સુરતમાં (surat) ગતરોજ એક ઓડિયો વાયરલ (Viral audio) થયો હતો. જે મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે (constable suniat yadav) ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો (Prakash kanani) પ્રકાશ કાનાણી (son of Minister kumar kanani) આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી. જોકે અધિકારીને આ મામલે ફરિયાદ કરતા અધિકારી દ્વારા આ મહિલાની વાત સાંભળવાની જગ્યા પર તેને ખખડાવામાં આવતી. હોવાને લઈને આ મહિલા કર્મચારી દ્વારા ઓડિયો વાઇરલ (Viral audio) કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સુરતમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને કોરોનાની ગાઈડ લાઇનનું કડકપણે પાલન કરવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. ત્યારે સાંજ પડતાની સાથે કડકપણે કર્ફ્યૂનું પાલન પણ કરવાનું છે. ત્યારે ગતરોજ સુરતના વરાછા વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કર્મચારીએ તે વિસ્તરમાંમાંથી 10.30 વાગ્યે ગાડી પસાર થતા તેને અટકાવી હતી. જોકે આ ગાડીમાં પાંચ લોકો બેઠા હતા અને સાથે માસ્ક નહિ પહેર્યુ હોવાને લઈને તેમને જાણકારી આપી રહ્યા હતા ત્યારે આ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા, અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રના મિત્ર હોવાનું કહીને મહિલા કર્મચારી સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યા હતા.
સુરત: મંત્રી કાનાણીના દીકરાના કારસ્તાનનો ઑડિયો Viral, મહિલા કોન્સ્ટેબલ સાથે બબાલ કરી pic.twitter.com/uze5nFnpHA
— News18Gujarati (@News18Guj) July 11, 2020
મહિલા કૉન્સ્ટેબલ સુનિતા યાદવે ઝડપાયેલા તમામનો ઉધડો લીધો હોવાનો ઓડિયો સુરતમાં ધુમ વાયરલ થયો છે.
જોકે મહિલા સાથે આ રીતે વાત કરતા મહિલા કર્મચારી પણ ઉશ્કેરાઈ હતી ને સુનીતા યાદવે કહ્યું હતું કે, ‘પોલીસની વર્દીમાં બહુ પાવર છે. વડાપ્રધાન મોદીને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં’ તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો, ડીજી પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી. મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દીકરો છે તો શું થયું. એક કામ કરો મારી બદલી કરાવી દો. મારે ગાંધીનગર જવું છે, બહુ મગજમારી નથી કરવી, સસ્તામાં કરાવી દેજો.
કોન્સ્ટેબલે વરાછા પો. સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એન.સગરને પણ જગ્યા પરથી ફોન કર્યો હતો. જોકે આ બબાલ ચાલી રહી હતી તે સમયે આરોગ્ય મંત્રીનો દીકરો પણ ત્યાં આવી પોંહચ્યો હતો. જોકે મહિલાએ અધિકારી ને ફરિયાદ કરતા અધિકારી દ્વારા તેને સાંભળવાની જગ્યા પર ખખડાવામાં આવી હતી. જોકે ત્યાર બાદ આ મહિલા દ્વારા આ ઓડિયો કલીપ વાઇરલ કરવામાં આવી હતી કારણકે મંત્રીના દીકરા દ્વારા પોતાનું કામ કરતા સમયે ધમકાવામાં આવે તે સાંભળી લેવામાં થોડી આવે અને પોલીસ વિભાગ દ્વારા પોતાની ફરજ બજાવતી હોવા છતાંય એક્શન લેવામાં આવી રહ્યા હતા જેને લઈને સુનીતાએ મોડી રાત્રે રાજીનામું પણ આપી દેવાની વાત પણ સામે આવી છે.
જોકે છેલ્લા 3 વર્ષ થી આ મહિલા પોલીસ ખાતામાં ફરજ બજાવતી હતી. મહિલાની વાત માનીયે તો સરકારના આદેશનું પાલન કરતા હતા ત્યારે કોઈ ધમકાવે કે અભદ્ર ભાષા વાપરે તો સરકરી નોકરી હોય તો સાંભળી લેવાનું ના હોય. દરેક વ્યક્તિને પોતાનું સ્વમાન હોય જેને લઈને તેણે આ રાજીનામું આપ્યું છે.
‘સુનિતા યાદવ નામ છે મારૂં, તારા બાપાની નોકર નથી, તાકાત હોય તો બદલી કરાવી નાંખજે’
વાયરલ ઑડિયો ક્લિપમાં મંત્રી કુમાર કાનાણીના દીકરા અને તેના કથિત મિત્રોને સુનિતા યાદવ નામની મહિલા કહી રહી છે કે ‘મને અહીંયા 365 દિવસ ઉભી રખાવીશ એવું કહેનાર તું છે કોણ? સુનિતા યાદવ નામ છે મારું યાદ રાખજે. તારા બાપાની નોકર નથી. તાકાત હોય તો બદલી કરાવી નાંખજે. બાકી બીજી વાર બોલીશ તો લાઠીથી પુષ્ઠભાગ તોડી નાંખીશ બધાનો.
સળગતા સવાલ
- મહિલા પોલીસકર્મી સાથે આવું વર્તન કેમ?
- ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરતા કેમ રોકી રહ્યાં છે?
- રાત્રે 10 વાગ્યા પછી લોકો કેમ નથી કરતા કર્ફ્યૂનું પાલન?
- શું આ લોકોને નિયમો લાગુ પડતા નથી?
- રાજકીય વગ ધરાવતા લોકોની પૂછપરછ ન કરાય?
- રાજકીય વગ ધરાવતા લોકો સામે કાર્યવાહી કરતા કેમ રોકવામાં આવી રહ્યાં છે?
- ઉચ્ચ અધિકારીઓએ મહિલા પોલીસકર્મીને કેમ મોકલ્યાં ઘરે?
આરોગ્ય મંત્રીના પુત્ર સાથે માથાકૂટ બાદ રાજીનામું આપતાં સોશિયલ મીડિયામાં કોન્સ્ટેબલ સુનિતા યાદવના સપોર્ટમાં ટ્રેન્ડ શરૂ થયો
વરાછાના ધારાસભ્ય અને રાજય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે રાત્રી કરફ્યુ દરમ્યાન રોકવા બાબતે થયેલી બોલાચાલી થઈ હતી. જેથી ગત મોડી રાતે કોન્સ્ટેબલ સુનિતાએ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. બન્ને વચ્ચે તેમજ પીઆઇ વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ વાઇરલ થયો છે. સુનિતા યાદવે મંત્રીના પુત્ર અને અધિકારીઓની ના સ્વિકારી અને પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દેતાં સોશિયલ મીડિયામાં ખૂબ સ્પોર્ટ મળી રહ્યો છે. હેશટેગ I support sunita yadavના નામે ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લોકો ધન્ય છે એ લેડી કોન્સ્ટેબલ #સુનિતા_યાદવકે જેમણે નેતાઓની ના સ્વીકારીને પોલીસની નોકરીમાંથી જ #રાજીનામુ આપી દીધું…,દિલ થી સેટ્યુટ તે રીતે ટ્વીટ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..