પરિણીતાનો અંગત પળનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી શરીરસુખ માણ્યું, સગીર દીકરી સાથે પણ શારીરિક અડપલાં કરતાં શખ્સની હેવાનિયતથી કંટાળીને પરિણીતાએ નોંધાવી ફરિયાદ

હળવદ પંથકમાં રહેતી અને મુળ ભુજની પરિણીતાને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, તે દરમિયાન યુવકે તેની સાથેના અંગતપળોના ફોટા અને વીડિયો લઈ લીધા હતા. તે વીડિયો અને ફોટા બતાવીને તેમજ તેને વાઈરલ કરવાની ધમકી આપી અવારનવાર પરિણીતાની ઈચ્છા વિરુદ્ધ જુદી જુદી જગ્યાએ તેની સાથે દુષ્કર્મ ગુજારવા ઉપરાંત પરિણીતાની સગીર વયની દીકરી સાથે પણ શારીરિક અડપલાં કરતા શખ્સની હેવાનિયતથી કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જોકે, બ્લેકમેઇલર યુવાન હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોઈ પોલીસે તેને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે. આ અંગે વધુ પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ભુજના રહેવાસી અને હાલ હળવદમાં રહેતી પરિણીતાને હળવદના ચંદ્રપાર્ક વિસ્તારમાં રહેતા કમલેશ ભીખાભાઇ ભોરણીયા સાથે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો.

પ્રેમમાં ગળાડૂબ બંને પાત્રોએ અંગત પળો પણ માણી હોઈ તેનાં ફોટા તથા વીડિયો પ્રેમી પાસે હોય આ ફોટોગ્રાફ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને પ્રેમીએ પરિણીતા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોકસો મુજબ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો