કોરોના કાળમાં સુરતીએ લંબાવ્યો મદદનો હાથ: સંબંધીના આખા પરિવારને કોરોના થતા કોઇ જમાડવાવાળું ન મળતા ક્વોરન્ટીન પરિવાર માટે યુવકે શરૂ કરી ફ્રી ટિફિન સેવા

“અમારા પરિવારના ચાર સભ્યો કોરોના વાઇરસની ચપેટમાં આવતા રસોઈ બનાવવી તો દૂરની વાત ટિફિન પણ આપવા કોઈ તૈયાર ના હતું. આવી હાલાકી જોયા બાદ શહેરીજનોનો વિચાર આવ્યો હતો આમ, આવી સ્થિતિ ના જોવાતા અમે શહેરમાં કોઈ આખું પરિવાર હોમ કોરોન્ટાઇન હોય તો તેમને સાત દિવસનું બપોરનું ભોજન વિનામૂલ્યે ઘર સુધી પહોંચાડીયે છીએ. આ સેવા અમે 10 એપ્રિલ, 2021થી શરૂ કરી હતી. રોજ 3 હજાર ડિશ પહોંચાડવા આયોજન છે’ આવું કિશોર ત્રાપસીયાએ જણાવ્યું છે. કિશોર ત્રાપસિયા મૂળ અમરેલીના સાવરકુંડલાના છે અને હાલમાં વરાછા રોડ હરીશનગરમાં રહીને હીરાની ઓફિસમાં કામ કરે છે. હોમ કોરોન્ટાઇન પરિવારને વિનામૂલ્યે 7 દિવસ સુધી બપોરનું ભોજનની સેવા શરૂ કરી છે.

દાતા દાન આપવા આવ્યા પણ અમે લીધું નહીં

કિશોરે જણાવ્યું કે અમારી પાસે અનેક દાતા દાન આપવા આપ્યા હતા. પણ અમે એમને ના પાડી હતી. હાલમાં મે અને મારા મિત્રો મળીને બચાવેલા રૂપિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે કેટરર્સનું કામ કરનારા મગન કોલડિયા પણ અમારા મિત્ર છે. જેથી અમને તેમની ખૂબ જ મદદ મળી છે.

રોજની બે હજાર ઇન્કવાયરી આવે છે

કેટરર્સનું કામ કરનારા મગન કોલડિયાએ વાત કરતા જણાવ્યું હતું કે, પહેલા દિવસે 980 લોકોને ભોજન આપ્યું છે. માત્ર મીની બજાર નહીં, પણ શહેરના અડાજણ, રાંદેર સહિતના વિસ્તારો આવરી લેવાયા. દાળ-ભાત, શાક-રોટલી-સલાડ આપીયે છીએ. રોજની બે હજાર ઇન્ક્વાયરી આવે છે.

200ની ભોજનસેવા

પર્વત પાટિયામાં ખેડાપતી બાલાજી ટ્રસ્ટ દ્વારા ભોજનની સેવા માટેની વ્યવસ્થા 9મી એપ્રિલથી શરૂ કરી હોવાનું યોગેશ બંસલે જણાવ્યું હતું. માત્ર પર્વત પાટિયા વિસ્તારમાં કોઈપણ સોસાયટીથી ફોન આવે તો તેઓ લોકોને ભોજન અમે પહોંચતું કરીશું. 200 લોકોને બપોર અને સાંજ બન્ને ટાઇમ ભોજન આપવા માટેની અમારી તૈયારી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો