સુરત શહેરના પુણામાં દારૂ-જુગારની લતે ચડી ગયેલા રત્નકલાકાર (Diamond Worker) યુવાન દેવાળીયો બની જતાં ઘરમાં જ જુગારધામ (Gambling) શરૂ કર્યું હતું. એટલું જ નહીં જુગારી વ્યક્તિ તેની પત્ની સાથે વારંવાર ઝઘડા કરી તેના નાનાભાઈની પત્ની સાથે સંસાર માંડવા માટે પત્નીને ધમકી આપતો હતો. એક દિવસ તે નાનાભાઇની પત્નીને લઇને ભાગી પણ ગયો હતો. આ મામલે સમાધાન માટે બોલાવવામાં આવેલી બેઠકમાં પોલીસ (Surat Police)ની હાજરીમાં જ પતિએ તેની પત્નીનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પત્નીએ તેના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ (Physical and Mental Harassment) આપવાની અને જીવથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મૂળ ભાવનગર-મહુવાના વતની અને હાલમાં સુરતના પુણામાં દયારામ સોસાયટી ખાતે રહેતા કુંદનબેન વિપુલભાઇ ચૌહાણના વર્ષ 2009માં રત્નકલાકાર વિપુલ ચૌહાણ સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડાં સમય બાદ પતિ જુગારના રવાડે ચઢી દારૂ પીને ઘરમાં મારઝૂડ કરતો હતો. નોકરી છોડી બેકાર બનેલા વિપુલે પૈસાની માંગણી કરી પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરતા મામલો મહુવા પોલીસમાં પહોંચ્યો હતો. પરંતુ વડીલોની દરમિયાનગીરીથી સમાધાન કરી લીધું હતું. વર્ષ 2013થી કુંદનબેન પતિ વિપુલ સાથે વરાછાની કમલ પાર્ક સોસાયટીમાં રહેવા આવી ગયા હતા.
ભાડાના મકાનમાં રહેતા આવ્યા બાદ પણ વિપુલે જુગાર રમવાનું ચાલુ રાખતા દેવું થઇ જતા લેણદારો ઉઘરાણી માટે ઘરે આવતા હતા. આ મુદે દંપતી વચ્ચે ઝઘડા પણ થતા હતા. બાદમાં તેણી પતિ-સંતાનો સાથે પુણામાં પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી. જોકે, પતિની આદતોમાં કોઇ સુધારો જણાયો ન હતો. આ અંગે વિરોધ નોંધાવ્યો તો પતિ અને દિયરે તેણીને માર માર્યો હતો. આ અંગે તેણીએ પુણા પોલીસમાં અરજી પણ આપી હતી અને બાદમાં સમાધાન થઇ ગયું હતું.
જોકે, ત્યાર બાદ મહિલાનો પતિ વિપુલ અને દિયર મેહુલે ભાડાના ઘરમાં જ જુગારધામ શરૂ કરી દીધું હતું. આ સમયે પતિ અને દિયરની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને અવારનવર મળતા હતા. આ અંગેનો ભાંડો ફૂટી ગયો તો પતિએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કરી દેરાણી સાથે સંસાર માંડવા છૂટાછેડા આપી દેવા દબાણ કરતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..