સાચો કોરોના વોરિયર વોર્ડ બોય ચિરાગ પટેલ જીવની પરવા કર્યા વગર ઓક્સિજન માસ્ક પહેરી ICUમાં ધુમાડામાં ગયો

નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં ICUમાં 8 દર્દીઓના કરુણ મોત નીપજ્યાં હતાં. આગ એટલી ભયાનક અને ધુમાડો એટલો હતો કે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી. જેથી કોઈપણ વ્યક્તિ અંદર જવા માટે તૈયાર ન હતું. હોસ્પિટલમાંથી બહાર નીકળી લોકો જીવ બચાવવા દોડધામ કરી રહ્યા હતા જેની વચ્ચે વોર્ડબોય ચિરાગ પટેલે સાચા કર્મચારી અને કોરોના વોરિયર તરીકે ફરજ બજાવી હતી. ચિરાગ પટેલે પોતાના જીવની પરવા કર્યા વગર ઓક્સિજન માસ્ક પહેરી અને ફાયરબ્રિગેડની મદદ કરવા કહ્યું હતું અને ફાયરકર્મીઓ સાથે ઓક્સિજન માસ્ક પહેરી અંદર ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ICUમાં આગ લાગતાની સાથે જ બુમો સાંભળી વોર્ડ બોય ચિરાગ પટેલ દોડી આવ્યો હતો. જનરલ વોર્ડમાં રહેલા દર્દીઓને તેણે નીચે ઉતાર્યા હતા. ICUમાં ખૂબ જ ધુમાડો ફેલાઈ ગયો હતો અંદર જવા જેવી પરિસ્થિતિ ન હતી. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ચિરાગે ફાયરબ્રિગેડના એક અધિકારીને કહ્યું હતું કે સાહેબ, હું તમારી સાથે અંદર આવીશ. મને ઓક્સિજન માસ્ક આપો તે પહેરી હું તમારી સાથે અંદર આવી તમને તમામ જાણકારી આપીશ કે આગ કઈ તરફ લાગી હતી અને ક્યાં દર્દીઓ છે જેથી તમને સરળતા રહે. મને કંઈ થાય તો મારી જવાબદારી રહેશે તમે ચિંતા ન કરો. અધિકારીને કહ્યા બાદ ચિરાગ ઓક્સિજન માસ્ક પહેરી ફાયરના કર્મચારીઓ સાથે ICUમાં અંદર ગયો હતો જ્યાં સખત ધુમાડો હતો. અંદર પ્રવેશ કરતાની સાથે જ પહેલા દર્દીઓ પાસે પહોંચ્યા હતા. દર્દીઓ પાસે પહોંચતા જ દર્દીના શરીરને અડતા તેમની ચામડી જ હાથમાં આવી હતી. એક બાદ એક દર્દીઓને અડતા તેમની ચામડી જ હાથમાં આવતી હતી જેથી ફાયરના અધિકારીઓને પણ ધ્યાનમાં આવી ગયું હતું કે પરિસ્થિતિ કેવી છે.

ચિરાગ પટેલે એક સાચા કોરોના વોરિયર તરીકે પોતાના જીવની ચિંતા કર્યા વગર ICUમાં ફાયરકર્મીઓ સાથે માસ્ક પહેરી અંદર ગયો હતો અને મદદ માટે તૈયારી દર્શાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો