દિયર- ભાભીના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના આવી સામે, ભાભીને દિયર સાથે આંખ મળી જતાં આડખીલીરૂપ પતિની હત્યા કરી

ભાભી અને દિયરના મા-દીકરા જેવા પવિત્ર સંબંધને કલંકિત કરતી એક ઘટના ગત બુધવારે રાત્રિના મહેમદાવાદ તાલુકાના સરસવણીમાં બનતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોતાના પ્રેમમાં આડખીલીરૂપ બનતા પતિની તેની જ પત્નીએ દિયર સાથે મળી ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ પતિએ પહેરેલ સોનાની ચેઇન અને ચાંદીનાં કડલાં મળી રૂા. ૭૦ હજારની લૂંટ કરી આ ઘટનાને લૂંટ વીથ મર્ડરના ગુનામાં ખપાવવાનો કારસો રચ્યો હતો. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યારા દિયર-ભાભીને ઝડપી પૂછપરછ કરતાં હત્યાનો પર્દાફાશ થયો હતો. તેમજ મહેમદાવાદ પોલીસે બંનેને ઝડપી પાડીને વધુ તપાસ આદરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહેમદાવાદ તાલુકાના સરસવણીમાં નરેશભાઇ કાંતિભાઇ ચુનારા(ઉ.વ. ૩૪) પરિવાર સાથે રહેતો હતો. તેને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હતો. નરેશભાઇ છૂટક ખેતમજૂરી કરી કુંટુંબનું ભરણપોષણ કરતો હતો. નરેશભાઇની પત્ની મનીષાબેન (ઉ.વ.ર૮)ને પોતાના દિયર મહેશ ઉર્ફે કારીયો(ઉ.વ.રપ) સાથે આંખો મળી જતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આર્થિક તંગીના કારણે નરેશભાઇ અને મનીષાબેન વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. દરમિયાન નરેશભાઇની ગેરહાજરીમાં મહેશ અને મનીષા એકબીજાને મળતા અને વાતચીત કરતા હતા. ત્યારબાદ બંને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાતા દિયર-ભાભીના પવિત્ર સંબંધને ભૂલી પ્રણયફાગ ખેલતા હતા. પ્રેમમાં અંધ બનેલ મહેશ અને મનીષા વચ્ચે નરેશભાઇ આડખીલી બનતા હોય, તેનો કાંટો કાઢી મનીષાને તેના દિયર મહેશ સાથે દિયરવટુ કરવાનું નક્કી કરી નરેશભાઇનો કાંટો કાઢવાનો પ્લાન ઘડી નાંખ્યો હતો.

દરમિયાન ગત તા. ૪ માર્ચે રાત્રિના સમયે નરેશભાઇ પરીવાર સાથે જમી પરવારી ઘરના અડારામાં સૂઇ ગયા હતા. તે વખતે મોડી રાત્રિના સુમારે પ્રેમમાં અંધ બનેલ મનીષાએ પતિ નરેશભાઇના નાક તથા ગળાના ભાગે કપડાની સાફીથી દબાવી રાખી હતી. જયારે દિયર મહેશે સગા ભાઇનાં ગળે સુતરની દોરડીથી આંટી પાડી ગળે ટૂંપો દઇ મોતને ઘાટ ઉતાર્યો હતો. નરેશભાઇની હત્યા બાદ કોઇને શંકા ન જાય તે માટે દિયર-ભોજાઇએ નરેશભાઇએ પહેરેલો બે તોલા વજનનો સોનાનો દોરો તથા બંને હાથે પહેરેલ ચાંદીના કડાં મળી કુલ રૂા. ૭૦ હજારની લૂંટ કરી હતી. તેમજ સવારે નરેશભાઇની કોઇ અજાણ્યા ઇસમોએ લૂંટ કરી હત્યા કરી હોવાની જાણ મહેમદાવાદ પોલીસ મથકે કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

આ ઉપરાંત મહેમદાવાદ પોલીસ તથા એલસીબીની અલગ અલગ ટીમ બનાવી બંનેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મૃતકની પત્ની મનીષાએ દિયર મહેશ સાથેનાં પ્રેમસંબંધમાં પતિ આડખીલી રૂપ બનતો હોય બંનેએ ભેગા મળી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જે સંદર્ભે મહેમદાવાદ પોલીસે હત્યારા મહેશ ચુનારા તથા મનીષા ચુનારાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

દિયરે બે માસ પહેલાં છૂટાછેડા લીધા હતા

મહેશ ચુનારાનાં લગ્ન છ વર્ષ પહેલાં હલધરવાસ ખાતે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેને ૪ વર્ષનો એક દીકરો હતો. દરમિયાન મહેશને પોતાની ભાભી મનીષાબેન સાથે પ્રેમસંબંધ બંધાતા પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. મહેશ પત્નીને અસહ્ય ત્રાસ ગુજારતો હોય તેની પત્નીએ બે માસ અગાઉ પોતાના દીકરાને મૂકી છૂટાછેડા લઇ લીધા હતા.

બંને ભાઈના 4 સંતાનો મા-બાપ વિહોણાં બન્યાં

મૃત્તક નરેશભાઇને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જયારે મહેશને સંતાનમાં એક દીકરો છે. દિયર મહેશ અને મોટાભાઈ પત્ની મનીષાનાં પ્રેમસંબંધમાં ખૂની ખેલ ખેલતાં ચાર બાળકો માતા-પિતા વિહોણાં બન્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો