મા-દીકરાનો આ વીડિયો જોઈને તમે પણ બોલી ઉઠશો- આનાથી વધારે કરુણતા બીજી કઈ હોય?

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર સારી આરોગ્ય સેવાઓ માટેના તમામ દાવા કરી રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થતા એક વીડિયોએ સરકારના દાવા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. આ વાયરલ વીડિયો યુપીનો કહેવામાં આવી રહ્યો છે. જેમાં એક નાનું બાળક સ્ટ્રેચર પર પડેલી માતાને વોર્ડમાં લઈ જવા દબાણ કરી રહ્યું છે. આ વીડિયોને દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે તેના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, “ખભા નાના છે પણ માતા કરતાં પ્રેમ વધારે છે. આત્મનિર્ભરતાના વધુ ઉદાહરણો બતાવું કે પછી આ બરાબર છે? ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દેવરિયાનો વીડિયો. ‘

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હાલમાં જ યુપી હોસ્પિટલનો બીજો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દવાખાના અંદર જ પાણીની લાઇન ફાટી જવાને કારણે પાણી છત પરથી પડવાનું શરૂ થયું હતું અને થોડી વારમાં આખો કોરોના વોર્ડમાં પાણી પાણી થઈ ગયો હતો. ત્યારે હવે આ બીજો વીડિયો ચર્ચામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સ નાના બાળકનો સ્ટ્રેચરને ધક્કો મારતો વીડિયો જોઈ ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, પીડિત મહિલાએ કર્મચારીને 30 રૂપિયા ન આપ્યા. તેથી તેને અને નિર્દોષ બાળકને સ્ટ્રેચર ખેંચવું પડ્યું. આવી આરોગ્ય સિસ્ટમ સંવેદનશીલતાની હિમાલય છે. બીજા એક યુઝરે લખ્યું કે વીડિયો બનાવવાને બદલે મદદ કરી દીધી હોત. તો અન્ય એકે લખ્યું કે, સરકારી હોસ્પિટલની આવી હાલત છે અને પ્રાઈવેટ વાળા પૈસા લૂંટવામાં વ્યસ્ત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો