સુરતમાં કચરાની ગાડીમાં મજૂરોને ઘેટા-બકરાંની જેમ ભરી લઈ જવાતા હતા, વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ

સુરત મનપા કોન્ટ્રાકટમાં ચાલતી કચરાની ગાડી નો એક વીડીયો (Viral Video of SMC Garbage Van) વાઇરલ થતા વિવાદ થયો છે જોકે આ ગાડીમાં કચરો નહીં પણ મજૂરોને એક જગ્યા પરથી બીજી જગ્યાએ લઈ જતા હતા તયારે જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો બનાવી વાઇરલ કરવામાં આવ્યો છે. સુરત મનપા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે કોન્ટ્રાકટર પર ગાડી રાખવામાં આવી છે જોકે આ ગાડીઓઓનો થોડા દિવસ થાય ને વિવાદિત વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે.

ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં આ ગાડીમાં કચરામાં વજન વધારવા માટે પાણી નહીં નખતા પણ આ ગાડીમાં સવાર થઈને મજૂરો લઈ જવામાં આવતા હતા. જોકે વરાછા રોડ પર આવેલ બોમ્બ માર્કેટ નજીક કામ કરતા મજૂરોને બેસાડી મનપાની આ કચરા ગાડી વરાછા મીની બજર થઈને કતારગામ ખાતે લઈ જવામાં આવતા હતા.

જ્યાં કચરો હોય ત્યાં માણસ બેસાડી માનવતા નેવે મુકવા સાથે ટ્રાફિક ના નિયમો પણ તોડવામાં આવતા હોવાને લઇને જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો બનાવી સોસાલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો.

જોકે આ ગાડીમાં 10 કરતા વધુ મજૂરો સાથે મહિલા અને તેમના બાળકો પણ જોવા મળ્યા હતા જોકે આ વીડિયો વાઇરલ થતા લોકો મનપા તંત્ર સામે રોષ ફૂટી નીકળ્યો હતો

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો