PM CAREમાં 2 લાખ 51 હજાર ડોનેટ કરનારને હોસ્પિટલમાં માતા માટે ન મળ્યો બેડ, સરકારને લીધી આડેહાથ

પીએમ કેયર્સ ફંડને લઈને કરવામાં આવેલુ ટ્વિટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. પીએમ કેયર્સ પર કોઈ વિપક્ષે નહીં, પણ આ વખતે પોતાની માતાને કોરોનામાં ખોઈ ચુકેલા એક મોદી સમર્થકે જ સવાલો ઉભા કર્યા છે. વિજય પરીખ નામના આ શખ્સે પીએમ કેયર્સ ફંડમાં કરેલા ડોનેશનનો સ્ક્રિનશોટ આપ્યો છે. તેમણે જણાવ્યુ છે કે, 2.51 લાખ રૂપિયા ડોનેશનમાં આપ્યા છતાં મારી માતાને હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા થઈ શકી નહીં. બીજી લહેરમાં તો માતાને ખોઈ ચૂક્યો છું ત્રીજી લહેરમાં બેડ માટે કેટલા રૂપિયા ડોનેટ કરું તો મને પણ બેડ મળી શકશે. જેનાથી હું મારા પોતાને બચાવી શકું.

વિજયે આ ટ્વિટને પીએમઓ, રાજનાથ સિંહ, RSS, સ્મૃતિ ઈરાની અને ત્યાં સુધી કે, રાષ્ટ્રપતિ ભવનને પણ ટૈગ કર્યુ છે. કેટલાય લોકોએ વિજયના ટ્વિટમાં પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ પીએમ કેયર્સને લઈને સવાલો પણ ઉઠાવ્યા છે વિજય પરીખે પણ કેટલાય ટ્વિટના જવાબ આપતા દેશહિતમાં ડોનેશન કર્યુ હોવાની વાત જણાવી હતી, કેટલાય લોકોએ તેમને જૂના ટ્વિટ યાદ અપાવ્યા હતા, જેમાં તેમણે મોદી સરકારના વખાણ કરતા નજરે પડે છે.

મોદીના કામના સમર્થક રહ્યા છે

ડોનેશનનું ટ્વિટ કરનારા વિજય પરિખ 2010થી ટ્વિટર પર છે. ભાજપ અને પીએમ મોદીની નીતિઓને સમર્થક રહ્યા છે. તે પીએમ મોદીના ટ્વિટને રિટ્વિટ પણ કરતા આવ્યા છે. નોટબંધી દરમિયાન પણ તેમણે પીએમ મોદીના સમર્થનમાં ટ્વિટ કરીને લખ્યુ હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અચ્છે દિનનો ઉલ્લેખ પણ એક વખત ટ્વિટમાં કર્યો હતો.

વિજય પરીખનું આ નવુ ટ્વિટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. આ લખાય છે, ત્યાં સુધીમાં 12 હજારથી વધારે લાઈક્સ અને 5 હજારથી વધારે રિટ્વીટ આવી ચુક્યા છે. તેમના આ ટ્વિટ પર જવાબ આપતા કેટલાય લોકોએ કહ્યુ હતું કે, તે પોતાના પૈસા બરબાદ કરી રહ્યા છે. આટલુ થવા છતાં પણ વિજય પોતાની હિમ્મત બતાવતા જણાવે છે કે, પૈસા મહત્વના નથી, તે પોતાની આખી સંપતિ ડોનેટ કરી શકે છે, પણ કોઈને આવી રીતે દુખ સહન ન કરવુ પડે, જે તેને સહન કરવુ પડ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો