સુરતમાં વરાછાના દવા સપ્લાયર મા-દીકરીને ઊઘરાણી કરવા જતાં ગોંધી દીધા, 100 નંબર પર ફોન કરતા મળી મદદ

હજુ તો મહિલા ફાઇનાન્સ ડિમ્પલ પૈસાની લેતીદેતીમાં એક ડેરીના માલિકના અપહરણ કર્યાની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યા શહેરમાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા મહિલા અને દીકરી જે દવાના સપ્લાયર છે તેમને ઊઘરાણ કરવા જતા પૈસા આપ્યા નહી અને ગ્રાહકે ઉલટાના ગોંધી દીધા હતા. જોકે, આ મામલે તેમણે જાગૃતિ દાખવી અને 100 નંબર પર ફોન કરતા પોલીસ આવી હતી અને માતાપુત્રત્રીને છોડાવ્યા હતા. જોકે, ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે.

બનાવની વિગત એવી છે કે સુરત શહેરના વરાછા બરોડા પ્રિસ્ટેજ સ્થિત અનુરાધા સોસાયટીમાં રહેતા વિધવા પુષ્પાબેન નાનજી વાઘાણી (ઉ.વ. 50 મૂળ રહે. સુરકા, તા. શિહોર, જિ. ભાવનગર) રહેણાંક મકાનના પહેલા માળે લોટાલટ્સ ફાર્મસિટીકલ્સ નામે દવા સપ્લાયનો ધંધો કરે છે.

પુષ્પાબેન અગાઉ અમદાવાદના કાલુપુર ખાતે ઓફિસ ધરાવતા હતા તે દરમ્યાન તા. 6 મે થી 11 સપ્ટેમ્બર 2019 દરમ્યાન મોટા વરાછા લજામણી ચોક સ્થિત ગોપીનાથ નગર 2 ના બી 154માં ઓફિસ ધરાવતા દવા વેપારી હર્ષદ હરીભાઇ વેકરીયાને ટુક્ડે-ટુક્ડે રૂા. 9.74 લાખની દવા સપ્લાય કરી હતી અને આજ દિન સુધી પેમેન્ટ નહીં ચુકવી વાયદા પર વાયદા કરતા હતા.

જેથી ગત રોજ પુષ્પાબેન, તેમની પુત્રી રીતુ (ઉ.વ. 22) અને પુત્ર યગ્નેશ (ઉ.વ. 26) સાથે હર્ષદ વેકરીયાની ઓફિસે ઉઘરાણીએ ગયા હતા. પરંતુ હર્ષદ તેની ઓફિસમાં હાજર ન હતો અને તેની ઓફિસના કર્મચારી આશિષ શાંતીભાઇ ઠુમ્મર (ઉ.વ. 32 રહે. રૂષિકેશ રેસીડન્સી, અમરોલી) એ હર્ષદભાઇ અમદાવાદ ગયા હોવાનું જણાવ્યું હતું. આ અરસામાં યગ્નેશ પાણીની બોટલ લેવા દુકાને ગયો હતો તે દરમ્યાન આશિષે પુષ્પાબેન અને રીતુને ઓફિસમાં ગોંધીને ચાલ્યો ગયો હતો.

જેથી રીતુએ હર્ષદભાઇને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન રિસીવ નહીં કરતા છેવટે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ તુરંત જ દોડી આવી હતી અને માતા-પુત્રીને મુક્ત કરાવી આશિષની ધરપકડ કરી હતી

મહિલા ફાયનાન્સરે ડેરી માલિકનું અપહરણ કર્યુ હતું

સુરતમાં હવે ગુનેગારોને કોઈ ડર જ ન રહ્યો હોય તેમ દરરોજ નવા નવા કિસ્સા સામે આવી રહ્યા છે. રાજ્યમાં વ્યાજખોરો (Loan Sharks) સામે કડક હાથ કામ લેવાની સૂચના હોવા છતાં દરરોજ વ્યાજખોરોના ત્રાસના અનેક બનાવો સામે આવતા રહે છે.તાજેતરમાં જ આવો વધુ એક બનાવ સુરતમાં નોંધાયો છે. સુરતના પાલનપુર પાટિયા (Palanpur Patia- Surat) ખાતે રહેલા એન ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ડેરી મલિકનું મહિલા ફાઇનાન્સર (Money Lender Dimple) તેના સાગરિક સાથે મળીને અપહરણ (Kidnapping) કરી લીધું હતું. જે બાદમાં તેઓને અમરોલી વિસ્તાર (Amroli Area)માં લઈ જઈને માર મારી કોરા ચેક પર સહી કરાવી લીધી હતી. આ મામલે ડેરી માલિકે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો