ભારતીય સેનાની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના ‘વિકાસ’ રેજિમેન્ટે ચીનને તેની તાકાત દેખાડી દીધી, ચીનના 500 જવાનોને તોપ સાથે ઉભી પુંછડીયે ભગાડ્યા

ચીને ફરી એકવાર સરહદે પોતાના નાપાક ઈરાદાઓ ધીમે ધીમે સામે આવી રહ્યાં છે. શનિવારે રાત્રે જ ચીની સૈનિકોએ ઘુષણખોરીનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી દીધી હતી. ભારતીય સેનાની વિકાસ રેજિમેંટ બટાલિયનના બહાદૂર જવાનોએ પેંગોગ લેક વિસ્તારમાં ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

ભારતીય સેનાની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના ‘વિકાસ’ રેજિમેન્ટે ચીનને તેની તાકાત દેખાડી દીધી હતી. સ્પેશિયલ ફ્રંટિયર ફોર્સનીની ખાસ વાત એ છે કે, તેમાં ભારતમાં રહેતા તિબેટી સમુદાયના સૈનિકોને દાખલ કરવામાં આવ્યા છે. ખાસ કરીને તેની રચના ચીનનો સામનો કરવા માટે કરવામાં આવ્યો હતો. એવામાં જ્યારે ગલવાન ખીણમાં ચીનની હરકત બાદ LAC પર ટેન્શન વધ્યું, તો ભારતે પરિસ્થિતિને સમજી વ્યૂહાત્મક રીતે પૈંગોંગ સો વિસ્તારમાં મહત્વના કેટલાક પોઇન્ટ પર SFFને તૈનાત કરી હતી. એવામાં ચીને 29-30 ઓગસ્ટની રાતે જ્યારે ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો, તો સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સએ ચીનના સૈનિકોને ભગાડ્યા હતા.

પૈંગોંગ સો વિસ્તારમાં ચીનના સૈનિકોનું ષડયંત્ર અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના પરાક્રમની વાત કરીએ તો તેમની ઇનસાઇડ સ્ટોરી કંઇક આવી છે. લદાખના પૈંગોંગ લેકના દક્ષિણમાં ચાલબાઝ ચીનના સૈનિકોએ 29-30 ઓગસ્ટની રાતે ભારતના વિસ્તારો પર કબજો કરવાનો પર્યત્ન કર્યો. જાણકારી અનુસાર લગભગ 500 સૈનિકો આવ્યા હતા, આ સૈનિકોની પાસે ચઢાણ માટેના ઔજારો અને દોરડું હતું. રાતના અંધારામાં બ્લેક ટોપ અને થાકુંગ હાઈટ્સની વચ્ચે ટેબલ ટોપ વિસ્તાર પર ચીનના સૈનિકોએ ચઢાણ શરૂ કર્યું. પરંતુ ભારતીય સેનાના જવાનો પહેલાથી ત્યાં હાજર હતા. ભારતીય જવાનોએ ચીનની સેનાને પહેલા ઘુસણખોરી કરતા રોકી અને ત્યારબાદ ત્યાંથી તેમને ભગાડ્યા.

વડાપ્રધાનને રિપોર્ટ કરે છે SFF

સેનાને પણ સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સની મૂવમેન્ટની જાણકારી હોતી નથી. અર્થ તે સમજી શકાય છે કે આ કેટલી ગુપ્ત છે. SFF સુરક્ષા ડિરેક્ટોરેટ જનરલ દ્વારા સીધા દેશના પ્રધાનમંત્રીને રિપોર્ટ આપે છે. સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સની રચના બાદ ઘણા મોટા ઓપરેશન્સને અંજામ આપી ચુકી છે.

આ રીતે આપે છે અંજામ

1971ના યુદ્ધમાં ચટગાંવના પહાડીઓને ઓપરેશન ઇગલ અંતર્ગત સુરક્ષિત કરવી હોય કે પછી 1984માં ઓપરેશન બ્લૂસ્ટાર અંતર્ગત સુવર્ણ મંદિર ખાલી કરાવવું, સિયાચિનની ટેકરીઓ પર ઓપરેશન મેઘદૂત લોન્ચ કરવાનું હોય કે પછી 1999માં કારગિલ યુદ્ધ… SFFના જવાનો દરેક મોટા ઓપરેશનનો ભાગ હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો