ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યું અમદાવાદનું RTO, લોકડાઉનમાં બધું બંધ છતાં સામે આવ્યું આ કૌભાંડ

અમદાવાદ આરટીઓ અવારનવાર પોતાના ભ્રષ્ટાચારને કારણે ચર્ચામાં આવતું રહે છે. સરકારનાં અનેક પ્રયાસો છતાં પણ અમદાવાદ આરટીઓમાં ભ્રષ્ટાચાર મટી રહ્યો નથી. તેવામાં અમદાવાદ આરટીઓમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. અને તે પણ લોકડાઉનનાં સમયમાં. લોકડાઉનમાં આરટીઓમાં કામગીરી બંધ હોવા છતાં વાહનો ટ્રાન્સફર કરાયા હોવાનું કૌભાંડ સામે આવતાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને ચાર કર્મચારીઓની બદલી પણ કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદની આરટીઓ કચેરી ફરીવાર વિવાદમાં આવી છે. કારણ કે લોકડાઉનમાં પણ કર્મચારીઓએ તકનો લાભ લઈને 500 અરજીઓ પર કામકાજ કરી દીધું છે. વાહનને લગતા કામકાજ બંધ હતા તેમ છતાં પણ અરજીઓ એપ્રુવલ આપી દેવામાં આવ્યું છે. જો કે વાહન ટ્રાન્સફર કરવા હોય તો ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વાહનના જરૂરી દસ્તાવેજ લઈને આરટીઓ કચેરી અરજદારે આવવાનું હોય છે, અને ત્યારબાદ વાહનના દસ્તાવેજ પૂર્ણ હોય તો વાહન ટ્રાન્સફર કરવા માટે એપ્રુવલ આપવામાં આવે છે. પરંતુ લોકડાઉન દરમિયાન જે વાહન ટ્રાન્સફર કરવામા આવ્યા છે તે કેવી રીતે કરવામાં આવ્યા છે, અને કોના કહેવાથી કરવામાં આવ્યા છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

હાલ તો આ સમગ્ર મામલે અમદાવાદના એઆરટીઓને તપાસ આપવામા આવી છે. જે ટુંક સમયમાં પોતાનો રિપોર્ટ સબમીટ કરશે. ત્યારે કર્મચારીઓની બદલી કરવાથી ભ્રષ્ટાચાર અટકી જાતો નથી છે. જો કે આરટીઓ કચેરીમાં એજન્ટોના પ્રવેશ પર પ્રતિબંધ છે તેમ છતાં પાછળના દરવાજેથી એજન્ટોના કામકાજ થઈ રહ્યા છે. જે ફરી એક વખત સાબિ થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો