રાજકારણમાં તમે ચર્ચામાં ત્યારે જ રહો જ્યારે તમે લોકોની વચ્ચે જઇને થોડી ક્ષણોને માણો છો. આપણા ગુજરાતનાં રાજકારણમાં અનેક ચહેરોઓ આવી જ રીતે ચર્ચામાં રહે છે. પરંતુ કોંગ્રેસનાં પરેશ ધાનાણીને લોકો સાથે રહીને આકર્ષણનું કેન્દ્ર બનીને રહેવું બખૂબી આવડે છે. પરેશ ધાનાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ભજન મંડળીની વચ્ચે બેસીને મંજીરા વગાડે છે. આ પહેલા પણ તેમના ઘણાં વીડિયો વાયરલ થયા હતાં. તેઓ આ પહેલા ભેંસો દોહી ચૂક્યા છે, ગાડુ હાંકીને લોકોને મુસાફરી કરાવી ચુક્યાં છે અને સાપ સાથે પણ રમી ચુક્યા છે.
વિરોધ પક્ષનાં નેતા અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાણીનો મંજીરા વગાડતો વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જાણવા મળ્યા મુજબ બગસરામાં આયોજીત સુંદરકાંડમાં પરેશ ધાનાણીએ મંજીરા વગાડ્યા હતાં. મતદાન પહેલાજ વિપક્ષના નેતા એવા પરેશ ધાનાણી ભગવાનના શરણે જઈ મંજીરા વગાડતા થઈ ગયા હોવાની વાતો પણ રાજકીય ગલિયારીઓમાં ચર્ચાતી હોવાનું સાંભળવા મળી રહ્યું છે.
ઉના પંથકમાં પૂરનું પાણી ઓસરતા નેતાઓ ઉનાના અસરગ્રસ્તોની મુલાકાત લઇ રહ્યા હતા. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉનાના સૈયદ રાજપરા ગામે પહોંચી અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તેમના માટે ભજીયા પણ તળ્યા હતાં.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ઝેરી સાપ નીકળ્યો હતો. જોકે, ઝેરી એવા રસેલ્સ વાઈપર (ખડચિતરો) સાપને ધાનાણીએ જાતે જ પકડી લીધી હતો. તેમની આ હિંમત જોઈને તેમના સ્ટાફને પણ આંચકો લાગ્યો હતો. પરેશ ધાનાણીના આ પરાક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ધણો વાયરલ થયો હતો.