હાઇવે પર ડીઝલ સમાપ્ત થઈ જતા પડેલી મુશ્કેલીથી આવ્યો હોમ ડિલિવરીનો આઇડિયા, આજે 100 કરોડ પર પહોંચ્યું ટર્નઓવર

ટીકેન્દ્ર અને સંદીપ નોઈડા સ્થિત ટેક કંપની સેમસંગમાં કામ કરતા હતા. જ્યારે પ્રતિક એક્સિકોમમાં કામ કરતા હતા. પ્રતિક અને ટીકેન્દ્ર રૂમમેટ હતા. એક દિવસ ત્રણેય દિલ્હીથી બહાર ફરવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામા જ ફ્યુલ સમાપ્ત થઈ ગયું. ટીકેન્દ્ર જણાવ્યું હતું કે અમને રસ્તામાં લગભગ 10 કિમી સુધી આસપાસમાં એકપણ ફ્યુલ સ્ટેશન ન મળ્યું. એ સમયે અમને અહેસાસ થયો કે એવી મોબાઈલ એપ હોત તો સારૂં થાત, જેમાં આપણે એક ઓર્ડરથી ગમે ત્યારે, ગમે ત્યાં ફ્યુલ મગાવી શકત.

એ પછી ટીકેન્દ્રે પોતાના કલીગ સંદીપ અને રૂમમેટ પ્રતિકને આ આઈડિયા પર વાતચીત કરી. તેઓ તરત આ મિશન સાથે જોડાઈ ગયા. ત્યાંથી શરૂ થઈ સ્ટાર્ટઅપ કંપની પેપફ્યુલ ડોટ કોમની સફર. હાલના દિવસોમાં હોમ ડિલિવરીનો કારોબાર ઝડપથી આગળ વધી રહ્યો છે. આ જ કારણ છે કે આ વર્ષે ફાઈનાન્શિયલ યર (2020-21)માં તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ આસપાસ પહોંચી ગયું છે.

ટીકેન્દ્ર કહે છે, અમે આ વિષય પર રિસર્ચ કર્યું. દિલ્હી-એનસીઆરના લગભગ 100થી વધુ લોકોનાં ઘરે જઈને અને ઓનલાઈન ફીડબેક લીધો. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે મોટા ભાગના લોકોને આ પ્રકારની સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. દરેક બીજા માણસે એ જ કહ્યું કે પેટ્રોલ-ડીઝલ માટે ઓનલાઈન એપ હોવી જોઈએ. જોકે પેટ્રોલ-ડીઝલની ઓનલાઈન ડિલિવરીનો કારોબાર શરૂ કરવો ઘણું જોખમી છે. ટીકેન્દ્ર કહે છે, 2016 સુધી દેશમાં પેટ્રોલ ડિલિવરીની પરમિશન નહોતી. હાલમાં જ સરકારે તેની અનુમતિ આપી છે. એ સમયે અમારી પાસે માત્ર ડીઝલ ડિલિવરી જ એકમાત્ર વિકલ્પ હતો. અમે ડીઝલની ડિલિવરી પર જ કામ શરૂ કરી દીધું.

સંદીપ કહે છે, ‘લોકોનો ફીડબેક લીધા પછી અમે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ), પેટ્રોલિયમ પ્રોસેસ એન્જિનિયરિંગ સર્વિસ કો. (પેસ્કો) જેવી ઓઈલ કંપનીઓને પોતપોતાનાં સૂચન મોકલ્યાં. આ સાથે જ અમે સ્ટાર્ટઅપનો આઈડિયા પીએમઓને પણ મોકલ્યો હતો. થોડા દિવસમાં જ અમને પીએમઓમાંથી જવાબ આવી ગયો હતો. બીજી તરફ, ફરીદાબાદસ્થિત ઈન્ડિયન ઓઈલની તરફથી પણ અમને અમારા કારોબારનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ એટલે કે ડીપીઆર સોંપવા માટે કહેવાયું.’

તેમણે કહ્યું હતું કે અમે અમારા પ્રોજેક્ટની ડીપીઆર ઈન્ડિયન ઓઈલને મોકલી. અપ્રુવલ મળ્યા પછી અમે અમારો કારોબાર શરૂ કરી દીધો. સંદીપ, ટીકેન્દ્ર અને પ્રતિક કહે છે કે સ્ટાર્ટઅપને શરૂ કરવામાં અમે 12 લાખ રૂપિયા ખર્ચ કર્યા. તેમાં એપ ડેવલપ, બ્રાઉઝર ડેવલપ, ડિસ્પેન્સિંગ મશીન, જેરી કેન સહિત અન્ય કાર્યો પર કરાયેલો ખર્ચ સામેલ છે.

સંદીપ કહે છે, પેપફ્યુલ્સ સરકાર પાસેથી માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપ છે, જેને ઓઈલ માર્કેટિંગ કંપની કે પેસ્કોની અપ્રુવલ મળી છે. પેપફ્યુલ્સનું ઈન્ડિયન ઓઈલ સાથે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ છે. એ ડોર-ટુ-ડોર ડિલિવરી માટે છે. આ એપ પર ગ્રાહક ઓનલાઈન કે મેસેજ દ્વારા ઓર્ડર કરી શકે છે.

આ સાથે જ ઓનલાઈન ટ્રેકિંગ, બિલિંગ કે ડેશબોર્ડના અન્ય ફીચર્સનો લાભ લઈ શકે છે. પેપફ્યુલ્સ એક આઈઓટી-આરએફઆઈડી ડિવાઈસથી ફ્યુલ ડિલિવરીનું કામ કરે છે, જેનાથી ફ્યુલની ચોરી થતી નથી. આ પેપફ્યુલ્સની એક પેટન્ટ ડિવાઈસ છે, જે કંપનીએ ખુદ બનાવી છે.

સંદીપ અને પ્રતિક કહે છે, અમે અમારી એપ પર ગ્રાહકોના ઓર્ડર રિયલ ટાઈમમાં લઈએ છીએ અને એ ડિલિવરી માટે સીધા જ સંબંધિત એમડીયુને મોકલી આપીએ છીએ. અમે 2-3 કલાકમાં આ કામ કરી દઈએ છીએ. ગ્રાહક ડિલિવરી દરમિયાન રિયલ ટાઈમ નજર રાખી શકે છે અને ડિલિવરી પછી કન્ફર્મેશન આપી શકે છે. એમડીયુ આઈઓટી આધારિત આરએફઆઈડી ટેક્નિક પર કામ કરે છે. આ પેપફ્યુલ્સની પેટન્ટ ટેક્નિક છે. તેમાં ચોરીની બિલકુલ સંભાવના નથી અને તેણે ગ્રાહકોને વિશ્વાસ અને સુરક્ષા પ્રદાન કરી છે. એટલું જ નહીં, અમે ગ્રાહકોને જાગ્રત કરવા માટે વોલ્યુમ અને ક્વોલિટીની વન-સાઈટ તપાસની સુવિધા પણ આપીએ છીએ.

ડીઝલ ઓર્ડર કરવાની શી રીત છે?

સંદીપના અનુસાર, ગ્રાહકે પ્રથમ એપ પર એક રિક્વેસ્ટ મોકલવાની રહેશે. એના પછી પેપફ્યુલ્સના એક્ઝિક્યુટિવ ગ્રાહકની સાઈટ પર જઈશું કે ગ્રાહકના એરિયામાં ડિલિવરી છે કે નહીં, એ જોઈશું. ત્યારે ગ્રાહક સાથે અગ્રીમેન્ટ કરીશું. એના પછી ગ્રાહકને એક આઈડી અને પાસવર્ડ આપવામાં આવે છે, જેનાથી તેઓ પોતાના અપ્રુવ્ડ લોકેશન પર ફ્યુલ ઓર્ડર કરી શકે છે. ગ્રાહક પેપફ્યુલ્સના રજિસ્ટર્ડ નંબર પર મેસેજ કરીને ઓર્ડર કરી શકે છે. આ ફીચર માત્ર પેપફ્યુલ્સની એપ પર ઉપલબ્ધ છે. ગ્રાહકને તેમના ઓર્ડરના કન્ફર્મેશન, ટ્રેકિંગ અને બિલિંગની ઓનલાઈન સુવિધા મળી જાય છે. તેઓ પોતાના ઓર્ડરની હિસ્ટ્રી જોઈ શકે છે.

કંપનીના ત્રણેય સ્થાપક ટીકેન્દ્ર, સંદીપ અને પ્રતિક કહે છે કે અત્યારસુધી પેપફ્યુલ્સે 100થી વધુ લોકોને રોજગારી આપી છે, જેઓ સમગ્ર એનસીઆરમાં કામ કરે છે. પેપફ્યુલ્સની એપથી સમગ્ર ભારતમાં ક્યાંય પણ ઓર્ડર કરી શકશો.

તેઓ કહે છે, ‘અત્યારે અમારી એપ દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરૂગ્રામ, માનેસર, હરિયાણા, મુરાદાબાદમાં એક્ટિવ છે, સાથે જ ઓડિશા અને હૈદરાબાદમાં પાઇલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આગામી 15 દિવસમાં ત્યાં પણ એપ કામ કરવાનું શરૂ કરી દેશે. એ ઉપરાંત અમે 50થી વધુ શહેરોમાં આ સેવા શરૂ કરવાના છીએ.’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો