ત્રાપુર, રાણીપ, નિકોલ, રામોલ, ગોમતીપુર,રખિયાલ, ઇસનપુર, પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ટોળા કરીને ઉભેલા લોકો સામે કાર્યવાહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો