વિટામિન D ની કમીથી ટીબી-કેન્સર સહિતની આ બીમારીઓ થઇ શકે છે

‘સૂર્યના તડકાથી બચવા માટે મહિલાઓ ફુલ હેન્ડ ગ્લોઝ, મોઢા પર માસ્ક અથવા ફુલ સ્લિવ ટી-શર્ટ પહેરે છે. જેનાં કારણે વિટામિન ડિ3ની શરીરમાં ઉણપ થાય થઈ શકે છે અને હાડકાની મજબૂતી ઘટે છે. આવી સ્થિતિમાં હેરલાઇન અને બોન ફ્રેક્ચર થઈ શકે છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન વિટામિન ડિ3 મળે છે માટે રોજ ઓછામાં ઓછું 15 મિનિટ સુધી તડકામાં રહેવું જોઇએ જેથી શરીરને પુરતાં વિટામિન ડિ3 મળી રહે.’ ઉનાળામાં શરીરને સંપૂર્ણ રીતે ઢાંકવાથી થતા નુકસાન વિશે કોસ્મિટોલોજિસ્ટ રિંકલ જરીવાલા આ બાબતો જણાવી રહ્યા છે.

પોલિકેલ્સી થેરોલથી વિટામિન D3નું લેવલ બેલેન્સ થાય

એમણે પોતાના એક પેશન્ટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, 21 વર્ષની મારી એક પેશન્ટ શાલિની પોતા માટે ઓવર કોન્સિયશ હતી. જે છેલ્લાં 8-9 મહિનાથી જ્યારે પણ ઘરની બહાર નિકળીતી ત્યારે વખતે ચહેરા પર બુકાની અને હાથમાં મોઝા પહેરતી હતી. જેનાં કારણે એના વિટામિન ડિ3 લેવલ 10 એમજીથી ઘટી ગયું હતું. જેનાં કારણે એનાં પગમાં ફ્રેક્ચર થઇ ગયું હતું. ડિ3નું લેવલ વધારવા માટે શાલિનીને પોલિકેલ્સી થેરોલનાં શેચેટ્સ આપ્યાં જે અઠવાડિયામાં એક વખત લેવાનાં હોય છે. મારી બીજી એક પેશન્ટ ડિંપલ ઠક્કર પણ શરીરને સંપૂર્ણ રીતે ઢાકીને રાખતી હતી જેવા કારણે એને હેર લાઇન ફ્રેક્ચર થઈ ગયું હતું.

તડકાથી બચવા મહિલાઓ મોઢા પર માસ્ક અથવા ડુપટ્ટો પહેરે છે, જેનાથી તેમનામાં વિટામિન ડીની ઉણપ આવી શકે છે, આ કિસ્સા જરૂર વાંચી લો

શરીરમાં વિટામિન D3નું લેવલ મિનિમમ 18 એમજી

શરીરને યોગ્ય પ્રમાણમાં વિટામિન D3 ન મળે તો હાડકા પોલા થતા જાય છે, કેલ્શિયમની પણ ડેફિશિયન્સી આવે છે. પોલિકેલ્સી થેરોલનાં શેચેટ્સ, કેલ્શિયમની ટેબલેટ્સ, ડાએટમાં કેળા, કઠોળ, સનફ્લાવર સીડ્સ અને પોપી સીડ્સથી વિટામિન ડિ3ને બેલેન્સ કરી શકાય. શરીરમાં 18 એમજી વિટામિન D3 જરૂરી.

વિટામિન ડીની કમીથી ટીબી-કેન્સર જેવી બીમારી થઇ શકે

  • કમળો: દમ થઇ શકે છે
  • ત્વચા: સિરોસિસ, ત્વચાનું કેન્સર
  • હૃદય: લોહીનું ઊંચું દબાણ, હૃદય રોગ
  • શનતંત્ર: આંશિક અંગઘાત
  • દિમાગ : ગમગીની.
  • થાઈરોઈડ: કેન્સર
  • ફેફસા: ટીબી, દમ
  • લીવર: સિરોસિસ, કમળો
  • પેન્ક્રિઆસ: ડાયાબિટીસ, કેન્સર
  • આંતરડા: મોટા આંતરડાનું કેન્સર
  • હાડકા: રિકેસ, ઓસ્ટિઓપોરોસિસ, ફ્રેક્ચર
  • સ્નાયુઓની કમજોરી, દુ:ખાવો થઈ શકે છે.

આ સાથે વિટામીન ડીની ઉણપથી માનસિક રોગ થવાની શક્યતાઓ પણ રહેલી છે.

આ પણ વાંચજો…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો